અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)–2

 

અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)

જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 88 થી 89)

 

સલામ શિક્ષકને//ઈ ન્દ્રવદન બી. રાવલ

 

મારી નવમા ધોરણની પરીક્ષા પૂરી થયેલી. હું એક મિત્ર સાથે બજારમાં આંટો મારવા નીકળેલો. ત્યાં મારા સંસ્કૃતના શિક્ષક કમલનયનભાઈ જોશી મળ્યા. ઉમંગભેર બોલી ઊઠ્યા- ‘એલા, તેં તો કમાલ કરી ! પેપરમાં એકેય ભૂલ નહીં, ફૂલ માર્કસ ! ફક્ત કાપવા ખાતર બે માર્ક કાપ્યા છે ! ચાલ, તને આઈસક્રીમ ખવરાવવો છે. ’તેમની સાથે બીજા એક શિક્ષક પણ હતા. જોશીજીને એવા ખુશખુશાલ મેં પહેલી વાર જોયા. તેઓ મધ્યમવર્ગીય સંસ્કારી પરિવારના હતા. સીધા-સાદા, અને ‘મૂડી’પણ ખરા. કંતાનના પીટીશૂઝમાં, પણ ડાબા જમણાનો ભેદભાવ ન રાખે ! ઠઠાડ્યે રાખે !

મેં સંસ્કૃતના માર્કસની વાત ઘરમાં કરી. સહુને આનંદ થયો. પછી પિતાજીએ કહ્યું કે પરીક્ષાનું પરિણામ સ્કૂલ જાહેર કરે તે પહેલાં આ વાત રખેને હેડમાસ્તર પાસે પહોંચે તો એટલા પૂરતું પરિણામ શિક્ષકે ‘લીક કર્યું’ એમ ગણીને તેને ઠપકો આપી શકે. આવી શક્યતાની વાત મેં જોશીજીને કરી. તેમનું કહેવું હતું કે હેડમાસ્તર પૂછે તો સાચું કહેતાં ગભરાવું નહીં. આમાં બીજું કાંઈ નહીં થાય.

અને ખરેખર પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી તરત જ હેડમાસ્તરે મને બોલાવી પૂછપરછ કરી. મેં સાચી હકીકત સંકોચ વિના કહી. એ દિવસે જોશીજી ગેરહાજર હતા. પણ તેઓ કોઈ રીતે ગાંજ્યા જાય એમ નહોતા. નવા વર્ષના આરંભે જ તેમને પોતાના ગામ મહુવામાં જ સરકારી નોકરી મળતાં તેઓ ત્યાં ચાલ્યા ગયેલા.

નવ વર્ષ બાદ 1962માં અમે બંને અમદાવાદમાં ગુજરાત કૉલેજની હૉસ્ટેલમાં ભેગા થઈ ગયા. એમ.એ. ના પરીક્ષાર્થી તરીકે બંને ત્યાં ઊતરેલા. એમાં એક દિવસ તેમણે મારું ‘વેદ’ના પેપરનું મટીરિયલ વાંચવા માગ્યું ! મારી પાસે પ્રો. વેલણકરનું અંગ્રેજી મટિરિયલ હતું. વચ્ચે અમુક રજાઓ હતી. તે દરમ્યાન મારે પણ એમાંથી તૈયારી કરવાની હતી! હું ધર્મસંકટમાં મુકાયો. આખરે ‘કમ વોટ મે’ કહીને મેં મટિરિયલ આપ્યું. તેમણે કચવાતે મને બે દિવસ પછી પાછું આપ્યું. મારી તૈયારીમાં વિક્ષેપ પાડ્યાનો તેમનો રંજ ઓછો નહોતો. મારી તૈયારી કંઈક કાચી તો રહી, છતાં મારા શિક્ષકે માગ્યું ત્યારે નન્નો ન ભણ્યાનો સંતોષ અવશ્ય અનુભવાયો.

એ સમયે ગુજરાત યુનિવર્સિટી જ હતી. પરીક્ષાનું પરિણામ બહાર પડ્યું. લગભગ એ જ વર્ષે શ્રી બળવંતરાય મહેતા(જેઓ પછીથી ગુજરાતના ચીફ મિનિસ્ટર બનેલા)એ ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દૈનિક ભાવનગરમાં શરૂ કરેલું. એની ઑફિસેથી મોડે મોડે માહિતી મળી કે શ્રી કમલનયન જોશીને સંસ્કૃતમાં સમગ્ર યુનિવર્સિટીમાં પહેલો નંબર લાવવા બદલ ‘ગોલ્ડ મેડલ’મળ્યો છે. હું રાજી રાજી થી ગયો. મેં ટેલિફોન ઑફિસેથી જોશીજીને મહુવા ફોન જોડ્યો. આમ તો કોઈ બોલાવી લાવવાનું કામ ટેલિફોન ઑફિસવાળા કરતા નથી. એ તેમની ફરજમાં નહીં. છતાં ઑપરેટર આ શુભ સમાચારથી ખુશ થયા અને તેણે અર્ધા કલાકમાં જોશીજીને ફોન પર લાવી દીધા. વાત સાંભળી અસીમ આનંદભેર મારો આભાર માનતાં તેઓ ગદ્ ગદિત થી ગયા. જિંદગીમાં મેં કરેલો એ પહેલો ટેલિફોન અને એમાં થયેલો એ ભાવસંવાદ ચિરસ્મરણીય રહ્યા છે.

એમ.એ. થયા પછી તરત હું ખાનગી કૉલેજમાં અધ્યાપક થયો. પરંતુ જોશીજી સરકારમાં હોઈ પ્રમોશનની રાહે કંઈક મોડા અધ્યાપક થયા. તેથી યુનિવર્સિટીમાં અધ્યાપકોની સિનિયોરિટીમાં હું તેમનાથી આગળ હતો. યોગાનુયોગ એક પરીક્ષાની પેપર સેટિંગ કમિટીમાં હું ચૅરમેન અને જોશીજી મેમ્બર તરીકે નિયુક્ત થયેલા. બીજા એક મેમ્બરે કહ્યું કે જોશીજીને પોતાના વિદ્યાર્થીના હાથ નીચે કામ કરવામાં નાનમ નડશે, કમિટીની મિટિંગમાં આવશે નહીં. પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે તેઓ આવ્યા. હું તેમને પગે લાગ્યો ત્યારે હસીને બોલ્યા-‘ચૅરમેન ઊઠીને સામાન્ય મેમ્બરને પગે લાગે !’મોટા વિદ્વાન છતાં કેવા નિરાભિમાની ! મેં કહ્યું –‘હું તો મારા શિક્ષકને પગે લાગ્યો છું.’તેઓ મારા ખભે હાથ મૂકીને બોલી ઊઠ્યા—શિષ્યાત્ ઈચ્છેત્ પરાજયમ્ !

આજ જોશીજી હયાત નથી, પરંતુ તેમનાં પ્રેરક સ્મરણો મનને અજવાળે છે.

************

2186/ડી, શાંતિતીર્થ—301, ફૂલવાડી ચોક.

હિલડ્રાઈવ, ભાવનગર–364002

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: