આ વાલો! // જયંતીલાલ માલધારી

MLPVY 59 – 170

logo-download

મિલાપની વાચનયાત્રા : 1959//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ//આ વાલો!//જયંતીલાલ માલધારી

                                   આ વાલો!

                            જયંતીલાલ માલધારી

       એક સવારે હું મારી દીકરીને ગીતાજીનો બારમો અધ્યાય શીખવવાની કડાકૂટ કરતો હતો ત્યાં વાલો મેતર આવ્યો.

       આવો વાલાભાઈ, રામ રામ, મેં કહ્યું.

       એ રામ રામ. હમણાં તો બહુ દિવસે જોયા! કહો, કેમ છો?

       છે તો ઠીક. આ એક નાથીઆના ઉધામા થકવી દે છે. નાથીઓ વાલા મેતરનો મોટો દીકરો. છોકરો ઘડી ઘડી નોખો થાય ને પાછો ભેળો થાય.

       હું તમને કહું છું કે એને એક નોખું ખોરડું જ બાંધી દ્યોને—નકામા બળાપા કરવા મટે! મેં સલાહ આપી.

       હું ઈ જ વિચારમાં છું. શું કરશું? ઘડીક થાય છે કે અગાસીવાળું બાંધું કે વિલાયતી નળિયાં ચડાવું? ભાઈ, મને તો લાગે છે કે પતરાંવાળું જ કરું એટલે પછી ઉપાધિ જ નહિ. આ વાલો મેતર વીડીં રાખી ઘાસ વેચવાનો ધંધો કરે. આજુબાજુના ગામડામાં સૂકાં છોડાં, ચામડાં લાવે ને એય વેચે. વ્યાજવટાવ પણ કરે. ભારે હૈયાવાળો આદમી.

       પછી અમે ખોરડું કેવું બાંધવું એના વિચારે ચડ્યા. વાલા મેતરે ચલમ સળગાવીને બે દમ માર્યા ત્યાં લગીમાં તો અમે બ્રહ્મદેશના જંગલમાંથી પાકો સાગ લાવવા સુધી પહોંચી ગયા. ખૂણેમોહકે કઈ ખાણનાં બેલાં વાપરવાં ને ક્યા મિસ્ત્રીને બોલાવવો એ બધું લગભગ નક્કી કરી નાખ્યું. અને ચણતરમાં માટી જ વાપરવી કારણ કે અમારા પંથકમાં લોકોને એવો પાકો ખ્યાલ કે આ માટી વહેલીમોડી સીમેન્ટને પણ આંટી દેશે. આમ વાલા મેતરના નાથીઆ માટે ખોરડું બાંધવાનો પાકો નકશો થઈ ગયો.

       ઠીક ત્યારે, વાલાબાપા, હવે ઊઠશું?

       હા, હા, લ્યો તયેં, કરતાકને ઊઠ્યા.

       હમણાં કેની કોર ઝાપટું દ્યો છો? ઊઠતાં ઊઠતાં મેં પૂછ્યું.

       વીડીમાં જ છું. ગંઠા બંધાય છે. હં—પણ ભાઈ, એક પાટિયાનું બટકું જોઈએ છે. આપણા ઓલ્યા ખેરીચામાં હશે કે?

       શું કરશો?

       આ ગંઠા બાંધવામાં એક ખૂટ્યું છે.

       હું હવે સમજ્યો કે આ વાલો મેતર એક પાટિયાના બટકા સારુ છોકરા માટે ખોરડું ને બ્રહ્મદેશના જંગલ સુધી આંટો જઈ આવ્યો. ને એ હૈયાવાળો આદમી એને જોઈતું પાટિયું અમારા જૂના સામાનમાંથી લઈને પોતાને કામે ઉપાડી ગયો.

       ઊછીના લઈને વ્યાજે આપે એવો વાલો એક વાર મારા મનને હલાવી ગયો. મને થયું કે આ વાલો!

                                          *

       વાલાના વીડમાં ખડ વઢાઈને કુંદવા થઈ ગયેલા. સાઠ વરસનો એ ફરતિયાળ આદમી ગામથી ચાર ગાઉ દૂર એના વીડમાં રોજ આંટો જઈ આવતો. એની ભારે સાવચેતી હોવા છતાં રોજ કોક ખડનો ભારો બાંધી ઉઠાવી જતું હતું. એણે એક વાર વાતવાતમાં મને કહેલું, ભાઈ, કોઈ પાકો આદમી લાગે છે. નકર મારી નજર ન ચૂકી જાય. પણ એક દિ વાલાએ ચોરને પકડી પાડ્યો.

       કોણ હતો ઈ? મેં પૂછ્યું.

       બરાબર સૂરજ મેર બેઠા ને હું ઘરભણી વળતો હતો એમાં મને વિચાર આવ્યો ને હું પાછો વળ્યો. ઓલી રાફડાવાળી કટકી જેમનો હાલ્યો. ઊંચે ચડીને જોઉં તો કો’ક આદમી ભારો બાંધી ઊભો‘તો. હત તારી! પણ હવે તો પકડ્યો જ સમજ, એવો વિચાર કરી હું પેલાની નજર ચૂકવીને પગલાં ભરું ત્યાં તો સામેથી જ સાદ આવ્યો—

       એ વાલા બાપા, જરા ઓરા આવો તો! ઓળખ્યો: આ તો ઓલ્યો કાનીઓ. કેવો મારો બેટો પાકો ચોર! હું ત્યાં પહોંચ્યો એટલે મને કહે, લ્યો બાપા, ભારો ચડાવું?

      લે હવે શરમા, કાનીઆ ! મારા જ ઘરમાં ચોરી કરે ને પાછો હું તને ભારો ચડાવું?

      બોલશો મા, બાપા, ચડાવી દ્યો ઝટ, હજી આઘું જાવું છે.

       હવે કાલો થા મા, કાલો. છોડી નખ ભારો. મેં કહ્યું.

       જો બાપા, લાંબી વાતનું ટાણું નથી. વઉને સુવાવડ આવી છે. ઘરમાં ટંકનાય દાણા નથી. અને હું એકલો બધે પહોંચુ એમ નથી એટલે જ આ કામો કરવો પડે છે. તમે જ કહો—બીજું શું કરું?

       વાલા મેતરની વાત હું એકધ્યાનથી સાંભળી રહ્યો હતો. હું બોલ્યો: શી દુનિયા છે! એક તો ચોરી ને માથે પાછી ચાલાકી!

       ચાલાકી નો’તી, ભાઈ; એની વહુને સુવાવડ આવી’તી ને ઘરમાં ટંકના દાણાય નો’તા ઈ વાત સાચી હતી.

       પણ એટલે કાંઈ વીડમાંથી ચોરીના ભારા બંધાય?

       બંધાય જ ને, ભાઈ—શું થાય?

       શું કહો છો, વાલાભાઈ? પણ તમે પછી શું કર્યું?

       શું કરે? એને ભારો ચડાવ્યો ને દસ રૂપિયા રોકડા આપ્યા, વાલા મેતરે કહ્યું.

       આ વાલો !

                                          *

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “આ વાલો! // જયંતીલાલ માલધારી
  1. Upendra Varma કહે છે:

    Really good thing done by giving Rs 10 and gave support for lifting bharo.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,972 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: