ગાંધીજી સાથે યરવડામાં // કાકા કાલેલકર

9331mahatma-gandhi-posters 

મિલાપની વાચનયાત્રા : 1959//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ/ પાના:166 થી 169

/                    ગાંધીજી સાથે યરવડામાં

                         કાકા કાલેલકર

                   

*ડોઈલની પસંદગી

     શરૂઆતમાં જ કહી દઉ કે ગાંધીજી ઈચ્છતા ન હતા કે મને સાબરમતીથી ખસેડી, યરવડામાં એમની પાસે લઈ જવામાં આવે. મને પૂછવામાં આવત તો હું પણ કદાચ ના પાડત—પણ બીજા કારણસર.

     આશ્રમના પ્રારંભથી સાથે રહ્યા છતાં ગાંધીજીની અંગત સેવા કરનાર નાનકડા મંડળમાં હું કોઈ કાળે ન હતો. બાપુજીને શું જોઈએ છે, શું નથી જોઈતું વગેરે ઝીણી ઝીણી વિગતો હું ન જાણું અને, મારી જિંદગીમાં મેં કોઈ પણ કામો વ્યવસ્થિત રીતે કરેલાં ન હોવાથી, બાપુજીની સેવા મારાથી સંતોષકારક થઈ શકે એવો વિશ્વાસ મારામાં નહીં. એટલે ગાંધીજી સાથે જેલમાં એકલા રહેવું એ જિંદગીનો એક અલભ્ય લાભ હોવા છતાં બાપુજીને હું સંતોષ ન આપી શકું, અને વખતે એમને અકળાવું પણ ખરો, એ વિચારે હું ના પાડત.

     બાપુજીનો વિચાર એ હતો કે કાકા સાબરમતીમાં સરસ ગોઠવાયા છે. અનેક યુવાન રાજદ્વારી કેદીઓને ભણાવે છે. એટલું જ નહીં, પણ વિદ્વાનોની મદદથી જાણે રીતસરનું એક મહાવિદ્યાલય જ જેલમાં ચલાવે છે. એ સેવામાંથી એમને ખેંચી લેવા એ સારું નહીં.

     ‘ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ’ કર્નલ ડોઈલ મને ઓળખતા હતા. 1923ની સાલમાં જ્યારે પહેલી જ વાર હું સાબરમતી જેલમાં હતો ત્યારે તેઓ લશ્કરી ખાતામાંથી નવાસવા, જેલ-ખાતામાં, સુપરિન્ટેન્ડેન્ટ તરીકે આવ્યા હતા. ત્યારે પાંચ-સાત મહિનાનો મારો પરિચય એમને હતો. અને અમારી વચ્ચે કંઈક સદ્-ભાવ પણ જાગ્યો હતો. એટલે એમણે મારી પસંદગી કરી. અને ગાંધીજીની ના હોવા છતાં, મને યરવડા મોકલવાની ગોઠવણ કરી.

——————————————————————————

                    રાજકેદીની રહેણી

     બાપુજીને યરવડામાં આણ્યા ત્યારે મેજર માર્ટિ પોતાની કલ્પના પ્રમાણે બાપુજીની ઓરડી સજાવી. એમાં ચાનાં વાસણો વગેરે ઘણું ઘણું હતું એમ મેં પાછળથી સાંભળ્યું. બાપુજીએ એ બધું કાઢી નાખ્યું અને કહ્યું કે, મારે તો સાદા કેદીની પેઠે જ રહેવું છે; શરીર કેટલીક સગવડો માગી લે છે તેટલી જ લઈશ. એટલે એમણે સૂવા માટે ખાટલો અને ગાદી, દૂધ વગેરે રાખવા માટે થોડાં વાસણો, લખવા માટે મેજને બદલે એક ઢાળિયું વગેરે થોડી વસ્તુઓ મંગાવી લીધી.

     હું પહોંચ્યો ત્યારે બીજી બે વસ્તુઓ એમણે પોતાને માટે તૈયાર કરાવી: દૂધ, શાક વગેરે રાખવા માટે એક જાળીદાર પાંજરું, અને પેશાબપાત્ર રાખવા માટે એક ઊંચું સ્ટૂલ.

     બાપુજી કોઈ પણ વસ્તુ મંગાવતાં ઘણો સંકોચ કરતા હતા. માર્ટિને કહ્યું કે, “સરકારે તમારા ખર્ચ માટે માસિક દોઢસો રૂપિયાની મંજૂરી આપી છે. મેં સરકારને લખ્યું છે કે, આવડા મોટા માણસ માટે દોઢસો રૂપિયા બસ નથી, ઓછામાં ઓછા ત્રણસો રૂપિયા તો હોવા જ જોઈએ.”

     સહેજ હસીને બાપુજીએ કહ્યું, “પૈસા તો હિંદુસ્તાનની તિજોરીમાંથી જ ખરચ થશે ને? ગરીબ પ્રજા પર મારો આટલો બોજો હું નાખવા માગતો નથી. મેં મારા મન સાથે માસિક પાંત્રીસ રૂપિયા ગણ્યા છે. એથી વધારે ખરચ ન થવો જોઈએ. ખરું જોતા મામૂલી કેદીની પેઠે જ મારે રહેવું જોઈએ. પણ મારે શરમ સાથે કબૂલ કરવું પડે છે કે મારું શરીર થોડી વધારે સગવડો માગી લે છે.”

——————————————————————————- ——————————————————————————————————————————–                        સેવકની સેવા

     બાપુજી સાથે યરવડા જેલમાં મારી સ્થાપના થઈ ત્યારે મારી તબિયત સારી ન હતી. એટલે બેએક દિવસ તો મેં દિવસરાત સૂવાનું અથવા પથારીમાં પડ્યા રહેવાનું પસંદ કર્યું. બાપુજીના દેખતાં પથારીમાં આડા થતાં સંકોચ તો ખૂબ થયો, પણ પૂરો આરામ કરવાથી જ જલદી સાજો થઈ જઈશ એ હું જાણતો હતો.

     બે દિવસ આરામ લીધા પછી મારો કાર્યક્રમ ગોઠવવાનો હું વિચાર કરતો હતો એટલામાં બાપુજી મારી આગળ આવીને કહે, “કાકા, મેં મારા વખતનો હિસાબ કરી જોયો. હું તમને રોજ અડધો કલાક આપી શકું. મને ખબર છે કે તમને પોતાને હાથે લખવાની ટેવ નથી; સ્વામી; જુગતરામ કે ચંદ્રશંકરને લખાવો છો. તમારે કંઈ લખાવવું હોય તો હું જરૂર લખી આપું. રોજ અડધો કલાક.”

     સાંભળતાવેંત હું તો પાણી પાણી થઈ ગયો. જ્યારે બોલવા જેવી હાલતમાં આવ્યો ત્યારે મેં કહ્યું, “બાપુજી! ભગવાને મને વિશેષ બુદ્ધિ આપી નથી એ ખરું. પણ હું એટલો બધો બાઘો નથી કે આપને લખાવવા તૈયાર થઈ જાઉં.” ફરી બાપુજીએ કહ્યું, “ના, ના, સંકોચ કરવાનું કશું કારણ નથી. હું, ખરેખર, અડધો કલાક આપવા તૈયાર છું.”

     “આપને લખાવવા જેવું મારી પાસે કશું છે જ નહીં.”

——————————————————————————

                    જેલ દરમિયાનનું વાચન

     1921 કે 1922માં બાપુજી પહેલી વાર ભારતની જેલમાં—યરવડામાં—પુરાયા હતા.

     એ વખતે જેલના પુસ્તકાલયમાંથી બાપુજીએ કેટલીક ચોપડીઓ મંગાવી વાંચી હશે. એમાંથી બે ચોપડીઓ એમને ખાસ ગમેલી: ‘સીકર્સ આફ્ટર ગોડ’ અને કિપ્લિંગની ‘જંગલ બુક’. આ વખતે એમણે મને એ વાંચવાની ભલામણ કરી. સદ્-ભાગ્યે જેલના પુસ્તકાલયમાંથી એ બન્ને ચોપડીઓ મળી આવી.

     આ પાંચ-છ મહિના દરમ્યાન ગાંધીજી પાસે જે અનેક ચોપડીપ આવી, એમાંથી બે વાંચ્યાનું મને આજેય સ્મરણ છે. એક હતી અપ્ટન સિંકલરની ‘ગૂઝ સ્ટેપ’. એમાં એણે અમરિકાની કેળવણીનું તંત્ર કેટલું સડેલું છે એ વિગતો સાથે પુરવાર કર્યું છે. મોટા મોટા લોકો અને સંસ્થાઓનું નામ લઈને એમની સામે લખવામાં એ માને છે. કહે છે કે, “જાણી જોઈને હું માનહાનિના કાયદામાં સપડાઉં છું. મારા પર ફરિયાસ તો માંડે! પછી એક એકને ઉઘાડા પાડીશ.” કોઈ એને છેડતું નથી.

     એક પ્રેરણાદાયી ચોપડી વાંચી તે નેત્ર વિનાની નેત્રી હેલન કેલરની ઉત્તર-જીવન-કથા ‘મિડસ્ટ્રીમ’. બાપુજીએ એની પૂર્વજીવનની કથા ‘ધી સ્ટોરી ઓફ માઈ લાઈફ’ વાંચેલી અને એનાં ઘણાં વખાણ કરેલાં.

     જેલમાં મારો પ્રધાન રસ બાપુજીની ઝીણી ઝીણી સેવા કરવાનો અને તેઓ નવરા પડે એટલે એમની સાથે વાતો કરવાનો હતો. એમનાં ઝીણાં ઝીણાં કામો પાછળ ઠીકઠીક વખત જતો અને એ જ મારો સૌથી મોટો આનંદ. વાસણ ઊટકવાં, પથારી કરવી, એમની વસ્તુઓ ઠેકાણે રાખવી, જોઈતી ચીજ ઝટ કાઢી આપવી, એમને માટે રાંધવું, એમના કાંતવાની અને પીંજવાની તૈયારી કરવી, તાર ફાળકા પર ઉતારી એનો હિસાબ રાખવો, આવતા-જતા કાગળો વાંચીને ઘટતી વાતોની યાદ દેવરાવવી વગેરે કામો પાછળ દિવસ ક્યાં જતો રહ્યો એનો ખ્યાલ જ આવતો ન હતો.

——————————————————————————

                         આકરી સજા

     બાપુજીના ખોરાકનું શું અને બીજું શું, દરેક તંત્ર હિસાબ પ્રમાણે ચાલે. બજારમાંથી એક શેર કિસમિસ આવી. બાપુજી કહે, “આ આઠ દિવસ ચાલવી જોઈએ. કિસમિસ ગણી કાઢો અને આઠ સરખા ભાગ કરી રોજની કેટલી આવે છે તે આપણે જોઈ લઈશું.” પ્રત્યક્ષ સંખ્યા અત્યારે યાદ ક્યાંથી જ હોય? મને ખ્યાલ છે તે પ્રમાણે રોજ વીસ કિસમિસ આપવાની હતી. એ ખોરાક ઓછો પડશે એમ મને લાગ્યું. બાપુજી સાથે આવી બાબતમાં ચર્ચા કરીને લાભ નથી એ હું જાણતો હતો. એટલે મેં રોજ કિસમિસમાંથી મોટી મોટી વીણીને વીસ આપવા માંડી. થોડા દિવસ પછી મોટી કિસમિસ પૂરી થઈ. હવે વધારે આપવા માટે રજા લેવી પડી. મેં કહ્યું કે, “મોટી મોટી પૂરી થઈ, નાની નાની રહી છે. એથી પોષણ પૂરતું નહીં મળે. એટલે વધારે આપવા દો.” નારાજ થશે, કંઈક વઢશે એની અપેક્ષા અને તૈયારી તો હતી જ. પણ મામલો ધાર્યા કરતાં આકરો નીવડ્યો.

        “એમ કેમ કર્યું?” એમ ઠપકો આપ્યા પછી એમણે કહ્યું કે, “હવે મારે મારું આ કામ તમારી પાસેથી પાછું લેવું પડશે.”

     જેલ કાંઈ આશ્રમ નહોતી કે એકને ઠેકાણે બીજો માણસ એ કામ દોડીને લઈ શકે. હું ન કરું એટલે બાપુજી જ જાતે બધું કરે અને મારે એ બધું જોયા કરવાનું. હું હળવા મનનો નથી. પણ તે વખતે રહેવાયું નહીં એટલે રડી પડ્યો. બાપુજી નરમ થયા અને એમનું કામ મારા હાથમાં રહ્યું. પણ બાકીના દિવસો ઝીણી ઝીણી પણ વીસ જ કિસમિસ મારે એમને તૈયાર કરીને આપવી પડી!

                              *

     “આ થોડાંક ટાબરિયાંને મોકલી આપજો ને માસ્તર! આજે મારા જન્મદિવસની ઉજવણીમાં સરઘસ કાઢવાનું છે!”

                              *

    

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: