“ પણ જોજો હો…!”/શાન્તનુ લ. કિરલોસ્કર

Vyp – 328

વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક : મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ ટ્રસ્ટ

પણ જોજો હો…!/શાન્તનુ લ. કિરલોસ્કર

                        

       [પ્રામાણિકતા અને તનતોડ પરિશ્રમનાં સનાતન ભારતીય મૂલ્યોની સાથે આધુનિક યંત્રવિદ્યાનો વિરલ સમન્વય કરનાર ભારતના એક આગેવાન ઉદ્યોગપતિ શાન્તુ લ. કિરલોસ્કરે જુવાનીમાં અમેરિકા જઈ વિખ્યાત એમ. આઈ. ટી. સંસ્થામાં ઇજનેરીનો અભ્યાસ કરેલો. મહારાષ્ટ્રમાં પિતાના નાનકડા કારખાનામાં એ 1926માં જોડાયા અને અવિરત પુરુષાર્થને પ્રતાપે દેશભરમાં સન્માનિત ઉદ્યોગપતિ બન્યા. એકાણું વરસની વયે, 1994માં એમનું અવસાન થયું. ત્યારે કિરલોસ્કર જૂથના ઉદ્યોગો તરફથી કેટલાંક દૈનિક છાપાંમાં અરધાં પાનાં ભરીને જાહેરાતો આપવામાં આવેલી, તેમાં કિરલોસ્કર દાદાનો નીચેનો સંદેશો રજૂ થયેલો :]

       મને ખબર છે કે તમને તો એક ફક્કડ બહાનું મળી જવાનું – પણ જોજો હો ! મારું મરણ થાય ને હું અહીં આંટો મારવા ન આવ્યો હોઉં, એટલા ખાતર તે દિવસે કામ બંધ રાખતા નહીં.

       અને હા, ગમગીન ચહેરાઓ લઈ લઈને ફરશો નહિ ને લાંબાંલચ ભાષણો કરતા નહિ – હું તો એવું એકાદુંયે ભાષણ સાંભળવા જેટલું બેસી શકું જ નહિ. એના કરતાં તો, અહં, તમે મને એકાદ મોટું કૉમ્પ્રેસર કે ડીઝલ એન્જિન જ બનાવી આપોને ! અમેરિકા કે ફ્રાંસથી કોઈ મોટો નિકાસ-ઓર્ડર મેળવી લાવો ને ! એક સાવ નવા, ક્રાંતિકારી સુપર કમ્પ્યૂટરની રચના કરી આપોને !

       તમને ઠીક પડે તે કરો – તમે દરજી હો, તો ગામના તમારા લત્તામાં સારામાં સારું પેન્ટ સીવનારા તમે હો એવું હું ઇચ્છું; અથવા હોટલના વેઇટર હો, તો એવી સફલાતૂન સર્વિસ આપો કે તમારે ત્યાં ઘરાકોની ભીડ જામ્યા કરે.

       તમારે મને અંજલિ આપવી છે ને ? ખુદાને ખાતર મારું કોઈ બાવલું બનાવશો નહિ. બસ, સરસ કામ કરતા રહો. આજે ને હરહંમેશ. એમ કરતાં કરતાં આપણે એક સરસ મજાનો મુલક ઊભો કરી દઈશું.

       વફાદારી તો એક રોગચાળો છે. હમણાંનાં વરસોમાં ભારતમાં એ બહુ ફેલાયો છે. લોકો જ્યારે મને વફાદાર રહેવાની વાત કરે ત્યારે હું કહેતો હોઉં છું કે, મારે તો તમારી કે બીજા કોઈનીયે વફાદારી જોઈતી નથી – મારાં પોતરાંઓની પણ નહિ. કાલ સવારે હું ભ્રષ્ટાચારી બની ગયો. શું તમે મને વફાદાર રહેવાના ? હું મરી જઈશ ત્યારે શું કરશો ? તમારી વફાદારી ક્યાંક બીજે લઈ જશો ? જેની કિંમત હોય એવી એકમાત્ર વફાદારી તો છે મૂલ્યો માટેની વફાદારી. કારણ, ફિલસૂફો ભલે ચાહે તે કહે પણ, અમુક મૂલ્યો કદી પણ બદલાતાં નથી. જેમ કે – ઉત્તમતા અથવા બુદ્ધિની ખડતલતા, ગતિશીલતા, ઇમાનદારી, કલ્પનાશક્તિ કે વિનોદવૃત્તિ.

                           

                                          *

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,488 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: