બી.કે. સાહેબના પ્રકૃતિપ્રેમને સલામ//ઉમાકાન્ત વી. મહેતા

Visitingcard553

 

 

અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)

જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 94 થી 95 )

 

બી.કે. સાહેબના પ્રકૃતિપ્રેમને સલામ//ઉમાકાન્ત વી. મહેતા

આ પ્રસંગ છે આશરે 1960-62નો, ચોક્કસ સમય યાદ નથી. કંપનીનું વિસ્તૃતીકરણ ચાલુ હતુંઅને તેના એક ભાગરૂપે કર્મચારી વર્ગ માટે ક્વાર્ટર બાંધવાનું નક્કી થયું હતું. એક હાર (લાઈન)માં દસ જોડિયાં મકાનોની ત્રણ હાર એમ કુલ સાઠ ક્વાર્ટર્સનું આયોજન થયું. કંપની પાસે જમીન તો પુષ્કળ હતી તેથી કોઈ પ્રશ્ન નહોતો. આખરે જમીનની પસંદગી થઈ, ક્વાર્ટરની ડિઝાઈન નક્કી થઈ અને કામકાજની શરૂઆત પણ થઈ.

બાંધકામની જગ્યામાં એક સુંદર તોતિંગ લીમડાનું વૃક્ષ હતું. કામદાર મજૂરો રિસેસ-લંચ સમયે આ વૃક્ષ નીચે બેસી તેમનાં ટિફિનમાંથી ખાણું ખાઈ થોડો આરામ કરે અને પાછા કામે ચઢીએ જાય. સ્ત્રીઓ તેમનાં નાનાં બાળકોને લઈને કામે આવી હોય તે આ વૃક્ષની ડાળીએ ઝોળી બાંધી તેમનાં બાળકોને સુવાડે અને તેનાથી મોટા બાળકો ત્યાં રમતો રમે. આમ ત્યાં કિલ્લોલમય વાતાવરણામાં કામકાજ આગળ વધે. બી.કે. સાહેબ દિવસમાં એક આંટો મારી કામકાજ કેવું ચાલે છે તે જોઈ જાય. વૃક્ષની નીચે રમતાં અને સૂતેલાં બાળકો પ્રત્યે એક અમી નજર નાખતા જાય.

બાંધકામનું કામ આગળ વધતું વધતું આ લીમડાના વૃક્ષ સુધી આવ્યું અને કામકાજમાં નડતર રૂપ લાગ્યું. સિવિલ કૉન્ટ્રાકટર દામજીભાઈ તથા કંપનીના સિવિલ ઍન્જિનિયર શ્રી પટેલ સમક્ષ મોટો પ્રશ્ન ઊભો થયો.

દામજીભાઈએ ઉપાય સૂચવ્યો ‘એક ઘા અને બે કટકા’ઝાડ કાપીને દૂર કરો. ઘોડો ઘાસને પ્રેમ કરે તો ખાય શું?’ કૉન્ટ્રાકટર આવો ઝાડપાનનો વિચાર કરતો રહે તો તેની રોટી રોજીનું શું?’

કંપનીના ઍન્જિનિયર શ્રી પટેલે પણ મને કમને સંમતિ દર્શાવી.

કંપનીના લેબર કૉન્ટ્રાકટરલાલા હીરા(લાલભાઈ હીરાભાઈ) એ આ વાત સાંભળી. તેમણે કહ્યું: ‘તમારી વાત સાથે હું સહમત થતો નથી. આપણે સાહેબને વાત કરીએ અને તેમની સલાહ મુજબ કામ કરીએ. ’શ્રી લાલા હીરા બી,કે,સાહેબનો પ્રકૃતિપ્રેમ જાણે, આખરે પ્રશ્ન તેમની સમક્ષ આવ્યો.

દામજીભાઈ : ‘સાહેબ, ઝાડ તો કાપવું જ પડે, તે વિના કામ કેવી રીતે આગળ વધે?’

સિવિલ ઍન્જિનિયરે સુઝાવ દર્શાવ્યો: ‘આપણે એક કામ કરીએ, ઝાડ રહેવા દઈએ અને એક ક્વાર્ટર ઓછું રાખીએ તો કેમ?’

શ્રી બી,કે., ‘તમારી વાત બરોબર છે. એક ક્વાર્ટર ઓછું થાય તેની સામે કૉલોનીનો નકશો પણ બેડોળ બને તેનું શું?’

દામજીભાઈ : ‘સાહેબ ! હસવું અને લોટ ફાકવો એ કેવી રીતે બને? ક્યાં ઝાડ નહિ ક્યાં ક્વાર્ટર નહિ.’તેમણે તેમનો ફેંસલો જણાવી દીધો.

શ્રી બી. કે. : ‘સારુ હું વિચાર કરી જણાવીશ.’

વાત ઉપર પડદો પડી ગયો. કામ આટલેથી સ્થગિત થઈ ઊભુ રહ્યું.

તેમણે આખી રાત વિચાર કર્યો. એક બાજુ કંપનીનો વિકાસ હતો, બીજી બાજુ તેમનો પ્રકૃતિપ્રેમ. બન્ને આમનેસામને હતા. લીમડાનું વૃક્ષ તેમના સ્મરણપટ પરથી ખસતું નહોતું. વૃક્ષ જાણે બી.કે.સાહેબ સમક્ષ લાચાર અને પરવશ નજરે જોઈ જાણે કહી રહ્યું હતું.

***************

બીજા દિવસે સવારના પહોરમાં મજૂરો કામના સ્થળે આવી ગયા હતા અને રાબેતા મુજબ કામ શરૂ થઈ ગયું હતું. શ્રીબી.કે. સાહેબ અનિમેષ નજરે વૃક્ષને જોઈ રહ્યા હતા. જાણે વૃક્ષને દિલાસો આપી રહ્યા હતા. દામજીભાઈ અને એંજિનિયર દોડતા તેમની પાસે આવ્યા, એટલે તેમણે ધીમેથી કહ્યું: ‘ઝાડ કે ક્વાર્ટરને નુકશાન ના થાય તેમ કરો.’ ‘સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહીં તેવી ડિઝાઈન બનાવો.’ખૂબ ખૂબ માથાકૂટ બાદ સિવિલ એન્જિનિયરે ડિઝાઈન બનાવી કહ્યું: ‘સાહેબ ! આખું ઝાડ એમ જ રાખીએ ફક્ત એક ડાળી જે વચ્ચે આવે છે તે કાપી નાખવી પડેશ્રી બી.કે.સાહેબ તેમની સામે પ્રશ્નાર્થ સૂચક દૃષ્ટિથી થોડીવાર જોઈ રહ્યા અને ધીમેથી કહ્યું: ‘માણસનો એક હાથ કાપી નાંખતાં કેવો બેડોળ દેખાય છે !ઝાડની ડાળી પણ ઝાડનું જીવંત અંગ છે. તેને કાપવું યોગ્ય નથી. એમ કરો કે ઝાડની ડાળીને વાંધો ન આવે તેમ દીવાલને વળાંક આપો. જેથી દીવાલને અડીને ઝાડ અને મકાન બંને સલામત રહે. ’ આખરે આ મુજબ ડિઝાઈન નક્કી થઈ. અને તે મુજબ બાંધકામ પણ થયું.

આજે તો શ્રી બી.કે. મજમુદાર જીવિત નથી. પરંતુ તેમના પ્રકૃતિપ્રેમનું જીવંત દૃષ્ટાંત તે ક્વાર્ટર અને લીમડાનું તે વૃક્ષ આજે પણ તેની સાક્ષીરૂપે ‘અતુલ’માં મોજૂદ છે.

***********

20, મીડો ડ્રાઈવ, હોહયા એન જે(07511) ન્યૂજર્સી—(U.S.A.)

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “બી.કે. સાહેબના પ્રકૃતિપ્રેમને સલામ//ઉમાકાન્ત વી. મહેતા
  1. vimala કહે છે:

    એમ કરો કે ઝાડની ડાળીને વાંધો ન આવે તેમ દીવાલને વળાંક આપો. જેથી દીવાલને અડીને ઝાડ અને મકાન બંને સલામત રહે. ’
    સલામ બી. કે. સાહેબ,
    સિમેન્ટના જંગલો ઉભા કરવા પ્રકૃતિનો .વરસો રફે-દફે
    કરાય રહીયો છે ત્યારે બી. કે. જેવા સાહેબની ખોટ સાલે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,308 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: