દેવોનું દુર્ભાગ્ય / શ્રીમ દ્ ભાગવત/કરસનદાસ માણેક

dark-lord-krishna-shyam-sunder-and-its-meaning-latest

દેવોનું દુર્ભાગ્ય

 શ્રીમ દ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984

/પાના124 થી 128

 પ્રાણીઓમાં માણસ સૌથી વધારે બુધ્ધિમાન ગણાય છે. આખા વિશ્વમાં એવું કોઇ પ્રાણી નથી  કે જે ટ્ટાર ઊભું રહી શકે. બધાં ચાર પગે ચાલનારાં છે, પૃથ્વી તરફ જોઇને; ખોરાક અને વિષયસંગ શોધતાં. એવા પ્રાણીઓની અંદર મનુષ્ય જ એવું પ્રાણી છે જે ટ્ટાર ઊભો રહ્યો છે, આકાશ તરફ જોતો.

 

માનવી પોતાની પ્રકૃત્તિનું અને જગતનું ઝીણામાં ઝીણું અવલોકન કરી શકે છે, અને બંનેનું કલ્યાણ થાય, એવા માર્ગો વિચારી શકે છે. આવા બધા માર્ગો એ બુધ્ધિનાં સુફળો છે. પણ વાત આટલેથી  જ અટકતી નથી. બુધ્ધિની યાત્રા આ સન્માર્ગોને શોધીને જ માત્ર થંભતી નથી; એથી આગળ વધીને પોતે શોધેલા સન્માર્ગોને વિફળ, નિરર્થક, નકામા કેમ બનાવવા, એની તરકીબો પણ એ શોધી કાઢે છે ! આનો અર્થ એટલો જ કે જે બુધ્ધિ માનવીને પ્રકાશ અર્પે છે. તે એને અંધકાર તરફ પણ આકર્ષી જાય છે.

જ્ઞાન અને અજ્ઞાન, પ્રેમ અને હિંસા, ત્યાગ અને ભોગ, સંયમ અને વિલાસ, આત્મનિવેદન અને સત્તાસંવર્ધન—દ્વંદ્વો બધા જ જાણે એકીસાથે કૂચ કરી રહ્યાં છે; અને આના સૌના મૂળમાં માનવબુધ્ધિની આ બેધારી તલવાર જ છે. મારનાર અને ઉગારનાર આ એક જ તીક્ષ્ણ ધાર છે !તારનાર અને ડુબાડનાર, આ એક જ કર્ણધાર છે !

આ સ્થિતિમાં માનવી માટે એક જ રસ્તો છે જે ગીતા દ્વારા સદ્ ગુરુઓમાં  શ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણે સલાહરૂપે અર્જુનને દર્શાવ્યો છે કે ભાઇ, સર્વ ભૂતોના હૃદયમાં જે વસેલો છે અને તે જ, જે તારા હૃદયમાં પણ વસેલો છે. એવા નારાયણને શરણે તું જા ! એટલે કે તારા પોતાનામાં જ ઊંડો ઊતર, પોતાને પારખ અને પોતા પાસેથી જ માર્ગદર્શન મેળવ. સત્યના સાક્ષાત્કાર માટે જેનામાં તાલાવેલી છે, તેના માટે પોતા સમાન  કોઇ બીજો  ગુરુ તરીકે સાંપડે તોયે નકામું જ છે.

=======================================================

જેને સત્તાનાં સિંહાસનો ગમે છે તેવા ઇન્દ્રોને, ગુરુ તરીકે ગમે તેવો માણસ પણ ચાલે છે. ભાગવત કહે છે :’ઇન્દ્રને જ્યારે જ્યારે પોતાનું સિંહાસન ડોલતું લાગે છે, ત્યારે ત્યારે તેને ગુરુ સાંભરે છે અને તેવે સમયે પોતાનું સિંહાસન સલામત રખાવે તેવો, ગમે તેવો ગુરુ કેમ ન હોય, તોપણા, તેને ચાલે છે.’

કેવો છે આ ઇન્દ્ર? ત્રૈલોક્ય ઐશ્વર્ય મત્ત: ત્રણ લોકના ઐશ્વર્યથી મત્ત—એવો મહારાજ ઇન્દ્ર, દેવોની સભા ભરીને બેઠો છે. ગાનતાન ચાલી રહ્યાં છે, અને એમાં જ સૌ લીન બન્યાં છે. ઇન્દ્રની હજારે હજાર આખો, નૃત્યના રમણે  ચડેલી અપ્સરાઓના મુખચંદ્ર ઉપર મંડાયેલી છે.

એવામાં વિદ્યાવાચસ્પતિ બૃહસ્પતિ પધાર્યા. બૃહસ્પતિ તો દેવોના ગુરુ; એટલે જેવા તેમના દર્શન થયાં કે એમને જોતાંવેંત આખીયે દેવમંડળી ઊભી થઇ ગઇ. સૌનાં મસ્તક એમના ચરણે નમ્યાં.

પણ ઇન્દ્ર બેઠો જ રહ્યો. ના, ફક્ત બેઠો જ ન રહ્યો, પણ ઇન્દ્રાસન પર સહેજ વધુ ટટ્ટાર થઇને તે પોતાની અભિમાની મૂછોના કુટિલ આંકડાઓને વળ પણ ચઢાવવા માંડ્યો! ગુરુ બૃહસ્પતિ ગમે તેટલા મહાન હોય, પણ તેના ઉપજીવી માત્ર, એક નોકર જ ફક્ત, એ કુવિચારે આજે ઇન્દ્રના મનનો કબજો લઇ લીધો. અને આટલી બધી સૌન્દર્યરાણીઓનો સ્વામી એક વેદિયા ડોસાને નમે? છટ્ !

પણ ત્યાં તો દેવોની સભામાં ખરેખર  હાહાકાર થઇ ગયો ! ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રના આવા અવિવેકી વર્તનથી ગુસ્સે થઇને ,આવ્યા હતા તેવા જ પાછા ચાલ્યા ગયા, ‘ફરીથી કદી પણ આવા ઘમંડીની સભામાં પગ નહિ મૂકું !’ એવો નિશ્ચય જાહેર કરીને !

ગીત અને નૃત્યનો કેફ ઊતર્યા બાદ, ઇન્દ્રને પોતાને હાથે થઇ ગયેલી ભયંકર ભૂલનો ખ્યાલ આવ્યો. તે ગુરુ  પાસે ગયો. તેમના પગ પકડ્યા. તેણે ક્ષમા માગી અને સભામાં ફરી પધારવા માટે તેણે ગુરુ પાસે ફરી ફરીને કાકલૂદીઓ કરી. પણ વ્યર્થ. ગુરુ એકના બે ન જ થયા. ઇન્દ્રનો આકંઇ પહેલો અપરાધ ન હતો. અહંકાર અને અવિવેક તો દેવરાજના જીવન સાથે જ જાણે જડાઇ ગયા હતા.

=========================================================

ગુરુદેવ બૃહસ્પતિએ ઇન્દ્રનો અને દેવોના ગુરુપદનો ત્યાગ કર્યો છે, એવા સમાચાર જોતજોતામાં વિશ્વને એકીક ખૂણે પહોંચી ગયા; અને દેવોની આવી કોઇ નબળાઇની વાટ  જોઇને જ બેઠેલા અસુરોએ તો એ સમાચાર સાંભળતાંની સાથે જ , અમરાપુરી પર ચઢાઇ કરી. ગુરુવિહોણા ઇન્દ્રને હરાવવો એ તેમને મન રમત વાત હતી.

આપણું પણ આવું જ છે. આપણે જરા નબળા પડ્યા કે આક્ર્મણ થયું જ છે. શરીર નબળુંપડ્યું કે રોગનું આક્રમણ થાય, મન નબળું પડ્યું કે દુરાચારનું આક્રમણ થાય; દેશ નબળો પડ્યો કે શત્રુનું આક્રમણ થાય. અસુરોને ખબર પડી કે તરત જ એ ચઢી આવ્યા.

અને ઇન્દ્ર મૂંઝાયો. સંકટને સમે કોઇ મંત્રદાતા વગર, કોઇને પણ ચાલ્યું છે, તે આને ચાલે ?એણે બ્રહ્માની સલાહ લીધી.

‘બૃહસ્પતિની જગ્યા લઇ શકે એવી એક જ વ્યક્તિ છે.’ બ્રહ્માએ પોતાનો મત દર્શાવ્યો:’ પણ એને ગુરુપદે સ્થાપવો, એ દેવોના હિતની વાત નથી. મારી તો તને હજુ પણ એ જ ભલામણ છે કે બૃહસ્પતિને પાછા કોઇ પણ રીતે મનાવી લાવ.’

ઇન્દ્ર ચિડાઇ ગયો. બૃહસ્પતિને મનાવવા જવામાં તેને નાનમ લાગતી હતી. તેનું હું પદ ઘવાતું હતું.

‘એ ડોસાની તો વાત જ મૂકો,’ ઇન્દ્રે તોછડાઇથી જવાબ આપ્યો, ‘એના નામનું તો મેં નાહી જ નાખ્યું છે.’

બ્રહ્માએ ઊંડો નિ:શ્વાસ નાખ્યો. આ ઇન્દ્ર નથી બોલતો, પણ દેવોનું દુર્ભાગ્ય બોલે છે, એમ તેને લાગ્યું !શું થાય ? કેટલાકની પ્રકૃતિ જ એવી હોય છે કે જે હાર્યા જ રહે, વાળ્યા ન વળે !

‘ઠીક  છે,’ બ્રહ્માએ આગળ ચલાવ્યું: ‘તારી મરજી. બૃહસ્પતિ ન જ જોઇતા હોય, તો પછી એક બીજી વ્યક્તિ છે.’

‘પણ નામ દેશો ?’

‘તેં ત્વષ્ટાનું નામ ત્તો સાંભળ્યું છે ને !તેમને ઘેર વિશ્વરૂપ નામનો પુત્ર છે. વિદ્યામાં બીજો બૃહસ્પતિ છે, એમમાન. તું એને ગુરુપદે બેસાડ એટલે તારું કામ ફતેહ.’

;પણ એ માનશે તો ખરો ને ?’

‘બીજા કોઇ કારણે નહિ તોપણ, બૃહસ્પતિના દ્વેષને કારણે તો એ જરૂર તારું ગુરુપદ સ્વીકારશે,’ બ્રહ્માએ તેને ખાતરી આપી અને ઊમેર્ત્યં:’પણ હું તો એક વાર ફરીથી ચેતવું છું કે, એ વિશ્વરૂપને નીમવામાં દેવોનું કલ્યાણ તો નથી જ !’

‘શા માટે ?’

‘વિશ્વરૂપ અને એનો બાપ, અંદરખાનેથી અસુરોના પક્ષપાતી છે. તારા ગુરુના આસને રહીને પણ એ ચોરીછૂપીથી અસુરોનું કંઇક હિત તો કરશે જ.’

‘એ ક્રશે ત્યારે જોયું જશે !’ ગરજવાન ઇન્દ્રે જવાબ અપ્યો :’પણ અત્યારે તો કામ કઢાવી લઇએ. પછી…. પછી બૃહસ્પતિ જેવા બૃહસ્પતિને મેં તગડી મૂક્યા તો વિશ્વરૂપની શી વિસાત !’

‘પણ એને ત્રણ માથાં છે હો !’ બ્રહ્માએ વિશ્વરૂપની તાકાતનો કંઇક ખ્યાલ આપ્યો.

‘તો ત્રણે છેદી નાખીશું—જરૂર પડશે તો !’

અને અહંકારી  તથા વિલાસી ઇન્દ્રે એક અવિવેક ઉપર બીજા અવિવેકની ગાંથ વાળી અને વિશ્વરૂપને ગુરુપદે સ્થાપ્યા.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: