કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ //પ્રવીણ ક. લહેરી

 

કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ

પ્રવીણ ક. લહેરી

 

તમારાં દ્ધાર ખોલો તો આવું

બાર તમારે કાયમ બેસું (2);

યાદ કરો તો આવું… તમારાં   ટેક

માન નથી, અપમાન નથી મન

હર્ષ શોક ના લાવું…

સાદ કરો તો દોડી આવું (2),

કાયમ ફરજ બજાવું… તમારાં – 1.

કદીયે મારા મનમાં ના’વે,

ઉપર પડતું જાવું…,

દિલ પ્રમાણે ડગલું માંડું (2),

ઇંચ ન આગળ આવું… તમારાં – 2.

કાઢી મૂકો એનું કદીયે

દિલમાં દુ:ખ ન લાવું…;

રોજ તળાઈએ પોઢું નહિ તો (2),

શેરીમાં સૂઈ જાઉં…   તમારાં – 3.

‘કાગ’ નિયમ છે કાયમ એવો,

ખુલ્લા દ્ધારમાં જાવું…;

હું અજવાળું જગ અજવાળું (2),

બાર નહિ ખખડાવું… તમારાં – 4.

સૌથી વધુ ઝડપે ગતિ કરતો પદાર્થ હોય તો તે પ્રકાશ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કાળાં ડિબાંગ ઘન સમૂહમાંથી થઈ કે નહીં તે પ્રશ્ર્ન છે. શ્રીમદ્દ શંકરાચાર્ય કહે છે કે, તેજ ઉત્પનિસ્ય કારણમ્ |

આપણા જીવનમાં પણ પ્રકાશનું એક કિરણ એટલે કે એક સુવિચાર આપણને જીવનનો નવો રાહ ચિંધે છે. ગામઠી ભાષામાં આપણે તેને ‘અજવાળું’ કહીએ છીએ. અટલવિહારી વાજપાઈ તેમના કાવ્યમાં કહે છે કે, ઘના અંધેરા હૈ, મગર દિયા જલાને કી કહા મના હૈ ?”   આવા જ ભાવમાં કવિ કાગ અજવાળાને વાચા આપીને આ ટૂંકા કાવ્યમાં એક અનેરું તત્ત્વજ્ઞાન કરાવે છે.

તમારાં દ્ધાર ખોલો તો આવું, યાદ કરો તો આવું, બાર તમારે કાયમ બેસું”   એમ કહીને સંકલ્પનું મહત્ત્વ સમજાવે છે. ઈશ્ર્વર હાજર જ હોય છે, જરૂર હોય છે તેને ઓળખવવાની.

માન નથી, અપમાન નથી, મન હર્ષ શોક ના લાવું પ્રકાશ સૌ માટે છે. એને સ્થિતપ્રજ્ઞની જેમ માન-અપમાન સરખા છે. હર્ષ કે શોક પણ નથી. કાયમ જાગૃત પ્રહરીની જેમ ફરજ બજાવવાનો ઉત્સાહ છે કે, સાદ કરો તો દોડી આવું ઈશ્ર્વરની કૃપા સૌ માટે છે. સૂર્યનું અજવાળું પાપી અને પુણ્યશાળી બંનેને ઉપલબ્ધ છે. ચોરી કરવા હું અંધકારના અંચળાને ઓઢું તો તેમાં દોષ મારો જ છે. પ્રારબ્ધની જેમ પ્રકાશને બોલાવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. કવિ કાગ આગળ કહે છે કે, પ્રકાશ મેળવવાના લક્ષ્ય માટે ફરજ નથી પડાતી. પ્રકાશની – કાળની ગતિ અવિરત અને ન્યારી છે. તેના પ્રવાહને નાથવો શક્ય નથી.

પ્રકાશને વાચા આપીને કવિ કહે છે કે, તમે તમારા મનના દ્ધાર વાસી ધ્યો અને મને ન આવવા દો તો અફસોસ નથી અમીર હોય કે ગરીબ સૌને માટે ‘અજવાળું’ હાજર છે – જરૂર છે સુવિચાર્ફની, સંકલ્પની અને સંઘર્ષની. છેલ્લી ચાર લીટીમાં કવિ કાગ આપણી ભાષાની મહત્તા વધારી શકે તેવો એક નિયમ કહે છે, ‘કાગ’ નિયમ છે કાયમ એવો, ખુલ્લા દ્ધારમાં જાવું’ આપણી મેળવવાની પાત્રત કેળવીએ તો જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય. છેલ્લે અજવાળું કહે છે કે, સમગ્ર વિશ્ર્વને પ્રકાશમય કરી શકું, પરંતુ તમારા નસીબનું બારણું ખોલવા માટે ટકોરા તો ન મારુંપ્રભુકૃપાનો સર્વત્ર ફેલાયેલો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે કવિ આપણને આહ્-વાન કરે છે. દિલ દરિયા જેવું રાખો, મનમાં મોજ રાખો – સદ્દભાવના અને પુરુષાર્થ આપણને પ્રકાશની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રકાશ એ જ્ઞાનનો પ્રકાશ હોય, વ્યક્તિત્વનો પ્રકાશ હોય, લક્ષ્મીનો ઉજાસ હોય કે વીરતાનું પ્રમાણ હોય તે સઘળું આપણે પ્રાત્પ કરવા માટે દ્ધારો ખુલ્લાં રાખીએ તો જ ઋગ્વેદની ઋચા પ્રમાણે સર્વ દિશાઓમાંથી શુભની પ્રાત્પિ થાય.”

આપણે આપણા ઘરનાં બારણાં બંધ કરીને જાતે જ અંધકારનું સર્જન કરીએ છીએ. કાર્ડિનલ ન્યૂટનના ‘Lead Kindly Light’ ભજનનો અનુવાદની (શ્રી નરસિંહરાવ દિવેટીયા) પ્રથમ પંક્તિઓ કેટલી સુંદર છે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળકવિ ન્હાનાલાલનો ઉપનિષદનો અનુવાદ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા પણ આ જ વાત કરે છે.

સત્યની શોધ, પ્રકાશની પ્રાત્પિ, બ્રહ્મનું દર્શન માનવ માટે શક્ય તે જ મનુષ્ય અવતારની વિશેષતા છે.

અજવાળાના પ્રતિક મારફત કવિ કાગ આપણને એક અણમોલ સંદેશો આપે છે. આંતરચક્ષુ ખોલો, સર્વત્ર પ્રકાશ છે, સ્વમાન અને કર્તવ્યપાલન જ સુખના દ્ધારો ખોલે છે.”

* *- *

                                    

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: