ત્રણ ત્રણ ગાંધી માર્યા//પોપટલાલ પંચાલ

ત્રણ ત્રણ ગાંધી માર્યા

મિલાપ, અરધી સદીની વાચનયાત્રા

[ સંપાદક : મહેન્દ્ર મેઘાણી, પાનાના નં : 510 થી 512]

 

તમે અમોને કેવા ધાર્યા

નરમ નમાલા માન્યા ?

અરે અમે તો વારાફરતી,

ફરતાફરતી,

ત્રણ ત્રણ ગાંધી માર્યા !

એક નહીં મોહન ગાંધીજી,

ઇન્દિરા ગાંધીને માર્યા,

રાજીવને સંહાર્યા….

અમે કહો કેવા નરબંકા,

ત્રણ ત્રણ ગાંધી માર્યા !

તકલીધર મોહન ગાંધીએ

મુસ્લિમોને ફટવ્યા;

છૂતાછૂતાનું કલંક ધોવા

હરિજનોને ચગવ્યા;

અને રસોડાની રાણી થઈ

રાંક બનીને ચૂલો ફૂંકતી,

છોરાં જણતી,

જીવન આખું કરી વૈતરાં,

પ્રેમે મરતી –

ઘરની એ અબળા નારીને

સબળા કીધી;

અંગ્રેજો સામે આખડતી,

ઝાંસીની રાણીના જેવી,

ચાંદબીબીનાં બીબાં જેવી,

કરી બડેખાં –

ફટવી મારી મહિલાઓને,

હાય તમારા ગાંધીજીએ

અમ જીવનની

પત્તર રગડી દીધી !

એ ગાંધીને માર્યા –

ફક્કત ત્રણ ગોળીમાં ઢાળ્યા !

અને અલ્યા ભઈ,

નેહરુપુત્રી ઇન્દિરાએ,

ભારતની એ વડી પ્રધાને,

મુછાળા મદોંને જાણે

લબરમૂછિયા કીધા !….

’બ્લુ સ્ટાર’નું શસ્ર ઉગામી,

શીખ સાથે વેર કરાવી,

પ્રાક્રમ એવાં કીધાં,

કે કહેવાતી ભડ પુત્રી એ

ભારતમાની ઇન્દિરાના

રક્ષણકર્તા અંગરક્ષકે

સ્વયં પ્રાણ લઈ લીધા !

એનો પેલો છોરો નાનો,

રાજીવ ગાંધી,

લોક કહે કે ‘ક્લીન’ આદમી.

એણે, ભઈલા,

શ્રીલંકાને સાથ આપવા

હાથ મદદનો દીધો –

એને ત્યારે

ફૂલમાળામાં બૉમ્બ મૂકીને

ક્ષણમાં ફૂંકી દીધો !

તમે કહેશો –

ઘરના દીવડા,

ઘરના થઈને,

અમે બુઝાવી દીધા !

ભારતના તારણહારોને

અમે ડુબાડી દીધા !

મડદાં જેવાં લોકે જેણે

પ્રાણ મર્દના મૂર્યા;

જેની મૃત્યુકથા સાંભળી

જમનાનાં જળ સૂક્યાં;

હેમાળોયે ગયો ઝૂકી,

ને દિગ્ગજ ડોલી ઊઠ્યા,

ને ચિતા પર પોઢ્યો ગાંધી;

અગ્નિ એ શરમાયો,

ઝૂકી ગયાં વૃક્ષો વનવગડે,

પહાડો કંપી ઊઠ્યા;

લાખો આંખો રડી ઊઠી,

ને લાખો રૂંધાયા;

કહો જેમ કહેવું હોયે તે –

અમે રહ્યા નરબંકા !

દેશભક્તિના રંગરખૈયા,

અમે વીર લડવૈયા !

ભલે ઝૂકી આલમ આખી,

ને ભલે રડ્યાં જનહૈયાં.

અમે રહ્યા એવા નરબંકા,

અમે કદી ના ઝૂક્યા !

ભઈલા,

અમે ધર્મ ના ચૂક્યા !

        પોપટલાલ પંચાલ

           *

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “ત્રણ ત્રણ ગાંધી માર્યા//પોપટલાલ પંચાલ
  1. vineshchndra કહે છે:

    hariaum :Namsakr; u can not compare 3 Gandhi together ; what was the background n contribution of gandhiji to nation ;n what Rajiv Gandhi gave BOFFORS to the nations ; just simply do not comare to show ur ilitrate knowledge to us ;

    vineshchandra   chhotai

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: