મસ્તીકી પાઠશાલા

મસ્તીકી પાઠશાલા

[વાર્તા નં: 37/તર્પણ-2/આશા વીરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન]

(પાના: 115થી 117)

રક્ષા અને મીતા બંને બાળપણની સખીઓ. લગ્ન થયા પછી પણ નજીક નજીક રહેતી પણ મળવાનું બહુ ઓછું બનતું. ઘર, વડીલો, પતિ, બાળકો—બધાંની સંભાળ રાખવામાં શરૂઆતનાં 17-18 વર્ષો વીતી ગયાં. એક દિવસ અચાનક બંને બહેનપણીઓ બજારમાં મળી ગઈ ત્યારે કંઈ કેટલીય વાતો નીકળી.

‘તું શું કરે છે? કોઈ ખાસ પ્રવૃત્તિ?’

‘ના રે ના, કંઈ નહીં. ઘરસંસારની જંજાળમાં હમણાં સુધી કંઈ કર્યું નહીં અને હવે જ્યારે સમય જ સમય છે ત્યારે શું કરવું કંઈ સમજ પડતી નથી. એટલો ખાલીપો લાગે છે કે…’મીતાએ કહ્યું.

‘મારું પણ એવું જ છે પણ હમણાં હમણાં મને એવો વિચાર વારંવાર આવે છે કે, આમને આમ કૂવામાં દેડકાની જેમ જિંદગી પૂરી થઈ જશે અને આપણે કોઈને માટે કશું કરી ન શક્યાં.’

‘એમ ! તો હજી ક્યાં મોડું થઈ ગયું છે? ચાલ, આપણે બંને મળીને આપણને કંઈક કર્યાનો સંતોષ થાય અને સમાજને ઉપયોગી થાય એવું કશુંક કામ કરીએ.’

બંને બહેનપણીઓએ આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોને ભેગાં કરીને એમને સ્વચ્છ રહેતાં શીખવવાનું, રમત રમાડવાનું, થોડું થોડું અંગ્રેજી ભણાવવાનું એવાં કામ શરૂ કર્યાં. સાવ નાના પાયાથી શરૂ થયેલાં કામોનો ધીમે ધીમે વિસ્તાર થતો ગયો. પહેલાં બે-પાંચ બાળકો માંડ આવતાં એને બદલે હવે 40-50 પર આંકડો પહોંચી જતો.

‘મીતા, અમારા મિત્ર નરેન્દ્રભાઈનાં લગ્નને 5 વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે એમણે આપણાં બાળકો માટે વાપરવા 5000 રૂપિયા આપ્યા છે.’

‘અરે વાહ ! મારી પાસે પણ થોડા થોડા કરીને પાંચ-છ હજાર ભેગા થયા છે. મારે પણ એ પૈસા બાળકો માટે જ વાપરવા છે. શું કરીએ તો બાળકોને મજા પડે?’ ‘મેં સાંભળ્યું છે કે, આ રીતે કોઈ ગ્રુપને લઈ જતું હોય તો ડેરીવાળા પોતાની બસ લેવા-મૂકવા મોકલે છે. બાળકોને ત્યાં દૂધ પણ પીવા મળશે.’

‘એ તો ઘણું સારું કહેવાય. બસનો ખર્ચ બચી જાય તો આપણે એમને માટે જમવાનું બનાવડાવી લઈએ અને રસ્તામાં એમને આઈસ્ક્રીમ પણ ખવડાવી શકીશું.’

‘હા, આઈસ્ક્રીમ તો જરૂર ખવડાવવો છે. એક દિવસ એમને પૂછ્યું હતું એટલે મને ખબર છે કે, મોટાભાગનાં બાળકોએ આજ સુધી આઈસ્ક્રીમ ચાખ્યો પણ નથી.’

મીતાએ નિ:સાસો નાખતાં કહ્યું, ‘સમાજનાં બે વર્ગો વચ્ચે કેટલી મોટી ખાઈ છે, નહીં રક્ષા? આપણાં બાળકોને મેવા-મીઠાઈ મળે છે તો યે એ લોકો આ ભાવે છે ને આ નથી ભાવતું એવા નખરા કરે અને આ લોકો એટલા અભાવો વચ્ચે જીવે છે કે બે ટંક પેટ ભરીને ખાવા ય નથી મળતું.’

‘ચાલ, આટલી સીરિયસ ન થઈ જા. જે થોડું ઘણું શક્ય છે એ કરવાનો પ્રયત્ન કરીએ છી એ વાતનો સંતોષ માનવાનો. બરાબરને?’પછી તો ચાલીસેક નાનાં-મોટાં બાળકોને ફરવા લઈ જવાની તૈયારી ચાલી. જે બાળકો આ ગ્રુપમાં નહોતાં આવતાં એ પણ પીકનીકનું નામ સાંભળીને તૈયાર થઈ ગયાં. ‘દીદી, અમને લઈ જશો? અમારે પણ આવવું છે.’

કોઈને ના કહેવાનો જીવ ન ચાલ્યો એટલે આંકડો પહોંચ્યો પચાસે. મીતાના પતિ રાકેશે કહ્યું, ‘આ તમે બહુ સારો વિચાર કર્યો છે. માટે હવે કોઈ વાતની કચાશ ન રાખશો ને ખર્ચા સામે તો જરાય નહીં જોતાં.’

તો વળી રક્ષાના પતિએ એને કહ્યું, ‘મને લાગે છે કે, આ બાળકોની સાથે તમારે આપણાં અને મીતાનાં છોકરાઓને પણ લઈ જવાં જોઈએ. એ લોકો ય બધું જુએ તો એમને ખ્યાલ આવે કે, આપણા પર પ્રભુની કેટલી કૃપા છે!’

‘આપણાં છોકરાંઓ, ને વળી આ બાળકો સાથે આવે? રામ, રામ ભજો ! સૌથી પહેલાં તમારી લાડકી રીંકી જ નાકનું ટીચકું ચઢાવશે.’

પણ શી ખબર કેમ, રક્ષાનાં બે અને મીતાનો એક એમ ત્રણે છોકરાંઓ પણ પીકનીકમાં જોડાવા તૈયાર થઈ ગયાં. વળી મીતાના ઘરે પરદેશથી આવેલા મહેમાનનો દીકરો જય કહે, ‘હું પણ આવવાનો !’ બસમાં બેઠા ત્યારથી જય પાસેના સસલાના સોફ્ટ ટૉય તરફ બાજુમાં બેઠેલો સંદીપ એકીટસે જોયા કરતો હતો. જયે સસલું એના ખોળામાં મૂકી દીધું અને કહ્યું, ‘લે, આ તું રાખ, બસ ?’

સંદીપ તો ખુશખુશાલ. સસલાને પંપાળે, બચીઓ ભરે અને ખાવાનું ખવડાવવાનોય પ્રયત્ન કરે.ધીમે રહીને વિરલ એની પાસે આવીને બેસી ગયો અને એણે ધીમેકથી સંદીપને પૂછ્યું, ‘મને થોડી વાર આ સસલું આપે છે? રમીને પાછું આપી દઈશ.’સંદીપે જરાય આનાકાની વિના એને સસલું આપી દીધું અને કહ્યું, ‘સારું, લે રમ.’પછી તો સાંજ સુધી સસલું વિરલ પાસે જ રહ્યું. સંદીપ બીજી રમત રમતાં રમતાં એની પર નજર નાખી લેતો, એટલુંજ. પાછાં ફરવા માટે બધાં બસમાં ગોઠવાવા લાગ્યાં. રક્ષા અને મીતા બંનેને થયું કે, ‘ખલાસ ! સસલાભાઈના કબજા માટે બંને વચ્ચે નક્કી ઝગડો થવાનો! ’પણ વિરલે આવીને સસલું સંદીપના હાથમાં મૂકી દીધું અને ‘થેન્ક-યૂ’ કહ્યું. જો કે, હજી પણ એની નજર પોતાના પ્રિય રમકડા પરથી ખસતી નહોતી અને એની આંખોમાં પોતાની પ્યારી ચીજથી છૂટા પડવાની ઉદાસી પણ ડોકાતી હતી. સંદીપે વિરલને માથે પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું, ‘તને આ સસલું બહુ ગમે છે ને, તો તું રાખી લે !આમ પણ તું મારા કરતાં નાનો છે ને એટલે તારો હક પહેલો કહેવાય.ફરી એક વાર સંદીપને થેન્ક-યૂ કહેતી વખતે વિરલની આંખોમાં હરખનાં આંસુ હતાં.

ઘરે પહોંચ્યા પછી પપ્પાને આજની આખા દિવસની વાતો કરતાં રીંકીએ ખાસ યાદ રાખીને સંદીપ અને વિરલની વાત કરી અને કહ્યું, ‘પપ્પા, સારું થયું. હું આ બધાં સાથે આજે પીકનીક પર ગઈ તો મને સમજાયું કે, પોતાની પાસે થોડું-ઘણું જે કંઈ છે એમાં આ લોકો કેટલાં ખુશ છે ! આજે મને જિંદગીનો સૌથી ઉપયોગી પાઠ શીખવા મળ્યો કે, સાચો આનંદ મારું મારું કરીને બધું આપણી પાસે રાખી મૂકવામાં નહીં પણ બીજાને આપવામાં છે.’

રક્ષાને સ્નેહથી ભેટતાં એણે કહ્યું, ‘થેન્ક મમ્મી! આજે હું તમારી સાથે ન આવ્યો હોત તો ઘેર બેઠાં મને શી રીતે ખબર પડત કે મારી મમ્મી આટલું સુંદર કાર્ય કરી રહી છે !’ જરાક વિચાર કરતાં વળી પાછું કંઈક યાદ આવતાં એણે મમ્મીને કહ્યું, ‘મમ્મી !તમારા આ ગ્રુપ માટે તમારે નામ જોઈતું હતું ને? હું સજેસ્ટ કરું? ‘મસ્તી કી પાઠશાલા’

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “મસ્તીકી પાઠશાલા
  1. vimala કહે છે:

    બાળકો ઉપદેશથી નહી પણ ઉદાહરણ(જોઈને) શીખે છે ઍ સમજાવતી સુંદર વાર્તા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: