પરશુરામશ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/

 

પરશુરામ

 

 

 

dark-lord-krishna-shyam-sunder-and-its-meaning-latest/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:177થી 183

ભાગવતમાં પરશુરામ અને રામના અવતારની વાત છે. પરશુરામનો અવતાર શા માટે થયો? એ કાંઇ પહેલેથી અવતાર નથી. ધીમે ધીમે એની શક્તિ વધતી જાય છે, ત્યારે અવતારી પુરુષ તરીકે એનું વર્ણન થાય છે.

પરશુરામનો બાપ જમદગ્નિછે. એ બહુપુરાણો જમાનો છે.હજારો વર્ષ પહેલાંની વાત છે.

એ વખતે બે વર્ગો પ્રબળ હતા. બ્રાહ્મણો અને ક્ષત્રિયો. બ્રાહ્મણોના હાથમાં શાસ્ત્ર હતું, ક્ષત્રિયોના હાથમાં શસ્ત્ર હતું. બ્રાહ્મણો, ક્ષત્રિયોને શાસ્ત્ર આપે નહિ અને ક્ષત્રિયો બ્રાહ્મણોને શસ્ત્ર આપે નહિ. ક્ષત્રિયો આ લોકની બીક દેખાડે; બ્રાહ્મણો પરલોકની. આ બે વર્ગો વચ્ચે વિગ્રહ ચાલ્યા જ કરતો. પરંતુ મોટે ભાગે સમતોલતા જળવાઇ રહેતી, કારણકે બન્નેની પોતાની પ્રતિષ્ઠા હતી. બન્ને સમાજને ઉપયોગી એવું કામ કરતા હતા.

આ સમયે સહસ્ત્રાજુન નામે એક રાજા થયો. સહસ્ત્રાર્જુન એટલે જેને સહસ્ત્ર ભુજાઓ હતી. સહસ્ત્ર ભુજાઓ એની પાસે હોય કે ન હોય, પણ એમ કહી શકાય કે એની પાસે સહસ્ત્ર અનુચરો –હજારો સૈનિકો હતા અર્થાત્ હજાર હાથવાળા માનવીમાં જેટલી શક્તિ હોય, તેટલી શક્તિ તેનામાં હતી.

આ સહસ્ત્રાર્જુનની રાજકુમારાવસ્થાનો એક પ્રસંગ નોંધપાત્ર છે. એનો બાપ જ્યારે મરી ગયો ત્યારે પુરોહિતો તેની પાસે આવ્યા અને કહ્યું, ‘કુમાર, પિતાજીનો દેહાંત થયો છે, માટે આપ આપના અભિષેક માટે તૈયાર થઇ જાઓ. આ એક પ્રથા છે. રાજ્ય રાજા વગર રહી ન શકે. અત્યારે મુહૂર્ત છે. આપ સિંહાસન પર બિરાજો એટલે આપનો અભિષેક કરીએ.’

સહસ્ત્રાર્જુન કહે છે કે મારે રાજ્ય કરવું નથી.

‘કેમ ?’

સહસ્ત્રાર્જુન કહે :’રાજ્યનું કુશળ સંચાલન શી રીતે કરવું એનો મને અભ્યાસ નથી. એ કારણે જો હું રાજ્યનું સંચાલન સંભાળું અને એમ કરતાં કંઇ અનર્થ થાય તિ શાસ્ત્રના નિયમ અનુસાર એનું જે પાપ થાય એના છઠ્ઠા ભાગનો અધિકારી હું બનું. પ્રજાને કેમ દોરવી તે હું જાણતો નથી. રાજ્ય-ધર્મ શું છે તે પણ હું જાણતો નથી. મારામાં રાજ્ય કરવાની પાત્રતા નથી. એના કરતાં સ્વતંત્ર વ્યક્તિ તરીકે રહેવાનું હું વધારે પસંદ કરીશ. તમે બીજો રાજા શોધી લો.’

આ લોકો તો મૂંઝાઇ ગયા. પછી પ્રજાના પ્રતિનિધિ એવા એ લોકોએ એક રસ્તો કાઢ્યો અને કહ્યું:’ ભલે, એક વર્ષ સુધી અમે તમારા વતી રાજ્ય કરીશું. દરમિયાન તમે રાજ્યના સંચાલનની બધી કળા, કુશળતા શીખીને પાછા આવો.’

સહ્યાદ્રિની પર્વતમાળામાં, રાજ્યકર્તાઓને તાલીમ આપવા માટે એક મોટો આશ્રમ હતો. સહસ્ત્રાર્જુન ત્યાં ગયો અને રાજય ના સંચાલનની સઘળી તાલીમ લઇને પાછો આવ્યો.

આવો સહસ્ત્રાર્જુન હવે રાજ્ય કરે છે, અને રાજ્યમાં એવી કુશળતા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે કે એ પ્રખ્યાત થઇ ગયો છે. પણ આવા એ સહસ્ત્રાર્જુને પણ એક ભૂલ કરી. બધા રાજવીઓમાં મુશ્કેલ વાત એ છે કે અણીના વખતે તે ચૂકી જાય છે.

એકવાર નર્મદા કાંઠે એ ફરતો હોય છે. સાથે હજારો માણસો છે. એટલામાં એક આશ્રમ તેણે જોયો અને પૂછ્યું કે આ આશ્રમ કોનો છે?

લોકોએ કહ્યું, ‘જમદગ્નિ મુનિનો આશ્રમ છે.’

સહસ્ત્રાર્જુને કહ્યું, ચાલો, ત્યાં જઇ આવીએ.’

અને એ પોતાના બ્ધા અનુયાયીઓને લઇને આશ્રમમાં પહોંચ્યો. જે સ્થળે નમ્રતાનો વેષ ધારણ કરીને પ્રવેશ કરવો જોઇએ એવા અશ્રમમાં એ પોતાના હજારો સૈનિકોને લઇને ધસી આવ્યો.

મુનિએ બધાને આવકાર્યા અને કહ્યું કે આશ્રમમાં અતિથિગૃહો છે, તેમાં રહો. થોડીવાર પછી આપ સર્વેને હું જમવા બોલાવું છું. રાજા તો વિચારમાં પડી ગયો. આટલા બધા માણસોને મુનિ, જમાડશે શી રીતે?…. અને જ્યારે એણે જોયું કે જમણમાં હજારો માણસોને પૂરું પડે તેવું પકવાન સહિતનું શ્રેષ્ઠ ભોજન પીરસવામાં આવ્યું છે. ત્યારે તો એ ઇર્ષાથી બળી ગયો; મુનિ તો દેખાતા પણ નથી. એ તો પોતાના કામમાં મગ્ન છે. મુનિની વ્યવસ્થા શક્તિ જ એટલી પ્રચંડ છે કે એના શિષ્યોએ બધાને આનંદપૂર્વક જમાડી દીધા અને રાજા વિચાર કરતો રહ્યો.

પછે રાજા, મુનિનાં દર્શન કરવા ગયો. દરમિયાન એણે તપાસ કરાવી કે મુનિ પાસે આ બધું આવે ક્યાંથી? ત્યારે એને જાણવા મળ્યું કે મુનિ પાસે ‘કામધેનુ’ છે.

‘કામધેનુ’ એ પ્રતીકની ભાષા છે, અલંકારિક ભાષા છે. એનું નામ છે ‘હવિર્ધારી’—યજ્ઞમાં જે આહુતિ અપાય એનું નામ હવિ, અને બધી આહુતિને ગ્રહણ કરનાર છે, તે જ બધું આપનાર છે. મુનિ પાસે આ ‘કામધેનુ’ છે એટલે કે આવી—યજ્ઞની ભાવના છે. એ ‘કામધેનુ’ છે. એ ઋષિની ગાય છે, જે આ યજ્ઞનું પ્રતીક છે.

રાજાનું મન ભ્રમિત થઇ ગયું. રાજાને તપ કરવું નથી અને સિદ્ધિ જોઇએ છે. એણે હુકમ આપ્યો કે આ ‘કામધેનુ’ ઉપાડી લો.

માનવી એ ભૂલી જાય છે કે શક્તિ આ ગાય કે પ્રતીકરૂપ મૂર્તિમાં નથી, પરંતુ શક્તિ તો મૂર્તિમાં જે મૂર્તિત્વ મૂકે છે, જે તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી શકે છે એવું ભક્તનું હૃદય છે, તપ છે એમાં છે.સહસ્ત્રાર્જુન આ કંઇ સમજતો નહોતો.

આ તરફ ઋષિ જમદગ્નિને જ્યારે કહેવામાં આવ્યું કે રાજા કામધેનુને ઉપાડી ગયો, ત્યારે તેઓ ફક્ત એટલું જ બોલ્યા કે ભલે લઇ ગયો. ઋષિને શું કામ છે એ કામધેનુનું? એમની પાસે તો સઘળી ગાયો કામધેનુ જ છે.

થોડા સમય બાદ જમદગ્નિનો પુત્ર પરશુરામ આવ્યો. બરાબર શમીક અને શૃંગીનું પુનરાગમન છે. પરશુરામ યુવાન છે આવતાંવેત આશ્રમમાં પ્રવર્તેલું ગ્લાનિનું વાતાવરણ નિહાળ્યું અને પૂછ્યું કે હકીકત શું છે?

‘સહસ્ત્રાર્જુન મહારાજ આવ્યા હતા અને આપણી કામધેનુને ઉપાડી ચાલ્યા ગયા.’

‘પિતાજીને ખબર નથી?’

‘તેઓને વાત કરી પણ સમાધિમાં બેસી ગયા.’

પરશુરામ સમજતો નથી. પિતા જમદગ્નિ બરાબર સમજે છે કે સહસ્ત્રાર્જુન લઇ ગયો તે કામધેનુ નથી, મારી પાસે જે ગાયો છે તે કામધેનુ છે.

પરશુરામ હજી નાનો છે. એને ગુસ્સો ચડ્યો કે આ ક્ષત્રિયો આટલા બધા અહંકારી થઇ ગયા છે?અને એણે પરશુ લીધી અને ગયો મહિષ્મતી નગરીમાં અને તેણે ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. કેવી રીતે નાશ કર્યો તે લખ્યું નથી, પરંતુ લાગે છે કે એની સાથે પણ અનેક બ્રાહ્મણો ગયા હશે. શસ્ત્રમત્ત ક્ષત્રિયોને મહાત કરવા સશસ્ત્ર બ્રાહ્મણોની ટોળી રચાઇ હશે.

પરશુરામ કામધેનુને લઇને પાછો આવ્યો અને પિતાને સઘળી વાત કરી. પણ પિતા ગુસ્સે થયા. પરશુરામ ગમે તેટલો ઉગ્ર હોય, પરંતુ પિતા પાસે તે નમ્ર છે. એને થયું કે મેં ખોટું કર્યું અને પિતાને પગે લાગીને ચાલી નીકળ્યો. ==============================================================

ભાગવત તો હજારો વાર્તા કરે છે , માનવીના મનમાં રહેલી વૃત્તિઓની. એ વૃત્તિઓને કાબૂમાં રાખવી અને ઇશ્વર ભણી એટલે કે જગતના માંગલ્ય ભણી વાળવી, એનો પ્રવાહ વહેવડાવવો એ ભાગવતનું કામ છે.

રેણુકા જમદગ્નિની પત્ની છે. એ ઋષિ-પત્ની છે; ઋષિ જેવી હોવી જોઇએ . પણ એ વિલાસિની છે. જમદગ્નિ શાંત, સ્વસ્થ અને ઇન્દ્રિય-નિગ્રહી એવો પતિ છે; રેણુકા વિલાસિની છે. એની કામવાસના પતિથી તૃપ્ત થતી નથી

. એવામાં એક ગાંધર્વ આવે છે. ગાંધર્વ એટલે નાચ, ગાન, મોજ-મજાહ માણતો છીછરો માણસ. એને તત્ત્વજ્ઞાનની કંઇ પડી નથી.ઋષિ જમદગ્નિ તો અવ્યક્ત બ્રહ્મનો પૂજારી છે. પરંતુ પત્નીના મનમાં કામવાસનાનો ઉમળકો છે. પરિણામે ગાંધર્વ સાથે એનો સંબંધ બંધાય છે.

ઋષિ જમદગ્નિ તો ક્ષમાશીલ છે, પણ ક્ષમાની પણ હદ હોય ને? સહસ્ત્રાર્જુન કામધેનુને ઉપાડી ગયો અને એનો પરશુરામે નાશ કર્યો ત્યારે તેઓ બોલી ઊઠ્યા,’ક્ષમા !ક્ષમા ! પણ એ જ ઋષિ પોતાની પત્નીને ક્ષમા ન કરે શક્યા. એને થયું કે મારી પત્ની આવી રીતે વર્તે ?એણે પોતાના બધા પુત્રોને બોલાવ્યા અને કહ્યું,’ આ તમારી માતા વ્યભિચારિણી છે. મારી નાખો એને !’

આવું તો હજારો વર્ષ પહેલાના સમાજથી ચાલે છે, પણ એ જમાનામાં પણ છોકરાઓ બોલી ઊઠ્યા કે અમારી માને અમે કેમ મારીએ?

એવે સમયે પરશુરામ આવે છે અને પિતાએ એને પૂછયું.’પરશુરામ! તું આને મારવા તૈયાર છો?’

પરશુરામે હા પાડે.

‘તો એનું માથું ઉડાવી દે !’ ઋષિએ આજ્ઞા કરી.

પણ પરશુરામ હોંશિયાર હતો. એના મનમાં એક વાતની ભાવના હતી કે મારા પિતા અદ્ ભુત શક્તિવાળા છે. એન ખાતરી હતી કે જ્યારે પિતાજી મારી માનું મસ્તક છેદાયેલું જોશે ત્યારે એના મનમાં પશ્ચાતાપ થશે અને તે વખતે તેઓ મને કંઇ માગવાનું કહેશે અને હું મારી માને જીવતી કરો એમ કહીશ.

અને ખરેખર, જ્યારે જમદગ્નિએ શોણિતની ધારાઓ જોઇ ત્યારે એ બોલી ઊઠ્યા,’પરશુરામ, તેં મારા અત્માની તૃપ્તિ કરી ! હવે માગ તું !’

પરશુરામે કહ્યું :’પિતાજી, તમે ખરેખર તુષ્ટમાન થયા હો તો મારી માને જીવતી કરો !’

અને માતા જીવતી થઇ. પરશુરામે સાથે સાથે બીજું પણ માગી લીધું કે એ જીવતી થાય ત્યારે મેં એનો શિરચ્છેદ કર્યો છે એ વાત એ ભૂલી જાય.

હકીકતમાં શું બન્યું હશે? જેમને ચમત્કારો સમજાતા નથી એને આવો વિચાર જરૂરથી આવવાનો. ખરેખર શું બન્યું હશે? ઋષિએ કહ્યું હશે, હમણાં અને હમણાં લઇ જા એને જંગલમાં અને એનો શિરચ્છેદ કરી નાખ. પરશુરામે કહ્યું હશે :હા, પિતાજી !હમણાં જ એને મારી નાખું છું. પછી પરશુરામ લઇ ગયો હશે એને જંગલમાં અને કોઇ ગુફામાં બેસાડી કહ્યું હશે કે મા થોડા સમય માટે તું અહીં રહેજે.જ્યારે પિતાજીનો ક્રોધ ઊતરી જશે ત્યારે આવીને હું તને લઇ જઇશ.

પછી પરશુરામ પિતા પાસે પહોંચ્યો હતો અને શિરચ્છેદની બનાવટી વાત કરી હશે, તથા સાબિતીરૂપે લોહીવાળી પરશુ બતાવી હશે. જ્યારે ઋષિએ આ સાંભળ્યું હશે ત્યારે એને પરશુરામને કહ્યું હશે:’પરશુરામ થતાં તો થઇ ગયું, પરંતુ એમાં એ બિચારીનો શો વાંક હતો? એ પરણીને આવી આશ્રમમાં ત્યારથી એક જ વાત તપ, સંયમ, ઇન્દ્રિય—નિગ્રહની વાતો હું કરતો રહ્યો. ગમે તેમ તો એ સ્ત્રી હતી.’

હવે જ્યારે પરશુરામને થયું કે પિતાજીમાં હવે મારી માને માટે ખરેખરો ભક્તિભાવ પ્રગટ્યો છે, ત્યારે કહ્યું હશે કે પિતાજી !મને માફ કરો તો એક વાત કરું.

‘શું?’

‘મારી મા જીવતી છે !’ વાત, મૂળ તો કંઇ આવી જ બની હશે પરંતુ પછી આવી રીતે રજૂ થયેલ હશે.

પછી પરશુરામે વિચાર્યું હશે કે આ બધા ગંધર્વો, ક્ષત્રિયો આટલું બધું ખરાબ કામ કરે છે એનું કારણ એ છે કે એમને બ્રાહ્મણોની ધાક નથી તેઓ એમ માને છે કે બ્રાહ્મણો પાસે શબ્દો છે માત્ર. એટલે એણે પાછી ટોળી ભેગી કરી બ્રાહ્મણોની, અને એકવીશ વખત ક્ષત્રિયોનો નાશ કર્યો. આ વર્ગવિગ્રહની વાત છે.ક્ષત્રિયો શસ્ત્રમત્ત થઇ ગયા હતા. એવા ક્ષત્રિયોની ટોળીઓનો એકવીશ વખત નાશ કર્યો.

———————————————————

પરશુરામ(ઉત્તરાર્ધ)

શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:184 થી 188

સંસારરૂપી જે રથ છે તે ચાર પૈડાં ઉપર ચાલે છે. બ્રાહ્મણ,ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એમાં વર્ગ-વિગ્રહ ન હોવો જોઇએ. કોઇ દિવસ સાંભળ્યું છે કે રથનાં ચાર પૈડાંઓ વચ્ચે વિગ્રહ થાય? એ ચારે પૈડાં વિગ્રહ કરે તો રથ ચાલે જ કઇ રીતે? એનાં તો ચારેય પૈડાંઓ સંપીને જ ચાલે.

પણ આપણા સંસાર પાસે એની પોતાની ‘અવતાર’ની એક ખોટી માન્યતા છે. ક્ષત્રિયો ઊંચા આવે તો એને મારો, બ્રાહ્મણો ઊંચા આવી ગયા તો એને મારો.વૈશ્ય ઊંચા આવે તો એને મારો, શૂદ્રો ઊંચા આવી ગયા તો એને મારો. પરંતુ આ યોગ્ય નથી. સમાજમાં એકરૂપતા, એકરસતા જો સ્થાપવી હોય તો વર્ગની આ વાત જ છોડી દેવી જોઇએ. સમાજ આમાં એક હોવો જોઇએ. કોઇપણ એક વર્ગને દૂર કરવાથી તો અંતે સર્વેને નુકશાન છે. આ વાત જ્યારે જ્યારે સમજાઇ છે ત્યારે ત્યારે અવતારોની કલ્પના રજૂ થઇ છે.

પરશુરામને જ જુઓ. કેટલા સંહારો કર્યા એણે કુરુક્ષેત્રમાં. એ સ્થળનું સંચોકું નામ ફેરવાઇ ગયું. સમંતપંચક નામ પડ્યું એનું, જે સ્થળે ગીતા ગવાઇ. ગીતા છે એ હજારો લડાઇમાં વહેલા શોણિતોમાંથી(લોહીમાંથી) ઊગેલું કમળ છે. સમંતપંચક—જ્યાં પરશુરામના હાથે વહેલા ક્ષત્રિયોના લોહીના પાંચ મોટાં મોટાં તળાવો ભરાયાં. આવા પરશુરામની પરશુ વડે હાહાકાર વર્ત્યો. ધર્મે કહ્યું:’ આ બધું ખોટં છે.’

જમાનો બદલાયો. રામ આવ્યા.રામ તો ભૂલી પણ ગયા કે એક વખતે પરશુરામની હાક હતી, જ્યારે એના નામથી ક્ષત્રિયો ધ્રૂજતા હતા. આવા પરશુરામે એક ધનુષ્ય આપેલું છે જનકને,એમ કહીને કે ધ્યાન રાખજે, કોઇ એને તોડે નહિ. જનક ક્ષત્રિય હતો, જ્ઞાની હતો. એને થયું, જરા જુઓ તો ખરા? આ ધનુષ્ય કોઇ તોડી શકશે નહિ, એવું કહ્યું હોવા છતાં પ્રયોગ તો કરી જોઉં. એવો કોઇ ક્ષત્રિય છે ખરો કે જે પરશુરામ જે આવા વિગ્રહોમાં માને છે.જે શોણિત વહેવડાવવામાં માને છે કે એના પ્રતીક જેવા આ ધનુષ્યને તોડે. એવા વીરને હું મારો સાથી માનીશ. હું એને મારી દીકરી આપીશ. જનકે એમ કહ્યું નથી કે એને તોડે પણ એને ચડાવે. એણે જાહેર કર્યું કે ‘આ ધનુષ્યને પણછો છે તેને જોડશે, એને બાંધશે એને હું મારી દીકરી પરણાવીશ.’

સીતા બહુ રૂપાળી છે. અનેક રાજાઓ આવે છે. ઘણા ક્ષત્રિયો આવે છે પરંતુ કોઇ આ ધનુષ્યને ઉપાડી શકતું નથી.

વાલ્મીકિ રામાયણમાં આ ધનુષ્યની ચર્ચા કરેલી છે. એને પૈડાં જોડેલી ગાડીમાં રાખવામાં આવેલ છે.એવડું મોટું તો એ ધનુષ્ય છે. એને ઉપાડવા જતાં જ ઘણા તો પડી જાય છે.

એવે સમયે જ્યારે યૌવનને ઉંબરે જેણે પ્રવેશ કર્યો છે. તેવ રામ અને લક્ષ્મણ, વિશ્વામિત્ર સાથે જનકને ત્યાં આવે છે. સમારંભ ચાલી રહ્યો છે અને જનક તેનો ઉદ્દેશ્ય સમજાવતાં કહે છે :’આ મારી દીકરી છે. આ ધનુષ્ય છે. અહીં કેટલાયે રાજાઓ આવી ગયા. મને લાગે છે કે ભારતના રાજાઓમાં પૂર્વ કાળનું પાણી રહ્યું નથી.

જનક બોલે છે. વિશ્વામિત્ર સાંભળે છે, કારણ કે એ પોતી ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ જેવો છે. વિશ્વામિત્રની અંદર ક્ષત્રિયત્વ અને બ્રાહ્મણત્વનો સમન્વય છે. એનામાં બેયનું અભિમાન છે. એમણે રામ સામે જોયું. રામ સમજી ગયા. આખા ભારતના ક્ષત્રિયો આ ધનુષ્ય, જેમાં પરશુરામનું નામ અંકિત થયેલું છે અને એને જાણે ઉપાડતાં બીએ છે; માટે તું ઉપાડ !

રામ ઊઠ્યા, પગે લાગ્યા જનકને, વિશ્વામિત્રને, બધા મુરબ્બીઓને અને ધનુષનેઉપાડ્યું.કહે છે જેમ પુખ્ત ઉંમરનો માણસ, ગુલાબના ગોટાને ઉપાડી લે એમ રામે આ ધનુષ્યને લીધું છે. બધાને આશ્ચર્ય થયું જે ધનુષ્યને ઉપાડતાં મહાબલિ રાજાઓ પણ પડી જતા હતા એ ધનુષ્યને એણે રમત વાતમાં ઉપાડી લીધું કારણ કે એને પરશુરામની ધાક છે જ નહિ. ઉપાડીને તો રામે દોરી બાંધી અને ટંકાર કરવા જતા હતા કે ટંકાર સાથે જ એ તૂટી ગયું. ધનુષ્ય ઘણું જૂનું હતું. ઘણાંખરાં ધનુષ્યો આવાં જ હોય છે. પણ એની ધાક ઘણી હોય છે. ધનુષ્યનો ટંકાર કર્યો, એ તૂટી ગયું.

આ ટંકાર સંભળાયો પરશુરામને, અને એ આવ્યો દોડતો દોડતો. એને થયું કે આ તો મારું અપમાન છે.

===================================================================

આ બાજુ રામનાં લગ્ન થઇ ગયાં અને અયોધ્યાથી લગ્ન પ્રસંગે આવેલા દશરથ, વસિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે અયોધ્યા જવા રવાના થઇ રહ્યા છે. જ્યારે બીજી બાજુ વળાવવા આવેલા વામદેવ, જનક વગેરે છે. વચ્ચે રામ લક્ષ્મણ છે અને પરશુરામ આવી પહોંચે છે.

કેવો છે એ પરશુરામ?કાલાગ્નિ ઇવ દુદર્શનમ્ દાવાનળનો અગ્નિ હોય એવો દુદર્શનમ્ લાગતો હતો. પણ કોને?દશરથ જેવાને—જૂની પેઢીને.

‘ઊભા રહો.’

જેણે અનેક યુદ્ધો કર્યાં હતાં અને જેની મદદ ઇન્દ્ર પણ માંગતો હતો એવો બળવાન રાજા દશરથ, વંટોળની અંદર વેલ ધ્રૂજે એમ, ધ્રૂજી રહ્યો હતો, એ બુઢ્ઢા પરશુરામને જોઇને કંપી રહ્યા હતા. એને યાદ આવ્યું કે એકવીશ વખત આણે ક્ષત્રિયોનો સંહાર કર્યો છે, અને એ કંપવા લાગ્યા, અને રામને કહ્યું,’ઋષિના પગમાં પડ અને એની માફી માગ.’

પણ રામે જાણે સાંભળ્યું જ નથી એમ કરીને એમને એમ ઊભા રહ્યા. પિતાની આજ્ઞાનો રામે અનાદર ન કર્યો, જાણે એમણે સાંભળ્યું જ નથી એમવર્તીને, પણ લક્ષ્મણ સાંભળે છે. પરશુરામ જે ઉગ્રતાથી બોલે છે, એ જ ઉગ્રતાથી એ જવાબ આપે છે. રામ પોતે કંઇ જ બોલતા નથી કારણકે રામનું ઉગ્ર પાસું લક્ષ્મણ છે, એ બોલે છે. પરશુરામ જ્યારે માનતા નથી ત્યારે રામ પોતે કહે છે:

‘હે મુનિ !તમે આ બધી જે વાત કરો છો તે હું માનું છું. આ મારા પિતા પણ ધ્રૂજે છે, પણ હવે એટલું તમારે ધ્યાન રાખવું જોઇએ કે તમારો જમાનો પૂરો થયો છે. તમે આ સર્વ કહ્યું પણ મારો કોઇ વાંક નથી. આ ધનુષ્ય એટલું બધું જૂનું હતું કે એને હાથમાં લેતાં જ એ આપોઆપ તૂટી ગયું. મેં એને તોડ્યું નથી.’

વીર પુરુષ વીરને જાણે છે. પરશુરામને થઇ ગયું કે આ છોકરામાં પાણી છે. એ વિચારમાં પડી ગયા પછી એમણે કહ્યું, ‘એમ? તો આ બીજું ધનુષ્ય લે !તેં આ શિવનું ધનુષ્ય તોડ્યું તો આ બીજું ધનુષ્ય જે વિષ્ણુનું છે, એને ચડાવી દેખાડ !’

શિવનું ધનુષ્ય ખંડનાત્મક હતું . વિષ્ણુનું સર્જનાત્મક છે. રામે જૂની પ્રથા ભલે ઊખેડી નાખી, પણ તે આ નવું રાજ્ય ચલાવી શકે તેમ છે કે નહિ તે જોવા પરશુરામે વિષ્ણુનું ધનુષ્ય આપ્યું.

પરશુરામ માનતા હતા કે રામ તે નહિ ચડાવી શકે, પણ રામે તે હાથમાં લીધું અને બરાબર ચડાવી દેખાડ્યું. ત્યારે પરશુરામ તેના પગમાં પડી ગયા. એને ખાતરી થૈ ગઇ કે મારું કાર્ય હવે પૂરું થઇ ગયું, મારો અવતાર પૂરો થયો.

રામે જેવું વિષ્ણુના ધનુષ્ય પર બાણ ચડાવ્યું કે પરશુરામને સંપૂર્ણ ખાતરી થઇ કે આનામાં શક્તિ છે અને રામ હવે એક વાક્યમાં એની રહી સહી ભ્રાંતિ પણ દૂર કરે છે. રામ કહે છે,’તમે મને હવે એ કહો કે મારે આ બાણ મારવું ક્યાં? આ રામનું બાણ છે, એ ધનુષ પર ચડ્યું એટલે એનો ઉપયોગ થવો જ જોઇએ.’

પરશુરામ હવે ગભરાયા, કારણ કે બાણ પરશુરામની સામે જ તાકવામાં આવ્યું છે. પરશુરામે કહ્યું:’તું આ બાણ માર ઉત્તર દિશામાં. હું પણ ઉત્તર દિશામાં જ જાઉં છું.’

પરશુરામ અને રામનું બાણ ઉત્તર દિશામાં ચાલ્યા ગયા અને એક નવો યુગ શરૂ થયો.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “પરશુરામશ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/
  1. oshrivastava કહે છે:

    Reblogged this on oshriradhekrishnabole and commented:
    oshriadhekrishnaBole,,RadheRadhe,,RadheGovind Hari Radhe Govind,,,Hare Hare,,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: