માયાપાશ /વેણીભાઈ પુરોહિત

logo-download

 

માયાપાશ /વેણીભાઈ પુરોહિત

[સહવાસ/સંપાદક:સુરેશ દલાલ/નવભારત] પાના:47-48

 

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો,

જીરણ એની કાયા ,

રે હો જીરણ એની કાયા :

કાંકરી—ચૂનો રોજ ખરે ને

ધ્રૂજે વજ્જર પાયા.

રે હો ધ્રૂજે વજ્જર-પાયા !—ભીંત.

પાંદડે પાંદડે તેજ ફરૂકે,

મૂળ ઊંડેરાં ઘાલે,

રે હો મૂળ ઊંડેરાં ઘાલે :

ચોગમ આડા હાથ પસારી

ગઢની રાંગે ફાલે,

રે હો ગઢની રાંગે ફાલે—ભીંત.

કોક કોડીલી પૂજવા આવે,

છાંટે કંકુ-છાંટા,

રે હો છાંટે કંકુ-છાંટા :

સૂતરનો એક વીંટલો છોડી

ફરતી એકલ આંટા,

રે હો ફરતી એકલ આંટા—ભીંત.

ભીંત પડી, પડ્યો પીપળો એક દી

ડાળિયું સાવ સુકાણી,

રે હો ડાળિયું સાવ સુકાણી :

ચીરતો એનું થડ કુહાડો,

લાકડે આગ મુકાણી,

રે હો લાકડે આગ મુકાણી—ભીંત.

જડને ટોડલે ચેતન મ્હોરે,

પૂજવા આવે માયા,

રે હો પૂજવા આવે માયા :

લાખ કાચા લોભ—તાંતણે બાંધે,

મનવા ! કેમ બંધાયા?

મારા મનવા ! કેમ બંધાયા?—ભીંત.

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: