બોજ

(24) બોજ

(પાના: 76 થી 78)

તર્પણ ભાગ-2//આશા વીરેન્દ્ર//યજ્ઞ પ્રકાશન

માએ હમણાં થોડી વાર પહેલાં જ વિદાય લીધી. દીવાનખાનાની વચ્ચોવચ એના લગ્ન સમયનું ઘરચોળું પહેરીને લાંબી સોડ તાણીને મા સૂતી છે. એની એક તરફ બાપુ અને બીજી બાજુ હું બેઠાં છીએ. મને લાગે છે કે , માના જવાથી મારે માથેથી એક મોટો બોજો ઊતરી ગયો છે. તમને થશે, આ તે વળી કેવી દીકરી કે જે સગી માના મૃત્યુથી શાંતિ અનુભવે છે ? ને વળી માની જવા જેવી ઉંમર પણ ક્યાં હતી? હજી તો પંચાવન હમણાં પૂરાં કર્યા હતાં.

બાપુ પોતાની જગ્યાએથી ઊભા થયા. મારી પાસે આવી, મારે માથે હાથ ફેરવતાં એમણે કહ્યું, ‘રોજ રોજ ખોટું બોલવાની મથામણમાંથી હવે તું મુક્ત થઈ ગઈ. નહીં બેટા?

આ સાંભળીને મને રડવું આવી ગયું. મેં કહ્યું, હા બાપુ, જે માએ સત્યનું આચરણ કરવાના પાઠ ગળથૂથીમાંથી ભણાવ્યા એ મા સામે જૂઠું બોલતાં હું ખૂબ અપરાધભાવ અનુભવતી હતી.’

‘તારી વાત સાચી, પણ એ તને અને સારંગને સ્વામી રામદાસનાં વચન ટાંકીને એમ પણ કહેતીને કે, અન્યનું ભલું થતું હોય એવા સંજોગોમાં અસત્યનો આશરો લેવામાં પાપ નથી ! ’

‘હા બાપુ, પણ એની અંતિમ ઘડી સુધી એના મોંમાં સારંગનું નામ હતું. એની આંખો સારંગની રાહ જોઈ રહી હતી ને સચ્ચાઈ જાણતી હોવા છતાંમારે એક જ રટણ કર્યા કરવું પડતું હતું કે, સારંગ આવશે, જરૂર આવશે. આને વિશ્વાસઘાત જ કહેવાય ને બાપુ?’હું બાપુના ખોળામાં માથું મૂકી રડી પડી.

હું મોટી ને સારંગ મારાથી પાંચ-છ વર્ષ નાનો. અમારા બંને ભાઈ-બહેન માટે મા એટલે અમારો આદર્શ. જીવનમાં નાના-મોટાકોઈપણ નિર્ણય લેવાનો વારો આવે ત્યારે અમે સૌથી પહેલું એ વિચારતા કે, મા આ બાબતમાં શું કહે?

ડબલ ગ્રેજ્યુએટ થઈને મેં નોકરી કરવાની શરૂઆત કરી ત્યાં થોડા જ સમયમાં મારા લગ્ન નક્કી થયાં. સારંગ ભણવામાં ખૂબ તેજસ્વી. પહેલેથી એણે એંજિનિયર બનવાનું નક્કી કરેલું ને એટલા સારા માર્કસ મેળવીને એણે એન્જિનિયરીંગ ની ડિગ્રી પ્રાપ્ત કરી કે, મોટરના પાર્ટસ બનાવતી એક જાણીતી કંપનીએ સામે ચાલીને એને નોકરીએ રાખ્યો. મા-બાપુનું જનમભરનું સપનું સાકાર થયું હતું. જમી પરવારીને બંને હીંચકે ઝૂલતાં હોય ત્યારે એમની વાતોનો એક જ વિષય રહેતો, ‘દીકરી પરણીને ખાનદાન કુટુંબમાં ગઈ, દીકરો આટલું સારું કમાતો થઈ ગયો. આનાથી વધુ હવે શું જોઈએ?’

‘તમારે કશું ન જોઈતું હોય તો ભલે. મને તો ઘરમાં રુમઝુમ પગલે આવનારી વહુ જોઈએ. બસ, એક વખત સારંગ પરણી જાય એટલે નિરાંત.’

પ્રતિષ્ઠિત ઘરની સારી સારી છોકરીઓનાં માંગાં આવવા લાગ્યાં હતાં. હવે એકાદ કન્યા પસંદ કરીને સારંગ હા પાડે એની જ રાહ જોઈને અમે બધાં બેઠાં હતાં. એવામાં જ અત્યાર સુધી સમથળ ભૂમિ પર પૂરપાટ દોડી રહેલી અમારા પરિવારની ગાડીને એકાએક બ્રેક લાગી.

સારંગની ઑફિસમાં એના બે મિત્રો હતા—જીતુ અને સુધીર. જીતુ ગુજરાતી અને સુધીર પંજાબી. બંનેની નસોમાં વ્યાપારીનું લોહી. આ નોકરી-બોકરી કરવી એમને ફાવે નહીં. સારંગની હોશિયારીને કારણે બંને એને ભાગીદારીમાં ધંધો કરવા સમજાવ્યા કરે.

‘તારે એક પૈસાનું ય રોકાણ અંથી કરવાનું. અમને બસ, તારી આવડતનો ખપ છે.’ ‘એકવાર તું હા કહી દે યાર, પછી પૈસાની સગવડ તો ચપટીમાં કરી લેશું.’

આખી જિંદગી માને પૂછીને પાણી પીનારો એનો દીકરો કોઈક નબળી ક્ષણે ઘર આખાની નામરજી છતા6 નોકરી છોડી બેઠો. શરૂઆતમાં ત્રણેક વર્ષ ત્રણે જણાએ તનતોડ મહેનત કરી. સારંગ હિસાબ-કિતાબ જોતો અને પ્રોડક્શન સંભાળતો. જીતુના હાથમાં ખરીદી હતીઅને ગામેગામ ફરીને ઓર્ડરો લાવવાનું કામ સુધીરનું. જેમ જેમ ધંધો જામતો ગયો એમ જીતુ અને સુધીરની દાનત બગડતી ગઈ.

ગ્રાહકને મુરખ બનાવવા, હલકો માલ પધરાવી દેવો, પોતાના વિશ્વાસુ માણસોને નોકરીએ રાખવા. આ બધું સારંગને અંધારામાં રાખી થતું હતું. એક વખત એ બંને બહારગામ હતા ને ઈન્કમટેક્ષની રેડ પડી. બધા ભોપાળા બહાર આવ્યા. સારંગની ધરપકડ થઈ. પછી જામીન પાર છૂટ્યો તો ખરો. પણ આ વિશ્વાસઘાત એને માટે કારી ઘા હતો. ત્યારથી એ સૂનમૂન થઈ ગયો. બાપુએ તો મક્કમ થઈને આ મુસીબત જીરવી લીધી પણ મા અને સારંગ તે દિવસથી જાણે માટીનાં પૂતળાં બની ગયાં.

માને વિચિત્ર પ્રકારનો માથાનો દુ:ખાવો અને ઝીણો તાવ રહેવા લાગ્યો. એણે પથારી પકડી લીધી.સારંગને તપાસીને ડૉક્ટરે કહ્યું, ‘એના મનને જબરદસ્ત ધક્કો પહોંચ્યો છે. એને માનસિક રોગીઓ માટેની હૉસ્પિટલમાં દાખલ કરવો પડશે.’

હૉસ્પિટલની સારવારથી સારંગની માનસિક હાલતમાં કંઈ જોઈએ એવો સુધારો નહોતો. કોઈ કોઈ વખત તો બાપુને, મને કે એના જીજાજીનેય ન ઓળખતો. એને મળીને પાછાંફરીએ ત્યારે મા રાહ જોઈ જોઈને અધીરી થઈ ગઈ હોય, ‘કેમ છે મારા સારંગને?એને ક્યારે રજા આપશે? જો, હવે એ આવે એટલે વહેલી તકે એને લગ્ન માટે તૈયાર કરવાની જવાબદારી તારી હં !’

મારી આંખમાં ધસી આવતાં આંસુ હું જેમતેમ છુપાવતી. મારા જ લખેલા પત્ર હું સારંગના નામે માને વાંચી સંભળાવતી. પછી કહેતી,

‘હવે તો ઘણો સુધારો છે મા! તને બહુ યાદ કરતો હતો. કહેતો હતો, હવે જલદી ઘરે આવીને માના હાથની રસોઈ જમવી છે.’

તદ્દન કૃશ થઈ ગયેલી મા કહેતી,

‘બસ, એક વાર એ ઘરે આવી જાય પછી જોજોને, કેવી રૂપ રૂપના અંબાર જેવી વહુ લાવું છું તે ! પછી તો હું નિરાંતે પગ લાંબા કરીને બેસીશ.’આવાં દિવાસ્વપ્નો જોતાં જોતાં માએ હળવેથી આંખો મીંચી દીધી. હું માનું છું કે , ‘માતૃ ઈચ્છા બલિયસી’. માની મહેચ્છા કદાચ એક દિવસ પૂરી થાય પણ ખરી. પણ એ જોવા હવે મા ક્યાં?

એ તો ચાલી નીકળી છે મારે માથેથી બોજો ઉતારીને—મને હળવી કરીને.

(ડૉ,શુભદા કુલકર્ણીની મરાઠી વાર્તાને આધારે)

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: