દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ—/રાજેંદ્ર શુક્લ

logo-download

 

દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ—/રાજેન્દ્ર શુક્લ

 

દખણાદી દોઢીના દરવાનને તો

ઓળખે આખું નગર

નાનુંમોટું એકેએક જણ.

દાઢીમૂછના કાતરાના સફેદ રેશમ ફરકાટે

નગર આખામાં અલગ

સિત્તેર સિત્તેર વર્ષના સાગ જેવી

સીધી, ઊંચી,

સવારસાંજ ગઢની દખણાદી રાંગે

મૂછોને વળ દેતી

ખોંખારા ખાતી

ટ્હેલ્યા કરતી ખખડધજ કાયાને દીઠે તો

સહુ કોઈ ઓળખે

ને દીઠે તો ઓળખવું સહેલું સહુ કોઈને

તે મકાને, દુકાને

શેરી બજારે ,

ચોરેચૌટે,

ઘઆંગણે, રાજદરબારે

ને દરબારગઢના મોલને છેક છેવાડે ઝરૂખડેય

કૈં વાત પ્રસરતાં વાર ન લાગી કે–

કેવળ ઢાલતલવાર ને ભાલાની સોબતે

પચાસ પચાસ વરસથી કસુંબા લેતો

ને ઉગમણા ભાણને નિત અંજળિયું દેતો

તે દખણાદી દોઢીનો એકલવાયો જીવ

ઘૂંટે છે છેલ્લેરા શ્વાસ

ખરલમાં નાખીને

સિત્તેર સિત્તેર વરસના આયખાના સરવાળાની

અફીણકાંકરી ખરડ ખરડ ઘૂંટે છે.

લડાઈ તો વરસોથી ચાલે છે

સીમાડાના રજવાડા સાથે

વટના કટકા વંકા બાખડે છે વરસોથી

ને બળિયા તો બાખડતા રહેશે વરસો લગ

પણાઅ ગઈ કાલનું તો કટક કાળનું

ઓચિંતું ગઢના દરવાજા લગ પોગ્યું

તે આગળ થઈને કટકને પાછું તો કાઢ્યું

ભૂંડે હાલ ખદેડ્યું એકલ પંડે

પણ દખણાદી દોઢીના દરવાનની

કાયા જ રોગી ખડેડી પડી.

ઘા ઝીલી ઝીલીને તે કારમી વાત

વા પેઠે ફ્લાતાં વાર ન લાગી જરાય

પણ પ્રાણ કૈં એવા તો

અટવાઈ રહ્યા છે કે

કેમેય ના છૂટે કે છોડે

જીવ જાણે જાતો જાતો

તાળવે જ ચોંટી ર્ યો લાગે છે

ને ઠરડાતી આંખોમાં આવીને

અટક્યું કાંક

કાંક એવું અટક્યું છે—

કાળું ધબ આકાશ.

વીજળીના સળાવા જેવું

અમરાપુરીનું વેમાન

તોય લિયે ખાલીખમ ચકરાવા

દખણાદી દોઢીની મથોમથ

કાંગરે કાંગરે

પીળા ધમરક જામા પહેરી પહેરીને

ચડી લાલ ચાખડીએ

વાટ જોતા બેઠા છે ધરમરાયના ધીંગા દૂત

મોઢે મીઠાં મધ મરક્લડાં તગતગે

રે મરક્લડાં મૂઆં બોકાની બાંધીને બેસોને

આ અટવાયું તેય ઉકલશે

ને અટ્ક્યાનોય ઊડશે કાલે

રૂપલાવરણો ઘૂંસ

પણ ખટ્ક્યાનો ન મળે કાંઈ ઈલાજ.

તે આ શ્રાવણી અમાસની

કાજળઘેરી માઝમ રાતે

અંધારું ખેલવતો

ઓઢીને રેશમનો અંધારપછેડો

આવશે

બોકાનીબંધ અલબેલો અસવાર

આવતોકને ધીમેથી દેશે

દરવાજે ચાર વાર ડંકા

ને લેશે હળવેથી

લોપાઈ ગયેલું નામ

તો ડોકાબારી કોણ ખોલશે?

ભોગળ તો ભીડેલી રહેશે

ને રહેશે મોંસૂઝણાં લગ એમ જ

ઝળેળાટ જાગંતી

મોલના છેવાડે ઝરૂખડે

કેસરવરણી બબ્બે મશાલ બ્હાવરી

ને નિતની જેમ જ

વાગ્યા કરશે સવારનાં ચોઘડિયાં સૂમસામ

સૂરજની સાખે રાખેલાં

વેણ વાંઝિયાં વહી જશે

કારમાં કેણ રહી જાશે કેવળ ભવભવનાં

ને

માથે હાથ મૂકી દીધેલાં અભેદાનનું તો

જે થાવું હશે તે થાશે

પણ આ લડાઈ તો

વરસોથી ચાલે છે

ને વારેકવારે

રણશિંગાં ફૂંકાતાં રહેશે…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: