સ્વાઈન ફ્લુ ઉકાળો

 

સ્વાઈન ફ્લૂને હંફાવવા આર્યુવેદ તબિબોએ ઘરે બનાવી શકાય તેવો ઉકાળો બનાવ્યો

ઉકાળાની કોઈ આડસર ન થતી હોવાનો તબીબોનો દાવો

સુરતના આયુર્વેદિક તબિબોએ ચરક સંહિતાના આધારે સ્વાઈન ફ્લૂથી બચવા માટે ઉકાળો બનાવ્યો છે. જેમાં સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલ પત્ર એલચી અને લવીંગ સરખાભાગે (દરેક ૧૦ ગ્રામ) લઈને સૌ પ્રથમ પાવડર બનાવવો. પાવડર તૈયાર થાય બાદમાં એક ચમચી( ૫ ગ્રામ) લઈ તેમાં ૧૦થી ૧૫ તુલસીના પાન વાટીને નાખવા તથા અડધી ચમચી ગોળ ઉમેરી બે ગ્લાસ પાણી( ૨૫૦ મીલી) માં નાખવું. બાદમાં આ પાણીને બે થી ત્રણ મિનિટ ઉકાળવું. અને ત્યારબાદ આ પાણીને ગાળીને અડધો કપ(૫૦ મિલી) જેટલું દરેક વ્યક્તિએ દિવસમાં એકવાર પીવું (બાળકોને અડધો કપ (૨૫ મિલી) આપવો). આ ઉકાળાના સેવનથી સ્વાઈન ફલૂ સામે રક્ષણ મળશે તેમજ સાદા શરદી ઉધરસ પણ મટશે તથા કોઈ આડઅસર નહીં થાય તેમ ડો. મહેન્દ્ર રૂપાપરાએ જણાવ્યું હતું.

 

 

 

 

ઠંડી વસ્તુઓ લેવી નહીં

 

શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો, ભારે તાવ, શરીર તુટવું, ઝાડા ઉલ્ટી થવા અને શ્વાસ ચડવો એ સ્વાઈન ફ્લૂના લક્ષણો છે. આ તમામ લક્ષણો ચરક સંહિતાના ત્રીજા જવર અધ્યાયમાં વર્ણવવામાં આવ્યાં છે. જેને આધારે સુરતના આયુર્વેદ તબિબોએ રોગથી બચવાના ઉપાયો બતાવ્યાં છે. જે અનુસાર…

-ઉધરસ, છીંક ખાતી વખતે મોઢું અને નાક રૂમાલથી ઢાંકવા
– હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોવા.
-ગરમ કરેલું પાણી વધારે પ્રમાણમાં પીવું.
– ખોરાકમાં આદુ, લીલુ લસણ, કોથમીર, હળદર, મરી મસાલા વધારે લેવા.
– બાફેલા કઠોળ, દૂધ, લીલા શાકભાજી જેવો પૌષ્ટિક આહાર વધારે લેવા.
– પુરતી ઉંધ કરવી- ઉજાગરા કરવા નહીં.
– દરરોજ આસન- કસરત, દોડવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે
– આઈસ્ક્રિમ જ્યુસ, ઠંડાપીણા, ફ્રીઝની આઈટમ, મિઠાઈ, ઠંડી ચીજ વસ્તુઓ લેવી નહી. તેમ આયુર્વેદના તબિબોએ જણાવ્યું છે.

 

 

આયુર્વેદિક ઉકાળો બનાવનાર સુરતના તબિબોના કોન્ટેક્ટ નંબર

ડો. મહેન્દ્ર રૂપાપરા (આયુર્વેદ ફિઝીશ્યન)બીએએમએસ મોબાઈલ નંબર ૯૪૨૬૧ ૪૪૦૨૨

ડો. ચેતન સખીયા (આયુર્વેદ ફિઝીશ્યન) બીએએમએસ મોબાઈલ નંબર ૯૦૬૭૭૦૭૦૦૬

ડો. અશ્વિન ગજેરા (આયુર્વેદ ફિઝીશ્યન) બીએએમએસ મોબાઈલ નંબર ૯૧૭૩૪૪૭૫૦૬

ડો. જીતુ હડીયા (આયુર્વેદ ફિઝીશ્યન) બીએએમએસ મોબાઈલ નંબર ૮૧૪૦૩૧૧૦૪૪

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “સ્વાઈન ફ્લુ ઉકાળો
  1. pragnaju કહે છે:

    સાંપ્રતકાળમા ખૂબ ઉપયોગી માહિતી બદલ ધન્યવાદ
    આપની આ પોસ્ટ રી બ્લોગ કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: