બે ભજન (1) આટલો સંદેશો–અંબારામ અને (2) પ્રભુનું નામ રસાયણ-હારિદાસજી

 

 આટલો સંદેશો

આટલો સંદેશો, મારા ગુરૂજી ને કે’જો રે.

એ…. સેવકના –હ્રદયમાં રે’ જો હો, જી

આટલો0

સેવાને સ્મરણ અમે કોના રે કરીએ

તેનો આદેશ અમને દેજો રે…હો. જી.

આટલો0

કાયાનું દેવળ અમને લાગે છે, કાચું રે,

એ…. તેની રે, ભલામણ અમને દેજો …હો. જી

આટલો0

કાયા પડશે ને હંસ ક્યાં જઈ સમાશે રે;

એ… તે ઘર બતલાવી અમને દેજો, હો, જી.

આટલો0

અમને ને તમને વા’લા, તમને ને અમને રે,

એ …જનમો-જનમ પ્રીતિ રે’ જો, હો, જી.

આટલો0

બ્રહ્મસ્વરૂપ મારી નજર્તુ6 માં આવે રે,

એ …દર્શન-દિદાર અમને દેજો, હો, જી.

આટલો0

બે કર જોડીને ‘અંબારામ’બોલ્યા રે,

એ … મુક્તિનો મારગ અમને કે’જો હો, જી.

આટલો0

–અંબારામ

——————————————————

પ્રભુનું નામ રસાયણ

પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ,

તો તેનું ફળ લેશ ન પામે, ભવ રોગો કદિ જાય નહિ.

પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ;

નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ.

જીવ સકલ આતમસુખ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ;

પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ.

દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ;

પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ.

હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ;

જે પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહિ.

કર્યું, કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ;

હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ.

જન સેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ;

ઊંચ-નીચનો ભેદ પ્રભુના, મારગડામાં થાય નહિ.

નામ રસાયણ સેવે સમજી. કષ્ટ થકી કદી કાય નહિ;

એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ.

પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ;

તો ‘હરિદાસ’તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ.

–હરિદાસજી

           ———————————-

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “બે ભજન (1) આટલો સંદેશો–અંબારામ અને (2) પ્રભુનું નામ રસાયણ-હારિદાસજી
  1. vimala કહે છે:

    1) સેવાને સ્મરણ અમે કોના રે કરીએ

    તેનો આદેશ અમને દેજો રે…હો. જી

    2)હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ;

    જે પ્રભુ કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહિ;

    ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા,ભક્તિ,સમર્પણ જગાડતા સુંદર ભજન.
    કવિ શ્રી કેશવ રચિત ભજનની પંક્તિઓ અને બંને ભજન યાદ આવે છે કે:
    ૧)દિનાનાથ દયાળ નટવર!હાથ મારો મૂકશો મા….
    ૨)મારી નાડ તમારે હાથે હરી સાંભળજો રે,…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,220 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: