જીવતરનો નિચોડ(R.Y.P.)

 

જીવતરનો નિચોડ

તર્પન/આશા વિરેન્દ્ર/યજ્ઞ પ્રકાશન

(પાના: 27-28)

ડૉ.પ્રકાશસિંહ સૌના દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ—દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર.

ડૉક્ટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. પૌત્ર આકાશ અને એની પત્ની રુચિ, બેઉ ડૉક્ટરસાહેબ માટે જાણે ડાબી-જમણી આંખ. તેથી જ દાદાજી માટે કંઈક અનોખી ભેટ લાવવાની જવાબદારી એ બંનેને સોંપાઈ હતી.

“ના, ના, શર્ટ-પેન્ટ નથી લેવાં. એ તો સાવ ઓર્ડિનરી લાગે. દાદાજી માટે કંઈક ‘યુનિક’ગીફ્ટ લેવી જોઈએ.”રુચિએ કહ્યું.

“ શાલ, શર્ટ-પેન્ટ બધી વસ્તુની ના પાડે છે તો લઈશું શું?” આકાશ અકળાતો હતો. અચાનક રુચિની નજર સામેની ગીફ્ટશૉપ તરફ ગઈ. દરેક ચીજ આકર્ષક રીતે સજાવીને મૂકેલી હતી. દુકાનદાર પણ હસમુખો અને ગ્રાહકની વાત તરત સમજી લે એવો હતો. એણે એક એકથી ચઢિયાતી પેન બરાવવા માંડી. રુચિએ જોયુ6 કે કઈ પેનથી વધુ સારું લખાય છે એ જોવા માટે રફ પેપર પર લખતી વખતે આકાશ.R.Y.P.એમ ત્રણ અક્ષરો જ દર વખતે લખતો હતો. અંતે બંનેએ એક ‘ક્રોસ’ની પેન અને એક સુંદર કોતરણીવાળી ફ્રેમ પસંદ કર્યાં.

“ જુઓ સાહેબ, ફ્રેમમાં તમે કોઈનો ફોટો કે કશુંક લખાણ મૂકવા માગતા હો તો કહો. બે દિવસમાં તૈયાર કરી આપીશ.” રુચિનું સૂચન હતું—“ દાદાજીનો ફોટો મુકાવીને નીચે ‘75’ નો આંકડો લખાવીએ.”

“હા, પણ ફ્રેમમાં સૌથી ઉપર R.Y.P. અક્ષરો સોનેરી રંગમાં લખજો. અને હા, આ પેન પર પણ R.Y.P. લખી શકાયને?”આકાશે દુકાનદારને પૂછ્યું. “હા, હા, ચોક્કસ લખી શકાય સર ! બંને વસ્તુ બે દિવસ પછી આપું તો ચાલશે?રસ્તામાં રુચિએ પૂછ્યું, “આકાશ, આ R.Y.P. અક્ષરોનો અર્થ શુ6 છે? ”આકાશે માથું ખંજવાળતાં કહ્યું, “રુચિ, સાચું કહું તો એની પાછળનું રહસ્ય મને પણ ખબર નથી. દાદાજીએ એમના બધાં પુસ્તકોના પહેલા પાને R.Y.P. લખ્યું છે. પપ્પા પણ કહેતા હતા કે, આ અક્ષરો પાછળનો ભેદ શું છે એ દાદાજીએ હજી સુધી કોઈને કહ્યું નથી. ”

ડૉક્ટરસાહેબની વર્ષગાંઠની પાર્ટી બરાબર જામી હતી. આવનારા મહેમાનો ડૉક્ટરને મુબારકબાદી આપવામાં અને એકમેકને મળવામાં અને વાતો કરવામાં મશગૂલ હતા ત્યારે મોકો જોઈને રુચિએ ધડાકો કર્યો, “હવે દાદાજી આપણને એમના જીવન વિષે, એમના અનુભવો વિષે થોડી પ્રેરણાદાયી વાતો તો કરશે જ પણ સાથે સાથે R.Y.P.અક્ષરો સાથે એમનો શું સંબંધ છે એની વાત પણ કરશે.”

પ્રકાશસિંહના પ્રભાવશાળી ચહેરા પર ભરપૂર અને અર્થસભર જિંદહી જીવ્યાનો સંતોષ છલકાતો હતો. કંઈક સંકોચ સાથે એમણે શરૂઆત કરી: “આજે જિંદગીમાં હું જે મુકામ પર પહોંચ્યોછું એનું મોટા ભાગનું શ્રેય આ R.Y.P. અક્ષરોને આપી શકું. જોકે, આ વિષે કાંઈ કહેતાં પહેલાં મારે 1948ની સાલના યાતનાભર્યા અને લોહિયાળ દિવસોમાંથી પસાર થવું પડશે.—જ્યારે ચારે બાજુ મારો, કાપો અને આ હિંદુ, આ મુસ્લિમ એવા આગ ઝરતા શબ્દો સંભળાતા હતા.”

“ભાગલાના એ કપરા સમયમાં પાકિસ્તાનના પંજાબમાં ઘર-બાર, માલ-મિલકત સઘળું ય છોડીને અમારો પરિવાર ચાલી નીકળ્યો હતો. ભાગીને હિંદુસ્તાન આવ્યા પછી નિરાશ્રિતોની છાવણીમાં કાઢેલા દિવસો ખૂબ કપરા હતા પણ ફક્ત ને ફક્ત મારા પિતાજીની હિંમત અને ધીરજને સહારે જ અમે ટકી ગયા. આ પ્રસંગે હું એમને યાદ કરીને નમન કરું છું. ” દાદાજીનું ગળું રુંધાઈ ગયું. રુચિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી.

“જેમતેમ કરતાં અમે નવા વાતાવરણમાં ગોઠવાયા તો ખરા પણ હું બરાબર સમજતોહતો કે, પિતાજી પર અસહ્ય બોજો આવી પડ્યો છે. ત્રણ ત્રણ સંતાનોને ભણાવવાં –ગણાવવાં અને હંમેશા બીમાર રહેતી પત્નીની કાળજી રાખવી એ તો ખરું જ, ઉપરાંત તદ્દન અજાણી જગ્યામાં નવેસરથી જિંદગી શરૂ કરવી. તો ય હંમેશા હસતાં હસતાં માને કહેતા, આજે ભલે મુસીબત વેઠવી પડે પણ કાલે આપણા છોકરાઓ હીરાની માફક ઝળકી ઊઠશે.

“મને અમૃતસરની મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મેં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરવા માંડી. મિત્રો હોટેલમાં જમવા કે આઈસ્ક્રીમ ખાવા બહાર જતા હોય કે સિનેમાની મજા માણવાના હોય, હું સતત મારા મનને સમજાવતો કે, તને આ બધું ન પોષાય—‘રીમેમ્બર, યુઆર પુઅર’—‘R.Y.P. ” મેસનું બેસ્વાદ ભોજન ખાઈ ખઈને કંટાળેલા અને થાકેલા મનને હું કાગળ પર R.Y.P. લખી લખીને સમજાવતો. હું વિચારતો કે, પિતાના અથાક પરિશ્રમથી કમાયેલી એક પાઈ પણ વ્યર્થ ખર્ચવાનો મને અધિકાર નથી. એવા સંજોગોમાં મનને સમજાવવાનું અઘરું જરૂર હતું પણ અશક્ય તો નહોતું જ.”

સૌ આમંત્રિતો પ્રશંસાભરી નજરે પ્રકાશસિંહ સામે જોઈ રહ્યા હતા અને એમનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

“ડૉક્ટર થયા પછી ભલે મેં મારી પોતાની હૉસ્પિટલ બનાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. પન પેલા R.Y.P. ને હું એક દિવસ માટે પણ ભૂલ્યો નહીં. એ અક્ષરોએ જ મને નમ્ર, દયાળુ અને સંવેદનશીલ બનાવ્યો અને મારા સાથીઓ અને દર્દીઓએ આ અક્ષરોને કારણે જ મને અઢળક પ્રેમ આપ્યો. એમણે જ હંમેશા મને મારા મૂળ સાથે જોડેલો રાખ્યો છે. હું તો માનું છું કે આ અક્ષરો જાણે મારા જીવતરનો નિચોડ છે.”

પ્રકાશસિંહે પોતાની વાત પૂરી કરી ત્યારે ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયાં હતાં. આકાશ અને રુચીએ દાદાજીને પગે લાગીને એમના હાથમાં પેન અને ફોટોફ્રેમ મૂક્યાં ત્યારે ડૉક્ટર સાહેબભાવવિભોર થઈ ગયા. એમની આંગળીઓ મમતાપૂર્વક R.Y.P.એક એક કરીને સ્પર્શી રહી.

(રણજિતસિંહ સહેગલની અંગ્રેજી વાર્તાને આધારે)

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “જીવતરનો નિચોડ(R.Y.P.)
 1. Gujaratilexicon કહે છે:

  આદરણીય શ્રી,
  જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
  ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
  વિગતો :
  તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
  સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
  સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
  આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

  નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

 2. vimala કહે છે:

  “જીવતરનો નિચોડ” R.Y.P.
  ભાવવિભોર કરી દેતી કથા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
 • 303,972 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: