ઘીનો દીવો તથા પાઠ પાકો નથી થયો

 

ઘીનો દીવો //લલ્લુભાઈ મ. પટેલ

[મિલાપની વાચનયાત્રા:1955,સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/ પાનું: 16]

 

સેવાગ્રામમાં તે દિવસે સાંજે નિત્યસાયંપ્રાર્થના પછી ગાંધીજી ખાસ પ્રવચન કરનાર હતા. અને ગાંધીજયંતિનો દિવસ હોવાથી આસપાસનાં ગામડાંનાં લોકો પણ પ્રાર્થનામાં હાજર હતા. ગાંધીજીને માટે એક ખાસ ઊંચી બેઠક બનાવવામાં આવી હતી. બેઠકની આસપાસ કોઈ શણગાર કે સજાવટ ન હતાં; પણ સફેદ ખાદીની ગાદી અને તકિયાથી તે સુશોભિત હતી. તેની સામે થોડે દૂર દીવડીમાં એક ઘીનો દીવો બળી રહ્યો હતો.

પ્રાર્થના માટે ગાંધીજી આવી પહોંચ્યા. તેમનું ધ્યાન પેલી દીવડીમાં બળી રહેલી દિવેટ તરફ ગયું. તેમણે આંખો બંધ કરી, અને પ્રાર્થના શરૂ થઈ.

પ્રાર્થના પછી કંઈ બોલતાં પહેલાં તેમણે પ્રશ્ન કર્યો: “આ દીવડી કોણ લાવ્યું? ”

બા : “એ હું લાવી છું.”

ગાંધીજી : “એ ક્યાંથી મંગાવી?”

બા : “ગામમાંથી.”

ક્ષણભર ગાંધીજી બા તરફ જોઈ રહ્યા. દીવો કરી પોતાના પતિની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરવી એ હિન્દુ પત્નીનો પરમ ધર્મ છે, એમ માની બાએ ખાસ દીવડી મંગાવી દીવો કર્યો હતો. પણ ગાંધીજીએ આ પ્રશ્ન કેમ પૂછ્યો તે બાને પણ સમજાયું નહીં.

પછી ગાંધીજી બોલ્યા: “આજે કંઈ સૌથી ખરાબ થયું હોય તો તે એ કે બાએ દીવડી મંગાવી ઘીનો દીવો કર્યો. આજે મારો જન્મદિવસ છે તેથી દીવો કરવામાં આવ્યો છે? મારી આસપાસના ગામડામાં રહેનાર લોકોનું જીવન હું રોજ જોઉં છું. તેમને બિચારાને ભાખરી પર ચોપડવાને પૂરતું તેલ પણ મળતું નથી, ”

————————————————————————————————-

 

             પાઠ પાકો નથી થયો//મનુભાઈ પંચોળી

             [મિલાપની વાચનયાત્રા:1955/પાનું: 86]

      શાળાનો પહેલો દિવસ હતો; આચાર્ય નવા હતા: વિદ્યાર્થીઓ પણ નવા.

આચાર્યે લખાવ્યું: સત્યં વદામિ, ને કહ્યું : બોલો, “હું સત્ય બોલું છું. ”બધાં વાંચવા માંડ્યા :

“હું સત્ય બોલું છું. સત્યં વદામિ.”

આચાર્યે કહ્યું: “કાલે પાઠ પાકો કરી લાવજો.”

આચાર્ય હતા દ્રોણ: વિદ્યાર્થીઓ હતા કૌરવ-પાંડવો.

બીજા દિવસે દ્રોણાચાર્યે પૂછ્યું: “પાઠ કરી લાવ્યા છો?” બધા કહે “હા.” આચાર્યે લખ્યું: “સત્યં વદામિ” અને કહ્યું: “વાંચો જોઈએ.”બધા એક પછી એક વાંચવા લાગ્યા: “સત્યં વદામિ:હું સત્ય બોલું છું. ” અર્જુને વાંચ્યું, દુર્યોધને વાંચ્યું, દુ:શાસને વાંચ્યું; વર્ગમાં ધ્યાન ન આપનાર ભીમ પણ કડકડાટ વાંચી ગયો ! યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરે હાથ જોડીને ગુરુને પ્રણામ કરી કહ્યું: “ગુરુજી મને હજુ પાઠ નથી આવડ્યો.”

દ્રોણાચાર્યે કહ્યું: “ભલે, કાલે પાકો કરી લાવજો.”

બીજા દિવસે પૂછ્યું: “કેમ, પાઠ પાકો કરી લાવ્યા છો ને?”

વળી યુધિષ્ઠિરે કહ્યું: “હજુ પાકો થયો નથી.”

આચાર્યે વળી એક દિવસ વધારે આપ્યો. પણ યુધિષ્ઠિર તે દિવસે પણ પાઠ પાકો ન કરી શક્યા. ચાર-પાંચ દિવસ ગયા, એટલે દ્રોણાચાર્યે એક દિવસ કહ્યું: “આમાં તે શું પાકું કરવાનું હતું, કે હજુ પાઠ નથી આવડ્યો? આ જડબુદ્ધિ દુ:શાસન પણ હમણાં વાંચી ગયો કે ‘સત્યં વદામિ,’ ને તને હજુ ન આવડ્યું? કાલે પાકો કરી લાવજે ! ”

વર્ગમાં બધાને થયું કે યુધિષ્ઠિરને આટલું ય ન આવડે તો તે ઠપકાને લાયક જ હતા.

બીજે દિવસે દ્રોણાચાર્યે ફરી પૂછ્યું ત્યારે પણ યુધિષ્ઠિરનો જવાબ તો એ જ હતો: “હજુ પાઠ પાકો નથી થયો.”

“સાવ પોઠિયા જેવો લાગે છે ! આમાં તે શું આવડવાનું હતું! ”દ્રોણાચાર્યે સહેજ ખિજાઈને કહ્યું, વર્ગ હસી પડ્યો.

યુધિષ્ઠિર અચકાતાં અચકાતાં બોલ્યા: “ગુરુજી, આપ પાઠ પાકો કરી લાવવાનું કહો છો, ને હું ય ઘણી કોશિશ કરું છું; પણ હજુ યે મારાથી કોઈ વાર ખોટું બોલાઈ જવાય છે ત્યાં સુધી કેમ કરીને કહું કે ‘હું સત્ય બોલું છું’એ પાઠ પાકો થઈ ગયો છે? ”

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
3 comments on “ઘીનો દીવો તથા પાઠ પાકો નથી થયો
  1. pragnaju કહે છે:

    બન્ને પ્રેરણાદાયી સુંદર વાત

  2. પ્રેરણાદાયી પ્રસંગો ! ખુબ સરસ.

  3. Dilip Gajjar કહે છે:

    ઘીનો દીવો ……સ્પર્શી જાય તેવી વાત ગાંધીજીએ કરી ….
    ખુબ ગમ્યું વાંચન લખતા રહેજો પીરસતા રહેજો ગોપાલભાઈ તમારી યુયુત્સુવૃત્તી પણ ગજાબ છે મારા બ્લોગ આંગણે પધારજો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,651 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: