આવા હતા બાપુ! // રતિલાલ ‘અનિલ’

9331mahatma-gandhi-posters

આવા હતા બાપુ! // રતિલાલ ‘અનિલ’

( મિલાપની વાચનયાત્રા : 1957   પાના નંબર : 73 થી 74 )

બાપુ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા ત્યારે કામકાજ માટેનું કાર્યાલય એક મિત્રના મકાનમાં રાખવામાં આવેલું. બાપુ બપોરે કાર્યાલયમાં જ બ્જોજન કરતા.

ઈંગ્લેંડ જતાં બાપુ મિસર આગળથી પસાર થયા ત્યારે ત્યાંના લોકોએ એમને મધ ભેટ આપ્યું હતું. એમાંથી જમતી વખતે બાપુ થોડું મધ લેતા. બાપુના ભોજનની વ્યવસ્થા મીરાબેન કરતાં. એક દિવસ મીરાબેન ઉતારેથી મધ લાવવાનું ભૂલી ગયાં. જમવાનો વખત થયો ત્યારે એમને યાદ આવ્યું કે આજે મધ લાવવાનું રહી ગયું છે, એટલે તેમણે બજારમાંથી ચાર આનાની મધની શીશી મગાવીને ભાણામાં મૂકી.

બાપુ જમવા બેઠા. શીશી પર નજર પડતાં જ એમણે પૂછ્યું : “આ શીશી ક્યાંથી?”

મીરાબેને ખુલાસો કર્યો.

એ સાંભળી બાપુએ ઠપકો આપતાં કહ્યું : “લોકોએ આપેલા પૈસાની આ બરબાદી શા માટે? એક દિવસ મધ ન હોત તો હું ભૂખ્યો રહી જાત…?”

બાપુની સામે ત્યારે હિન્દુસ્તાનના ગંભીર પ્રશ્ર્નો પડેલા હતા, પરંતુ એમણે તો એ સહુને એક કોરે મૂકીને ચાર આનાના મધની ઉડાઉગીરી વિશે ક્યાંય સુધી કહ્યા કર્યું.

*

કોચરબ આશ્રમમાં ફૂલચંદભાઈ બાપુના મંત્રી હતા. આશ્રમ અને ઘરની ચીજ-વસ્તુ લાવવાનું કામ પણ તેઓ જ કરતા.

એક વાર બાએ ફૂલચંદભાઈ પાસે બીજી વસ્તુઓ ભેગો એક અરીસો પણ મગાવ્યો. સામાન્ય રીતે બજારમાંથી લાવવાની ચીજ-વસ્તુની યાદી ફૂલચંદભાઈ તૈયાર કરતા. બાપુ તે યાદી તપાસી જતા અને કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો તે સૂચવતા. યાદીમાં અરીસો પણ નોંધેલો જોયો એટલે બાપુએ ફૂલચંદભાઈને પૂછ્યું : “આભલું કેવું લાવશો?”

હાથ પહોળો કરી ફૂલચંદભાઈએ કહ્યું : “ચાર-છ આનાનો આવડો કાચ લાવીશ.”

“ના, આમ જુઓ_” કહીને બાપુએ પાંચ આગળાંમો ગોળાકાર બતાવીને કહ્યું : “આવડી નાની ગોળ ડાબલી આવે છે-લાલ કરકરિયાં વાળી. એ ડાબલીમાં બા કંકુ પણ રાખી શકશે. તેમને ચાંદલો કરવામાં અને મને હજામત કરવામાં એ કામ લાગશે. બે-ત્રણ પૈસાની મળે છે.”

*

બાપુએ સેવાગ્રામ આશ્રમના એક ચિત્રકાર ભાઈને તેમનાં ચિત્રો જોવા માટે સવારનો ચોક્કસ સમય આપેલો. ચિત્રકાર પોતાનાં ચિત્રો લઈને નિયત સમયે બાપુ પાસે ગયા. રાજકારણની ગંભીર વિચારણામાંથી બાપુ સહજપણે પૂર્ણ રસથી તેમનાં ચિત્રો ઝીણવટથી અવલોકવા લાગ્યા. ચિત્રો જોતા જાય, માહિતી પૂછે, અને ચિત્ર વિશે પોતાના વિચારો પણ દર્શાવતા જાય.

બાપુ ચિત્રો અવલોકતા હતા એવામાં જવાહરલાલ નેહરુ, રાજેન્દ્રબાબુ વિગેરે ત્યાં આવી પહોંચ્યા, કેમ કે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક હતી. બાપુએ તેમને જોઈને કહ્યું : “તમે જરા વહેલા આવ્યા.”

“હા, જરા વહેલા ખરા.”

“પણ હું તો આને સમય આપી ચૂક્યો છું એટલો સમય મારે આપવો જ જોઈએ. ત્યાર પછી જ તમને હું સમય આપી શકું. દરમ્યાન તમેય ચિત્રો જુઓ!”

ચિત્રકારને આપેલો સમય પૂરો થયો ત્યાર પછી જ બાપુએ નેતાઓ સાથે વાતચીત શરૂ કરી!

*

મુંબઈમાં ગાંધી-ઝીણા મંત્રણા ચાલતી હતી ત્યારે જૈન સાધ્વી ઉજ્જવળકુમારીજીએ વાતવાતમાં બાપુને કહ્યું : “બાપુ, બિરલાજી તો મોટા ઉદ્યોગપતિ છે, વળી યંત્રવાદના યે હિમાયતી છે; તમારાથી એમના મહેમાન કેમ થી શકાય?”

“મહાસતીજી,” બાપુએ જવાબ આપતાં કહ્યું: “તમે અને હું, બધાં એક જ ચક્કરમાં ફસાયેલાં છીએ! મારો નિવાસ બિરલાજીને ત્યાં છે તો તમારો નિવાસ શેઠ શાંતિદાસ આસકરણને ત્યાં છે! શ્રીમંતોના ઘેરામાંથી નીકળવાની ભાવના તો રહે છે, પણ લાચાર થઈ એમના મહેમાન થવું જ પડે છે! આવી સ્થિતિમાં ઉચિત તો એ છે કે, અનાસક્તભાવથી એ તરફ ઉદાસીનતા રાખીએ.”

*

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “આવા હતા બાપુ! // રતિલાલ ‘અનિલ’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: