થેન્ક યૂ પાપા

તર્પણ ભાગ-2/આશા વીરેન્દ્ર

 

થેન્ક યૂ પાપા

(પાના: 22 થી 24)

દીનુભાઈની ઉંમર તો હશે બાવન-પંચાવન વર્ષ પણ બેઉ પુત્રોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કરવા પડેલા આર્થિક સંજોગોના સામનાને કારણે જરા ઝૂકી ગયેલી કમર અને સફેદ થઈ ગયેલા વાળને કારણે હતા એના કરતાં મોટા લાગતા હતા. દિવાળીને દિવસે એમણે નવાં કફની-પાયજામો પહેરીને બહાર જવાની તૈયારી કરી કે તરત મોટો દીકરો પરાગ આવી પહોંચ્યો. એ બરેલીની કૉલેજમાં ઝૂઓલોજીનો પ્રોફેસર હતો અને તહેવારના દિવસોની ઉજવણી માટે ઘરે આવ્યો હતો. એણે પૂછ્યું, ‘પપ્પા, આ નવાં કપડાં પહેરીને આજે દિવાળીને દિવસે સવાર સવારમાં ક્યાં ઊપડ્યાં?’

‘આ જોને, તારી મમ્મીએ કેટલા દિવસ પહેલાથી દિવાળી માટે જોઈતી ચીજ-વસ્તુનું લીસ્ટ આપી રાખ્યું હતું. આજે જો લેવા નહીં જાઉં તો મારું આવી જ બનશે !’દીનુભાઈ બોલતાં બોલતાં જોરથી હસી પડ્યા.

‘બે બે દીકરા ઘરમાં બેસી રહે અને તમે ખરીદી કરવા જાવ? લાવો જોઉં પપ્પા, લીસ્ટ મને આપો. હું અને પલ્લવ સ્કૂટર પર જઈને બધું લઈ આવીએ. ’

સ્કૂટરની ચાવી લઈને ઘરમાંથી નીકળી રહેલા બંને દીકરાઓને દીનુભાઈ સંતોષથી જોઈ રહ્યા. ભલે પ્રભાને મોટી ઉંમરે સંતાનસુખ મળ્યું પન ઉપરવાળાએ આપ્યા ત્યારે એક પછી એક બે દીકરા આપીને આ દંપતીના હૈયાં અપાર સુખથી ભરી દીધાં. દીનુભાઈ જ્યારે ને ત્યારે પ્રભાને અને સગાં-સંબંધીઓને કહેતા રહેતા.

‘મોટો પરાગ આટલી મોટી કૉલેજમાં ઝૂઓલોજીનો પ્રોફેસર અને નાનો આઈ.આઈ.ટી.માંથી એન્જિનિયરીંગ કરે છે. પણ છે એક્કેમાં અભિમાનનો છાંટો? બંને કેવા સંસ્કારી અને વિવેકી ! દીકરાઓને જોઈ મારી તો છાતી ગજગજ ફૂલે છે. ’

દીનુભાઈ છોકરાઓનાંઆટલાં વખાણ કર્યા કરે એ પ્રભાને ન ગમતું. એ કહેતી, ‘સત્તરવાર તમને કહ્યું છે કે, તમને એમને માટે ગમે તેટલો ગર્વ થતો હોય પણ એ મનમાં રાખો. બોલ બોલ કરવાથી કોઈની નજર લાગી જશે તો આપણું સુખ નંદવાઈ જશે.’ પ્રભાની વાત સાચી લાગવાથી દીનુભાઈ અત્યારે ભલે કંઈ બોલ્યા નહીં પણ એમના મનમાં વિચાર તો આવ્યો જકે, મારી ને એની માની કેટલી કાળજી રાખે છે બેઉ દીકરાઓ !બસ, અમારો સંસાર આમ ને આમ સુખી ને સમૃદ્ધ રહે. જેવા સમજુ છોકરાઓ એવી જ ગુણિયલ વહુઓ રુમઝુમતાં પગલે ઘરમાં આવે એટલે ભયો ભયો. એમણે બૂમ પાડીને પત્નીને કહ્યું,

‘પ્રભા, આજે પરાગને ભાવતી ખીર અને પલ્લવ માટે વડાં બનાવ્યાં છેને ! બંને બજારમાંથી આવી જાય એટલે બધાં સાથે જમવા બેસીએ !’

દોઢ-બે કલાક થયા તોયે પરાગ ને પલ્લવ ન આવ્યા. જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ આગળ ખસતો હતો તેમ મા-બાપના દિલની ધડકન વધતી જતી હતી. મોબાઈલ પર રીંગ જ વાગતી હતી. આંટા-ફેરા મારતાં પ્રભા બબડતી હતી, ‘શું થયું હશે, ભગવાન જાણે ! આમ તો જોકે, આજે બધી દુકાનોમાં ભીડ હોય એટલે મોડું તો થાય જ પણ આપનું મન જ બળ્યું એવું કે, ખોટા વિચાર જ પહેલાં આવે.’એકાદ વાગ્યો હશે ત્યારે ફોન આવ્યો.

‘હું સિવિલ હૉસ્પિટલમાંથી બોલું છું. તમારા બંને દીકરાઓના સ્કૂટરને એક ગાડીએ અડફેટે લઈ લીધા ને એ લોકો ઘાયલ થયા છે. નાનાને તો ખાસ ઈજા નથી પણ મોટો… તમે જલદી આવો.’

બંને હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે માથે પાટો બંધાવીને ઊભેલા પલ્લવના છાતીફાટ રુદને બધું સમજાવી દીધું. કંઈ નાની-સૂની વાત નહોતી. દૂધોતર દીકરો ગુમાવ્યો હતો. વ્હાલસોયાં મા-બાપના કલ્પાંતથી હૉસ્પિટલની દીવાલો જાણે હચમચી ઊઠી. દીનુભાઈને થયું, ‘આજે દિવાળીના સપરમા દિવસે મને બહાર જતો રોકીને એણે મારું મોત જ પોતાના માથે લઈ લીધું. આના કરતાં હું જ ગયો હોત તો !’પણ હવે ‘જો’અને ‘તો’ નો કશો અર્થ રહેતો નહોતો. આવા વિકટ સંજોગોમાં ય જાણે પરાગે જ સુઝાડ્યું હોય એમ એમને થયું.

‘દૃષ્ટિહીન લોકો માટે એને અપાર લાગણી હતી. કોઈ અંધજનને જુએ ને એનું હૈયું દ્રવી ઊથતું. એણે ચક્ષુદાનનું ફાર્મ પણ ભરેલું. એ તો ગયો પણ એનાં નેત્રોનું દાન તો કરવું જ જોઈએ.

મોર્ગમાં હારબંધ ગોઠવેલી લાશોમાંથી પરાગને માત્ર નંબરથી જ ઓળખી શકાય એમ હતું. મનમાં ઊઠતા વાવાઝોડાને મહામુસીબતે દબાવી નંબર 26 આગળ જઈને દીનુભાઈ ઊભા રહ્યા. કર્મચારીએ કહ્યું, ‘લાશ સીલ કરી દેવામાં આવી છે. હવે આજે તો દિવાળી છે એટલે કશું નહીં થાય. કાલે પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.’

દીનુભાઈએ સંનિષ્ઠ સમાજસેવક અને આંખના ડૉક્ટર એવા ડૉ.ગુપ્તાને ફોન કર્યો. ‘આ સાંભળીને મને ઘણું દુ:ખ થયું છે દીનુભાઈ, હોળી હોય કે દિવાળી—મારે માટે માનવધર્મથી વધુ કશું જ નથી. હું બધો સહકાર આપવા તૈયાર છું પણ તમારે ગમે તેમ કરીને લાશનું સીલ ખોલાવવું પડે. વધુમાં વધુ છકલાકમાં ચક્ષુ કાઢી લઈએ તો જ કામ લાગે.’ગુપ્તાએ કહ્યું.

હવે કરવું શું? દુ:ખ અને અણધારી આફતથી તૂટી પડવાની તૈયારીમાં હતા ત્યાં એમને પરાગનો અવાજ સંભળાયો. ‘પપ્પા, જલદી કરો પ્લીઝ, મારી આ ઈચ્છા તમારે પૂરી કરવાની જ છે,’એમણે મક્કમ સ્વરે કહ્યું, ‘ચિંતા ન કરીશ બેટા, ગમે તેમ કરીને હું આ કામ કરીશ જ.’

દિવાળીનો દિવસ હોવાથી સી.એમ.ઓ.એ કશું પણ ન કરી શકવાની લાચારી બતાવી. દીનુભાઈ કમિશ્નર પાસે પહોંચ્યા,

‘સાહેબ, એક બાપ પોતાના દીકરાની લાશની ભીખ માંગે છે. વધુ બે કલાક થઈ જશે તો એની ચક્ષુદાનની ઈચ્છા અધૂરી રહી જશે. સાહેબ કોઈ પણ રીતે..’

કમિશ્નર સાહેબ પણ આખરે બે સંતાનોના પિતા હતા. એમણે કહ્યું, ‘તમે મોર્ગમાં પહોંચો. હું બધો બંદોબસ્ત કરાવું છું.’દીનુભાઈએ ડૉ.ગુપ્તાને ફોન કરીને જાણ કરી. હજીપરાગનો દેહ છૂટ્યાને ચારેક કલાક થયા હતા ત્યા6 ગુપ્તાએ કંપાઉન્ડરના હાથમાં એની આંખોની ડબ્બી મૂકી અને એ ચક્ષુબેંકમાં પહોંચાડવાની સૂચના આપી. દીનુભાઈ કશું બોલી ન શક્યા એમણે માત્ર ગુપ્તા સામે હાથ જોડ્યા. બધાં ઘરોમાં દિવાળીના દીવડા પ્રગટવા શરૂ થયા ત્યારે દીનુભાઈએ પોતાના જયેષ્ઠ પુત્રની ચિતા પ્રગટાવી. આકાશ ભણી નજર ગઈ તો એમને પરાગનો હસતો ચહેરો દેખાયો. એ જાણે કહી રહ્યો હતો—‘થેન્ક્યૂ પપ્પા.’

(દીપક શર્માની હિંદી વાર્તાને આધારે)

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,404 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: