સુરેશ દલાલ /રોહિત મહેતાની નજરે

સુરેશ દલાલ /રોહિત મહેતાની નજરે

 

જે વ્યકિત એક વાર સુરેશ દલાલને મળે એટલે એ પંડિત બોલતો અને માનતો થઇ જાય: તમે વાતો કરો તો … આ સર્જ્કને પ્રત્યક્ષ મળીએ કે તખ્તા પર માણીએ, એ કોઇ પણ સ્થિતિમાં સહજ દેખાય, મોટાં કામ કર્યાનો કોઇ અહમ રાખ્યા વગર નાના માણસો માટે નિસબત રાખવાનો સ્વભાવ. આંખોમાં કવિતાનો નશો, પુસ્તકોથી ઢંકાયલી ઘરની દીવાલોની પ્રિન્ટેડ હુંફ, અવસ્થાને અવગણીને વ્યવસ્થામાં માનવાની જીદ, એટીએમ મશીનમાથી બહાર પડતી કડકડતી નોટ જેવા તરોતાજા વિચારો, જગતની સાથે રહીને જાત સાથે દોસ્તી કેળવવાની આવડતનું પંચામ્રુત એટલે સુરેશ દલાલ.

સુ.દ.ના ટુંકા નામે ઓળખતા સુરેશભાઇનો જન્મ 11 ઓક્ટોબર, 1932 ના રોજ મુંબઇમાં થયો. નર્મદ સુર્વણચદ્ર્કથી લઈને અમેરિકન સરકારનું સમ્માન મેળવનારા સાહિત્યકાર સુરેશ દલાલ અને અફલાતુન અભિનેતા અમિતાભ બચ્ચન વચ્ચે સામ્ય શું ? બન્નેની જન્મ તારીખ એક જ છે. એ અર્થમા એકદમ ફિલ્મી ઠબે કહી સકાય: સુરેશ દલાલ ગુજરાતી સાહિત્યના અમિતાભ બચ્ચન છે. કોલમોનો થાક એમની કલમને ક્યારેય લાગ્યો નથી. ,કવિતા એમનો પ્રાણવાયુ છે. જે માણ્યું હોય અને લોકોમાં વહેચવાની તાલાવેલીએ અનેક અફલાતુન સંપાદનોને જન્મ આપ્યો છે. સાતત્યનું સત્ય એમના વિસ્તરેલા બાયોડેટામાં ઠેરઠેર વિખેરાયલું પડ્યું છે.

જેમનું ફેવરિટ ગીત આજ ફિર જીને કી તમન્ના હૈ .. હોય એવા આ સર્જકનો અભિગમ હકારાત્મક હોય એમાં કોઇ નવાઇ નથી. એમનો રસવૈભવ અનેરો છે. એક તરફ દિલમાં જુની રંગભૂમિની સ્મ્રુતિ સચવાયલી છે. તો બીજી તરફ દેશ- વિદેશની સેંકડો ભાષાઓનાં કાવ્યોની જહોજલાલી. કઇ રીતે આટ્લું બધું યાદ રહે છે એ વિશે સર્જક પોતે પણ ચકિત છે. કવિતાના લય સામે ચહેરા પર કરમાયેલી ઝાંખી પડી જય છે .

રેડિયો ઓન કરીએ અને તરત સ્ટેશન પકડાઇ જાય એવી સજ્જ્તાથી એ જે સારું છે અને પકડી લે છે. પકડીને તિજોરીમાં રાખવાને બદલે ગમતાંનો ગુલાલ કરવાનું એમને સાહિત્યિક વ્યસન છે. એક જ જિંદગીમા અનેક ભુમિકા ભજવવાની એમને ફાવટ છે. કવિ લેખક પ્રધ્યાપક, સંપાદક, અનુવાદક આસ્વાદક વક્તા વગેરે અનેક રોલ એ સહજતાથી નિભાવી જાણે છે. સંબંધ એમનું સરોવર છે. પુસ્તકો એમની પેશન છે અને કવિતા એમનો કરિશ્મા છે.

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: