બે ભાઈઓ

 

 

(29) બે ભાઈઓ

(પાના: 91 થી 93)

[તર્પણ ભાગ:2/આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન]

એક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માએ પોતાની ડાબી-જમણી આંખ સમજીને બેઉને ઉછેરેલા. માને એમ કે, મોટા થઈને બેઉ એકબીજાને પડખે ઊભારહેશે, એકમેકને હૂંફ આપશે. પણ ખરેખર એવું થયું ખરું? ચાલો, આપણે જોઈએ.

મોટો ભાઈ એટલે શહેર. એને તો ભઈ, વટ ભારે ! ઠાઠ-માઠથી રહેવાનું ને બધી સાહ્યબી ભોગવવાની. એને થતું, ‘જોયું? મારી અક્કલ ને હોશિયારીથી હું ક્યાંથી ક્યાં પહોંચ્યો? છે કોઈની તાકાત કે મારી સામે આંગળી ચીંધી શકે?ભલ-ભલાને ધૂળ ચાટતા કરી દઉં.’

નાનો ભાઈ એટલે ગામડું. બિચારો ભલો-ભોળો ને સીધોસાદો. ઝાઝી મહત્ત્વકાંક્ષા ન રાખે. જે મળે એમાં એ અને એનો પરિવાર ખુશ. એ હંમેશા વિચારતો, ‘આપણને જે મળે એમાં સુખ-સંતોષથી રહેવું. કહેવાયું છે ને કે,સંતોષી નર સદા સુખી.’ એને તો બસ, એ ભલો ને એનું કામ ભલું.

જેટલો ફરક મોટા અને નાના ભાઈ વચ્ચે, એનાથી વધુ બંનેની પત્નીઓ વચ્ચે. મોટાની પત્ની ભણેલી-ગણેલી. જાજરમાન અને ફેશનેબલ. એને પોતાની આવડતનું ખૂબ ગુમાન. કહેવત છે ને કે, ‘હું પહોળી ને શેરી સાંકડી.’બસ, મોટાની પત્નીનું કંઈક એવું જ. બધાને કહેતી ફરે,

‘મારા પતિનાં અડધાં ઉપર કામ તો હું જ પતાવી દઉં. ક્યા ખાતામાં જઈને ક્યું કામ કરવાનું એ બધી મને ખબર. આટલું ભણ્યાં-ગણ્યાં તે નકામું થોડું જવા દેવાય?’મોટાને પણ પોતાની પત્ની માટે અભિમાન હતું. એને પૂછીને જ એ પાણી પીતો.

નાનાની પત્ની સાવ અભણ એવું તો નહીં પણ ભણી હશે કદાચ દસ-બાર ધોરણ સુધી. સાદી, સુતરાઉ સાડી, તેલ નાખીને ઓળેલા ચપ્પટ વાળ અને કપાળે મોટો, લાલ ચટાક ચાંદલો. એનો હંમેશનો આ જ પરિવેશ. એનામાં સૂઝ-સમજ ઘણી પણ એ બધાને દેખાડવાનો જરાય શોખ નહીં. પોતાનાં કામ સિવાય કોઈ લપ્પન-છપ્પન નહીં, પોતાની પત્નીના ગુણો માટે નાનાને માન. ઘરનું કે બહારનું કંઈપણ અગત્યનું કામ હોય તો બેઉ સાથે મળીને નિર્ણય લેતાં.

ખેતરમાં જે કંઈ પાકે એ પોતાના કે પોતાનાં બાળકોનાં મોંમાં મૂકતાં પહેલાં નાનો કોઈ ને કોઈ સથવારા સાથે મોટાભાઈને ઘેર પહોંચતું કરતો. એ જો ભૂલ્યો હોય તો એની પત્ની યાદ કરાવ્યા વિના ન રહેતી,

‘મેં મેથિયાના અથાણાની બરણી ભરીને તૈયાર રાખી છે હં ! મોટાભાઈની બબલી ને મુન્નો તો આંગળા ચાટી ચાટીને મારું બનાવેલું અથાણું ખાતા હોય છે. ને હા, ગૌરી ગાયનાં દૂધમાંથી કાઢેલો ચોખ્ખા ઘીનો ડબ્બોપણ ભરી રાખ્યો છે. કોઈ એ તરફ જનારું હોય તો કહેજો.’

એક વખત આ જ રીતે નાનાભાઈએ કોઈકની સાથે પોતાના ખેતરમાં ઊગેલી કેરીઓ અને એની પત્નીએ જાતે ઘંટીએ દળેલો લોટ મોકલાવેલાં. બે-અઢી મહિના થવા આવ્યા પણ કંઈ સમાચાર ન આવ્યા એટલે એને થઈ ચિંતા. એ તો પોસ્ટ-ઑફિસમાં જઈને આંતર્દેશીય પત્ર લઈ આવ્યો અને પોતાના ગરબડિયા અક્ષરોમાં મંડ્યો પત્ર લખવા–

મારા મારા-પિતા જેવા વડીલ ભાઈ ને ભાભી, જે શી કરસન સાથે લખવાનું કે, બે કે તઈણ મઈના પેલ્લાં અહીંથી રમલો ત્યાં આવતો’તો એની હંગાથે તમારા બધાના હારુ આપડી વાડીની કેરી મોકલેલી. મારી ઘરવાળીએ કીધેલું કે કાલે જ પાંચ શેર અનાજ દળેલું છે તે તાજો લોટ પણ મોકલેલો. ઘરના દળેલા લોટના રોટલા છોકરાવને બઉ ભાવસે. પણ આ બધું મળી ગયાની પોંચ તમારા તરફથી આવી નથી તે જીવ ત્યાં લાગી ર્ યોછે.

મેં વિચાર કયરો છે કે આવતા રવિવારે હું જાતે જ આવીને કુશળ સમાચાર જાણી જાઉં. સવારની પેલ્લી બસમાં નીકળીને ત્યાં પોંચીશ.

–લિ. તમારા નાનકાના પાયલાગણ.

પત્ર વાંચીને મોટાની વહુનાં ભવાં ચઢી ગયાં. ‘આ બધી ચાલબાજી છે. તમે રહ્યા ભોળા તે કંઈ સમજો નહીં. ગઈ સાલ દિયરજી કહેતા’તા કે, છત પરથી ચોમાસામાં પાણી બહુ ચૂએ છે તે નળિયાં નખાવવાં છે પણ પૈસાનો વેંત થતો નથી. અહીં આવવા પાછળનું કારણ પૈસા માગવાનું જ છે—બીજું કંઈ નહીં.’

મોટાને થયું, પત્નીની વાત તો સો ટકા સાચી છે. હવે કરવું શું?બહુ વિચારીને એણે એક પોસ્ટકાર્ડ લખ્યો–

મારા વ્હાલા નાનકા અને આખો પરિવાર,

તારો પત્ર મળ્યો. નાનપણથી જ તું બહુ લાગણીશીલ છે. મારાથી જવાબ ન આપી શકાયો તેથી તને થયેલી ચિંતા હું સમજી શકું છું પણ હવે હું તને વધુ ફિકર કરાવવા માગતો નથી તેથી તું અહીં આવે એ પહેલાં હું જ તારી ભાભી અને બંને છોકરાઓને લઈને ત્યાં આવું છું.

આમ પણ તું અહીં આવે તો ખેતરની ને ઢોરઢાંખરની દેખભાળ કોણ કરે? વળી અહીં શહેરના અટપટા રસ્તામાં તું ક્યાંક ભૂલો પડી જાય ને તને ઘર ન મળે તો નક્કામી ઉપાધિ થાય.આમ વિચારીને અમે ત્યાં આવવાનું નક્કી કર્યું છે. છોકરાઓને તારી પાસે તળાવમાં તરતાં શીખવું છે. તારી ભાભી કહે છે કે, એને બીજું યો કંઈ કામ નથી પણ સાથોસાથ જો એ પણ આવી જાય તો માના ગુજરી ગયા પછી એની ચીજ-વસ્તુઓની વહેંચણી કરવાની રહી જ ગઈ છે તો દેરાણી-જેઠાણી બંને મળીને માનો કબાટ ખોલીને જોઈ લે ને જેને જે જોઈતું હોય એ લઈ લે તો સારું.

ખેતરમાં મરચાં થયાં હશે. સુમિત્રાને કહેજે કે, લીંબુ-મરચાંનું અથાણું બનાવી રાખે. આટલાં ગાય-ભેંસ છે તે ઘી તો ઘણું નીકળતું હશે, નહીં? વધારે નથી જોઈતું. પાંચેક કિલોનો ડબ્બો ભરાવી રાખજે. આતો શું છે, તારી ભાભી હમણાં બહુ નબળી પડી ગઈ છે. રોજ થોડું થોડું ઘી ખાય તો થોડી શક્તિ આવે. અમે બધા શનિવારે સાંજ સુધીમાં પહોંચી જઈશું.

લિ. મોટાભાઈના આશિષ

પત્ર વાંચીને નાનકો તો હરખાઈ ગયો. પોતાની પત્નીને વંચાવીને કહેવા લાગ્યો. ‘ખરેખર, આપણે કેટલા નસીબદાર છીએ નહીં સુમી? આપણા માથે આવા પ્રેમાળ ભાઈ-ભાભીનું છત્ર છે,નહીંતર આજના જમાનામાં કોન નાનાભાઈનું આટલું ધ્યાન રાખે?’એની પત્ની ધીમેથી માત્ર એટલું જ બોલી, ‘હાસ્તો.’

(રામકુમાર આત્રેયની હિંદી લઘુકથાને આધારે)

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “બે ભાઈઓ
  1. vimala કહે છે:

    ત્રણે ત્રણ વાર્તાઓ ઍવી હૃદય સ્પર્શી છે કે ઍના પ્રતિભાવરૂપે નિશબ્દ જ થઈ જવાય!!!!અદભૂત……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,406 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: