અખંડ આનંદની પ્રસાદી-(2)

AKHAND_AANAND237

 

અખંડ આનંદ સપ્ટેમ્બર2014//જોયેલું ને જાણેલું વિભાગ

[પાના: 85 થી 86]

અપરિચિત કે ચિરપરિચિત //નલિની મં. વોરા

મારી પ્રિય સખી તે મધુમીતા. જેવું નામ તેવા જ ગુણ. મધુ જેવા જ ગળચટ્ટા. તેમના જીવનમાં ઘટેલી આ સચોટ જીવનકથા છે.

ઘણાં વર્ષો અગાઉ તેઓ આણંદ નિસર્ગ-ચિકિત્સા કરાવવા માટે નિસર્ગોપચાર સંસ્થામાં ગયાં હતાં. ત્યાં તેમને એક મુસ્લિમ દંપતી બેતુલ અને મહમદભાઈ સાથે ઓળખાણ થઈ. અને એ ઓળખાણ ઘનિષ્ટ મિત્રતામાં પરિણમી. આ મુસ્લિમ દંપતી લંડનમાં રહેતું . પરંતુ અવારનવાર મુંબઈ કામ અર્થે આવતું હતું, સાથે રહેવાને લીધે મધુબહેન તથા તે દંપતી વચ્ચે સારો ઘરોબો બંધાઈ ગયો. મુંબઈ આવે ત્યારે તે દંપતી હંમેશાં ‘રામા-ડા’ હોટેલમાં રહેતું હતું. હવે લંડનથી જ્યારે મુંબઈ આવે ત્યારે મધુબહેનને ત્યાં અચૂક જમવા જાય, તેઓ પણ મધુબહેનના કુટુંબને હોટેલમાં જમવા બોલાવે. લંડનથી પણ અચૂક એ બધાં સંપર્કમાં રહેતાં હતાં. પરસ્પરનો મીઠો મેળ હતો.

થોડા સમય પછી એક દિવસ મધુબહેન બહારથી ઘરે આવ્યાં તો એક યુવતી હીંચકા ઉપર બેઠી હતી. તેઓ નજીક ગયાં તે ખબર પડી કે આ તો ‘બેતુલ’ છે ! અને તરત મધુબહેન બોલી ઊઠ્યાં: ‘અરે બેતુલ, તને શું થઈ ગયું? તું આટલી બધી નબળી કેમ થઈ ગઈ?’તો બેતુલની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં અને તે બોલી કે ‘મને બલ્ડ કૅન્સર’થયું છે અને લંડનમાં મારા બધા જ ઉપચારો ચાલુ છે. તમને ફિકર થાય એટલે ટેલિફોનમાં મારી તબિયત વિશે કંઈ જ કહ્યું ન હતું.’

આ સાંભળી મધુબહેનને ઘણો આઘાત લાગ્યો, ઘણું દુ:ખ થયું પણ તેને કળાવા દીધું નહિ. થોડા વખત પછી તે દંપતી પોતાના ઘરે લંડન પાછું ગયું.

થોડા દિવસ પછી મધુબહેનને ઈચ્છા થઈ કે હું બેતુલ સાથે વાત કરું અને તેની તબિયતના સમાચાર પણ પૂછી લઉં. તેમણે લંડન ફોન કર્યો ત્યારે મહંમદભાઈએ ફોન લીધો, મધુબહેને પૂછ્યું કે ‘બેતુલને હવે કેમ છે? જવાબમાં મહંમદભાઈ કંઈ જ બોલી ન શક્યા અને રડવા માંડ્યા. એટલે મધુબહેને તેમને કહ્યું કે ‘ચિંતા ન કરો બેતુલને સારું થઈ જશે. ’જવાબમાં મહંમદભાઈ રડતા અવાજે બોલ્યા કે “ગઈકાલે જ બેતુલ અલ્લાહને પ્યારી થઈ ગઈ, મને છોડીને મારી બેતુલ ચાલી ગઈ.”

આ સાંભળી મધુબહેન આઘાતથી દિગ્મૂઢ જેવાં થઈ ગયાં અને ફોન મૂકી દીધો. પંદર મિનિટ પછી તેઓ જરા સ્વસ્થ થયા અને પાછો મહંમદભાઈને ફોન કરી તેમને દિલાસો, આશ્વાસન આપ્યું અને અંત સમયે શું થયું તે વિગત જાણી. મહંમદભાઈ ઘણા જ ઢીલા થઈ ગયા હતા. તેઓ કહે ‘મારી બેતુલ માટે તમે દુઆ કરો કે અલ્લાહ તેને જન્નત બક્ષે.’

બીજા દિવસથી મધુબહેને સંકલ્પ કર્યો કે મારાથી જેટલું બનશે તેટલું દાન-પુણ્ય હું બેતુલને નામે કરીશ. તેઓ ધર્મિષ્ટ હોવાથી દરરોજ દર્શન કરવા જાય, ત્યાં ઠાકોરજીને થાળ, ગાયને ઘાસચારો, કબૂતરને ચણ, કાગડાને ગાંઠિયા, કૂતરાઓને રોટલા વગેરે દેવાનું ચાલુ કર્યું. તે ઉપરાંત બેતુલના નામથી સ્કૂલમાં અનાથ બાળકોને ફી, ચોપડા, બેગ, યુનિફોર્મ તથા નાસ્તાની વ્યવસ્થા યથાશક્તિ ચાલુ કરાવી. આ બધી યોજના સુંદર રીતે કરી.

આ પછી તેમને વિચાર આવ્યો કે હું મારે ઘેર શાંતિપાઠ કરાવું. અને તેનું સઘળું પુણ્ય હું બેતુલને અર્પણ કરીશ. તેઓએ મંદિરમાંથી ભજનમંડળી તથા નજીકનાં આપ્તજનો તથા મિત્રોને પોતાના ઘરે આમંત્ર્યા અને ઘરમાં સરસ રીતે શાંતિપાઠ, સ્તવન, ભજન-કીર્તન વગેરે કર્યા અને આવનાર દરેક સભ્યનું સારી રીતે સન્માન કર્યું. બધું સમાપ્ત થયા પછી મધુબહેન ઊભાં થયાં અને ગળગળા સાદે બધાને કહ્યું કે ‘આ શાંતિપાઠ મારી પરમ સખી, કે મારી વ્હાલી દીકરી બેતુલને માટે કર્યા હતા અને હું ઈચ્છું છું કે પ્રભુ તેના સદ્ આત્માને સદા, સર્વદા, શાંતિ, સુખ-ચેન આપે.’આ સાંભળી બધાંજ ખૂબ ભાવુક બની, તેમની સદ્ ભાવના ને બિરદાવી રહ્યાં.

બીજે દિવસે મધુબહેને મહંમદભાઈને ફોન કરીને વાત કરી કે, ‘મેં મારી બેતુલ માટે શાંતિની-દુઆ કરી છે.’, તે સાંભળીને મહંમદભાઈને ઘણું જ સારું લાગ્યું અને બોલ્યા કે ‘અલ્લાહ તમારા બધાની દુઆ જરૂરથી કબૂલ રાખશે અને મારી બેતુલ ઝન્નતનશીન જ થશે….આમીન. ’

શું આને જ આગલા જન્મની લેણદેણી કે પરભવની પ્રીતિ કહેવાતી હશે? શું તમને નથી લાગતું કે દુનિયા સાવ ખરાબ નથી. માનવતાનાં મૂળિયાં હજી વટવૃક્ષ બની શકે, અગર જો તેની પૂરેપૂરી સંભાળ રખાય તો?

——-

302, જોઆના પ્રીમાઈસીસ, બિલ્ડિંગ નંબર-2, મૅન્યુઅલ  ગોન્સાલ્વીસ રોડ, બાન્દ્રા(વેસ્ટ) મુંબઈ-50 મો: 09819996412

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “અખંડ આનંદની પ્રસાદી-(2)
  1. Vimala Gohil કહે છે:

    આદુનિયા સાવ ખરાબ નથી જે, ઍના કોઈને કાય ખૂણે સદભાવના છ્હુપાયેલી છે જે. આવી મીઠી-મીઠી પ્રસાદી ેટલે જે માનતી રહે છે .આભાર પ્રસાદી માટે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,306 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: