ઋણ સ્વીકાર: દુર્લભદાસ છગનલાલ ભગત,
ઍડવોકેટ
(સંગ્રાહક અને ટીકાકાર: “પીઓને પ્રેમ રસ પ્યાલા” (ભજનસંગ્રહ)
સરનામુ: 102, સિદ્ધ શીલા નં.2
લુહાર ટેકરા, ગીતાસદન રોડ,
વલસાડ
સાખીઓ
ભજનિકો ભજનની શરૂઆત કરતાં પહેલાં થોડી સાખીઓ ગાય છે.તે દ્વારા તેઓ શ્રોતાજનોને ભજન સાંભળવા માટે તૈયાર કરે છે. આ આલબેલ(ઘંટડી) વગાડી તેઓ શ્રોતાઓના મનને ઢંઢોળીને જાગૃત કરે છે. હોંશિયાર, ખબરદાર, સંતોની સવારી આવી રહી છે. તમે જાગૃત મને સાંભળશો તો લાભ થશે. નહિતર મારી મહેનત બરબાદ જશે અને તમારો સમય.
સાખીની બે લીટીમાં અખૂટ બોધ ભર્યા હોય છે. સાખી અથવા દુહાને હું તો શબ્દના બાણ કહું છું. જો વાગી જાય, અંતરમાં ઊતરી જાય તો જીવનનો પલટો કરી નાંખે છે. ઘણીવાર જે કામ મોટા મોટા શાસ્ત્રના ગ્રંથો કરી શકતા નથી તે કામ આ બે લીટીનો દુહો કરી જાય છે.
તુલસીદાસ મહારાજનું જીવન આ બે લીટીના દુહાએ જ પલટાવી નાંખેલું. તુલસીદાસજી યુવાનીમાં કામાંધ હતા. અનેક મુશ્કેલીઓ વેઠી પિયર ગયેલી પત્નીને મળવા આવ્યા. તેમની પત્ની રત્નાવલીએ શરીર ઉપરનો મોહ છોડાવવા નીચેનો દુહો કહ્યો અને તુલસીદાસજીનું જીવન રમામાંથી મુક્ત થઈ રામમય બની ગયું.
હાડચામકી દેહ મમ, તાપર જિતની પ્રીતિ
તાસુ આધી જો રામપ્રતિ, અવસી મિટહી ભવભીતિ.
દુહો સાંભળી તુલસીદાસજીએ સંસારનો ત્યાગ કર્યો અને તેઓ રામની શોધમાં ચાલી નીકળ્યા. “મુઝે રામસે કોઈ મિલા દો.” હનુમાન દાદાની કૃપાથી તેમને રામનાં દર્શન થયાં. રામચરિત માનસ-રામાયણ જેવો મહાન ગ્રંથ લખી જીવન કૃતાર્થ કર્યું.
મારી જ વાત કહું. તુલસીદાસજીનો એક દુહો સાંભળી મને પુષ્કળ જ્ઞાન મળી ગયું.
કામ ક્રોધ મદ લોભ કી જહાં લગ મનમેં ખાન,
કહાં પંડિત, મુરખ કહા, દૌ એક સમાન.
પ્રખર પંડિત બન્યો હોય પરંતુ જો તે કામ. ક્રોધ, મદ –લોભને મનમાંથી કાઢી ન શક્યો હોય તો તેવી વિદ્વતા શું કામની? તેનાં કરતાં પેલો અભણ મૂર્ખ સારો છે.
રહિમન એક સાખીમાં કહે છે:
રન, બન, વ્યાધિ વિપત્તિમેં, રહિમન મર્યો ન કોય;
જો રચ્છક જનની જઠર, સો હરિ ગયે નહિ સોચ.
મારે રણમાં, વનમાં રખડવું પડ્યું, મારા ઉપર અનેક વ્યાધિઓ અને સંકટો આવ્યા પણ હું હિંમત ન હાર્યો. કારણકે પ્રભુ ઉપર મને પૂર્ણ વિશ્વાસ હતો. જે પ્રભુએ મારું રક્ષણ માતાના ગર્ભમાં કર્યું છે તે સદા સર્વદા મારું રક્ષણ કરશે. કાઅર્ણ પ્રભુ કાંઈ સૂઈ ગયા નથી. ભક્તનું કલ્યાણ કરવા તે હંમેશા જાગતા જ રહે છે.
આ પ્રમાણે નાની સરખી સાખી ઘણું ઘણું કહી જાય છે. એટલે જ તો ભજનિકો સાંભળનારાના મનને જાગૃત કરવા ભજનોની શરૂઆત કરતાં પહેલાં આવી અર્થસભર સાખીઓ સંભળાવે છે. સાખી સાંભળી સાંભળનારા સાબદા થાય તે પછી તેઓ ભજન સંભળાવે છે. સાંભળનારા સાબદા થયા વગર ભજન સાંભળે તો તેનો કાંઈ અર્થ નથી.
આ સાથે તુલસીદાસજી, કબીરજી, નારાયણસ્વામી વગેરે અનેક સંતોની સાખીઓ સંકલિત કરી છે. તે કંઠસ્થકરજો, કોઈ વખત ભવસાગરથી તમને તારી દેશે.
- કબીરા મુખ સોહી ભલો, જા મુખ નિકસૈ રામ I
- જો મુખ રામ ન નિકસૈ, સો મુખ હૈ કિસ કામ II
- નામ લિયા ઉસને જાન લિયા, સકલ શાસ્ત્રકા ભેદ I
બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારોં વેદ II
- કબીર કહે કમાલકુ, દો બાતા શિખ લે I
કર સાહબકી બંદગી, ભૂખેકુ કુછ દે II
- કબીર યહ મન લાલચી, સમજે નહીં ગંવાર I
- ભજન કરનકો આળસુ, ભોજનકો હુશિયાર II
- કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહિ કોઈ I
- ધનવંતા સોઈ જાનિયે, રામનામ ધન હોઈ II
- કબીર પ્યાલા પ્રેમકા, અંતર દિયા લગાય I
રોમ રોમમેં રમી રહ્યા, ઔર અમલ ક્યા ખાય II
(7)કબીર આપ ઠગાઈએ, ઔર ન ઠગીએ કોય I
આપ ઠગે સુખ ઉપજે, ઔર થગે દુ:ખ હોય II
(8) કબીર જપ હરિનામ તૂ, મુખસે કછુ ન બોલ I
બાહિરકા પટ બંધ કર, અંતરકા પટ ખોલ II
(9) મન મરે ન માયા મરે, મર મર જાય શરીર I
આશા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર II
(10)ચલતી ચક્કી દેખ કે, દિયા કબીરા રોય I
દો પડ ભીતર આય કે, સાબૂત રહા ન કોય II
(11) હાડ જલે જ્યું લાકડી, કેશ જલે જ્યું ઘાસ I
સબ જગ જલતા દેખકે, કબીરા ભયો ઉદાસ II
(12) કામીકા ગુરુ કામ હૈ, લોભીકા ગુરુ દામ I
કબીરકા ગુરુ સંત હૈ, સંતનકા ગુરુ રામ II
(13) માલા તિલક બનાય કે, ધર્મ વિચારા નાહિ I
માલા બિચારી ક્યા કરે, મેલ રહા મન માંહિ II
(14) જપ તપ સંયમ સાધના, સબ સુમિરનકે માંહી I
કબિરા જાને રામ જન, સુમિરન સમ કછુ નાહી II
(15) પ્રારબ્ધ પહેલે બના, પીછે બના શરીર I
કબીર અચંબા હૈ યહી, મન નહિ બાંધે ધીર II
(16) બુરા દેખન મૈં ચલા, બુરા ન પાયા કોય I
જો તન દેખા આપના, મુજસા બૂરા ન કોય II
(17) જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હૈં હમ નાહિ I
પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાહિ II
(18) નૈનોંકી ચિક ડારિકે, પુતરી પલંગ બિછાય I
પલકોંકી ચિક ડારિકે, પિય કો લિયા રિઝાય II
(19) પ્રેમ છિપાયા ના ચિપૈ, જ્યા ઘટ પરગટ હોય I
જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય II
(20)યહ તો ઘર હૈ પ્રેમકા, ખાલા કા ઘર નાહિ I
સીસ ઉતારૈ, ભુઈ ધરૈ, તબ પૈઠે ઘર માંહિ II
(21) આધિ ઔ સુખી ભલી, સારી સો સંતાપ I
જો ચાહેગા ચૂપડી, બહુ કરેગા પાપ II
(22) કબીર સોયા ક્યા કરે, જાગી જપો મુરાર I
એક દિન હૈ સોવના, લમ્બે પાંવ પસાર II
(23) આઠ પહર ચોસઠ ઘડી, લાગિ રહે અનુરાગ I
હિરદૈ પલક ન બિસરે, તબ સોચા વૈરાગ II
(24) રાત ગંવાઈ સોય કર, દિવસ ગંવાયો ખાય I
હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય II
(25) કાલ કરે સો આજ કર, સબહિ સાજ તુજ સાથ I
કાલ કાલ તૂ ક્યા કરે, કાલ કાલકે હાથ II
(26) તુલસી યા સંસારમેં, ભાત ભાત કે લોગ I
સબસે હિલમિલ ચાલીએ, નદી નાવ સંજોગ II
(27) તુલસી પર ઘર જાય કે, દુ:ખ ન કહિયે રોય I
માન ગુમાવે આપનો, બાંટ ન લેવે કોય II
(28)તુલસી જગમેં આયકે, કર લીજે દો કામ I
દેનેકું ટુકડા ભલા, લેનેકું હરિ નામ II
(29) તુલસી તબ મેં જાનિયો, બડો ગરીબ નિવાજ I
મોતીકણ મોંઘા કિયા, સોંઘા કિયા અનાજ II
(30) તુલસી તુલસી સબ કહે, તુલસી બનકો ઘાસ I
કૃપા ભઈ રઘુનાથકી, બન ગયો તુલસીદાસ II
(31) તુલસી સીતારામકું, રીઝ ભજો કે ખીજ I
ઊલટા સુલટા વાવીએ, જ્યું ખેતરમેં બીજ II
(32) તુલસી કહે ઈસ જગતમેં, સબસે મિલિયે ધાય I
ક્યા જાને કિસ બેસમેં, નારાયણ મિલ જાય II
(33)કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાન I
કહાં પંડિત મૂરખ કહાં , દૌ એક સમાન II
(34) તુલસી સોઈ ચતુરતા, રામચરન લૌ લીન I
પરધન પરમન હરનકું, વેશ્યા બડી પ્રવીન II
(35) તુલસી મીઠે બચનસેં,સુખ ઊપજે ચહું ઓર I
વશીકરન યહ મંત્ર હૈ, તજહું બચન કઠોર II
(36) તુલસી એસ સંસારમેં, પંચ રત્ન હૈ સાર I
હરિભજન અરુ સંતમિલન, દયા દાન ઉપકાર II
(37) તુલસી કહે અજ્ઞાન યે, મન નહિ રાખત ધીર I
પીછે બાલક જનમ લે, આગે ઉપજત ખીર II
(38) તુલસી કૌ ન કર સકે, લાભ હાનિ હિત ઘાત I
ક્યા હોવે રૂઠે જગત, કલમ હરિકે હાથ II
(39) તુલસી તલપ ન છોડિયે, નિશ્ચે લીજે નામ I
મનુષ્ય મજૂરી દેત હય, ક્યું રખેગો રામ II
(40)નહીં વિદ્યા નહીં બાહુબળ નહીં ખરચનકો દામ I
તુલસી મો સમ પતિતકી, તુમ પત રાખો રામ II
જેસી ધુણી અતિત કિ જબ ખોલો તબ આગ આ સાંખી મને જણાવશો 🙏 પુરી લખશો મને જણાવી છે