આનંદોત્સવ//તર્પણ–ભાગ-બે//આશા વીરેન્દ્ર

 

આનંદોત્સવ

(પાના: 19થી 21)

તર્પણ-2//આશા વીરેન્દ્ર//યજ્ઞ પ્રકાશન

 

દસમા ધોરણમાં ભણતી નેહા આમ તો વર્ષોથી સાઈકલ પર સ્કૂલે આવ-જા કરતી પણ તે દિવસે અચાનક જ આડું કૂતરું આવી ગયું ને એને બચાવવા જતા એ ધડામ કરતી પડી. બંને કોણીઓ છોલાઈ ગઈ,

લોહી નીકળવા લાગ્યું ને યુનિફોર્મ ધૂળ ધૂળ થઈ ગયો. એ જેમતેમ ઊભી થવા પ્રયત્ન કરતી હતી ત્યાં એની તરફ એક હાથ લંબાયો અને સાથે જ આવ્યો ઉષ્માસભર અવાજ—‘મે આય હેલ્પ યુ?’નેહાએ જોયું તો એની જ શાળામાં ભણતો યુવક, ઘઉં વર્ણો વાન અને ભાવવાહી આંખો. એને સંકોચ થયો. આમ અજાણ્યાનો હાથ કેવી રીતે પકડાય?એણે કહ્યું, ‘નો, થેન્ક્સ. હું ધીમે ધીમે મારી જાતે ઊભી થઈ જઈશ.’

બે-ત્રણ વખત પ્રયત્ન કર્યો છતાં ઊભા ન થવાયું ત્યારે ન છૂટકે એણે ધીમું ધીમું મલકી તહેલા યુવક તરફ હાથ લંબાવ્યો. એણે નેહાને ઊભી કરી, આમતેમ પડેલાં પુસ્તકો ભેગાં કરી આપ્યાં અને સાઈકલનું વાંકું વળી ગયેલું ગવર્નર સરખું કરી આપ્યું.

‘થેન્કયૂ વેરી મચ.’સંકોચ અને શરમથી ઝૂકેલી આંખે નેહાએ કહ્યું ત્યારે યુવક એકીટસે એના લજ્જાના ભારથી રતુમડા થઈ ગયેલા નમણા ચહેરાને જોઈ રહ્યો હતો.

હવે તો એ વાતને પંદર-સત્તર વર્ષ થઈ ગયાં હશે. વચ્ચેના ગાળામાં કેટકેટલું બની ગયું? મિલિંદ એમ.બી.એ. થઈ ગયો. નેહાએ એમ.કોમ. કર્યું. જયારે પરણીને જીવનમાં ઠરીઠામ થવાનો વિચાર પાકો કર્યો ત્યારે મિલિંદે પ્રસ્તાવ મૂક્યો, ‘નેહા, મારી સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ?’

‘મિલિંદ, સાચું કહું તો આ મારા મનની જ વાત છે પણ આજ સુધી હું તને જે કહી નથી શકી એ વાત કહી દઉં કે આપણા લગ્નમાં સૌથી મોટો અંતરાય મારી જ્ઞાતિનો આવે એમ છે.અમે ખ્રિસ્તી છીએ.’

બધા અંતરાય પાર કરીને ભલે બંનેએ લગ્ન તો કર્યાં પણ મિલિંદની મમ્મી રોહિણીબહેનની સખત નારાજગી વચ્ચે. રમેશભાઈ થોડા ઉદારમતવાદી ખરા એટલે એમણે આ સંબંધનો ખાસ વિરોધ ન કર્યો. વળી એમણે પત્નીને સમજાવવાની પણ ભરપૂર કોશિશ કરી, ‘રોહિણી, આજે ન્યાત-જાતનાં બંધનો તૂટતાં જાય છે. દુનિયા વિશાળ બનતી જાય છે. આપણાં સંતાનો જેમાં રાજી એમાં આપણે પણ ખુશ રહેવું જોઈએ. ને આપણે હરીફરીને મિલિંદ અને અભિજિત સિવાય બીજું કોણ છે? અભિ ને એની પત્ની તો છેક દિલ્હી છે. આપણે રહ્યાં અહીં પૂનામાં.અડધી રાત્રે જરૂર પડે તો મિલિંદ ને નેહા જ કામ આવવાનાં છે…’

રોહિણીબહેન વચ્ચે જ તાડૂકી ઊઠતાં, ‘હવે તમે દીકરા-વહુની વકીલાત કરવાનું બંધ કરશો? તમે ગમે તેટલું કહેશો પણ આ ખ્રિસ્તીની દીકરી મારા ઘરમાં નહીં જોઈએ એટલે નહીં જોઈએ.’

મિલિંદ અને નેહા ભલે આટલા મોટા બંગલાને બદલે નાનકડા ફ્લેટમાં રહેતા હોય પણ નેહા દૂર રહ્યે રહ્યે પણ સાસુ-સસરાની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી.રોહિણીબહેનની જાણ બહાર રમેશભાઈનો દીકરા-વહુ સાથે સંપર્ક ચાલુ જ હતો અને તેથી જ એક દિવસ સવારના પહોરમાં એમણે ફોન કરવો પડ્યો, ‘મિલિંદ, તારી મમ્મી કાલે દાદરા પરથી પડી ગઈ. હાથે પણ વાગ્યું છે અને પગે તો ફ્રેકચર થયું છે. બે મહિના પગ પ્લાસ્ટરમાં રાખવો પડશે. ત્યાં સુધી પથારીમાં જ રહેવાનું. તમે એમ કરો. ઘર બંધ કરીને રીંકી અને મોન્ટુને લઈને બંગલે જ આવી જાવ.

‘પણ પપ્પા, ત્યાં આવવાનું તો કેવી રીતે ફાવે? મારે જૉબ પર જવાનું. બાળકોને સ્કૂલ અહીંથી નજીક પડે અને અહીં નેહાના ટ્યૂશન કલાસીસ પણ ચાલે. આ બધું…’મિલિંદના હાથમાંથી રિસીવર લઈને નેહાએ કહ્યું, ‘પપ્પા, બધું થઈ જશે. તમે જરા ય ચિંતા ન કરશો. પણ હા, ઘર આટોપવા માટે મને અડધો દિવસ જોઈશે. સાંજ સુધીમાં અમે આવી જઈએ તો ચાલશે?’

‘હા, હા, બેટા, રસોઈ બનાવવા માટે બહેન તો આવે જ છે એટલે ઉતાવળ નથી.’બીજા દિવસથી અત્યાર સુધી સૂનો લાગતો બંગલો રીંકી ને મોન્ટુની ધબાધબીથી ગાજવા માંડ્યો. રસોઈવાળી બહેન રસોઈ બનાવતી ને રોહિણીબહેન માટે રાખેલી બહેન એમને નવડાવવાં, કપડાં પહેરાવવાં એ બધું કરતી પણ એને રોહિણીબહેનને માથું ઓળી આપવું કેમે કરીને ફાવતું નહોતું. નેહાએ એ કામ તો પોતાના હાથમાં લીધું જ પણ એ સિવાય સાસુજીને સમયે સમયે દવા આપવી, જ્યૂસ આપવો એવી દરેક વાતનું ધ્યાન રાખતી. રોહિણીબહેનને બાળકોના કલબલાટથી ધમધમતું ઘર ગમતુંપણ એમણે નેહાના હાથે બનેલી કોઈ ચીજનો સ્વીકાર નહોતો કર્યો. એમને પથારીવશ થયાને અઠવાડિયું થયું ન થયું ત્યાં રસોઈ બનાવનારી બહેનના પતિને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

હવે ખરી કઠણાઈ શરૂ થઈ. સવારે ચા તો રમેશભાઈએ બનાવી આપી પણ એ આખો દિવસ રોહિણીબહેને ફળાહાર કરીને જ વીતાવ્યો. એક તો આટલી દવાઓ લેવાની ને વળી ભૂક્યા રહેવાની જીદ. એમની ચિંતામાં સતત નીતરી રહેલી નેહાની આંખો રમેશભાઈના ધ્યાન બહાર નહોતી. રાત્રે સૂવા જતાં પહેલાં તેઓ પત્ની પાસે બેઠા. એમનો હાથ હાથમાં લઈને એમણે કહ્યું, “રોહિણી, આ કઈ જાતની હઠ? કોઈ સ્વાર્થ વિના જે દીકરી તારી મન મૂકીને સેવા કરે છે, એને જ હડધૂત કરવાની? આ જ સમય છે, વડીલ તરીકેની તારી સમજદારી બતાવવાનો. ધર્મ, જ્ઞાતિ ને આભડછેટનું ભૂત મગજમાંથી કાઢી નાંખ તો તું પણ સુખી થશે ને આપણું ઘર નંદનવન બની જશે.”

આખી રાત રોહિણીબહેને પડખાં ઘસીને કાઢી. મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. નેહાનો નિર્દોષ ચહેરો વારંવાર નજર સામે આવીને એમને પૂછતો હતો, ‘મારો શું વાંક છે? મને તમારી દીકરી નહીં બનાવો?’

સવારે એમણે બૂમ પાડીને કહ્યું, ‘નેહા, આઠ વાગવા આવ્યા. મને ચા ક્યારે મળવાની છે? ને સાથે કંઈક નાસ્તો પણ લેતી આવજે.’

ચા-નાસ્તાની ટ્રે લઈને ગયેલી નેહાની લાલ આંખો તરફ જોતાં એમણે કહ્યું, ‘ચાલ, હવે રડવાનું છોડીને મને તારે હાથે ચા પીવડાવ. ને હા, આજે તારાં મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી બધાને જમવા બોલાવજે. કારણ પૂછે તો કહેજે કે, અમારે ઘરે આજે આનંદોત્સવ છે. બધાં ભેગાં મળીને ઊજવીશું.’ નેહા રોહિણીબહેનને ગળે વળગી પડી.

(રંજના કેલકરની મરાઠી વાર્તાને આધારે)

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “આનંદોત્સવ//તર્પણ–ભાગ-બે//આશા વીરેન્દ્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: