ખુલ્લું ઘર//નારાયણ દેસાઈ

વાચનયાત્રાનો પ્રસાદ//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ

[‘ભૂમિપુત્ર’ પખવાડિક : 2004]

               ખુલ્લું ઘર//નારાયણ દેસાઈ

         મૂળ જર્મનીથી આવેલા પાદરી ફાધર કુન્ત્સે બ્રાઝિલના સાઓ પાઓલા શહેરની એક ઝૂંપડપટ્ટીમાં સ્વેચ્છાએ નિવાસ સ્વીકાર્યો હતો. એક વાર દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભયંકર દુકાળ પડ્યો ને લોકો ગામડામાંથી ઉચાળા ભરીને શહેર તરફ આવવા માંડ્યા, ત્યારે શહેરના લોકોએ છાપાંને પત્રો લખીને કહ્યું કે શહેરની અનાજની દુકાનો લૂંટાવાનો ભય ઊભો થયો છે, એટલે દુકાનદારોને બંદૂકના પરવાના આપવા જોઈએ. ભૂખે મરતા લોકોના આ પ્રકારના સ્વાગતની વાત વાંચી ફાઘર કુન્ત્સના હૃદયમાં જે પીડા થઈ તે તેમને ઉત્તર-પશ્ચિમમાં લઈ ગઈ. ત્યાંના કસ્બાના મુખ્ય દેવળમાં જઈને તેમણે જાહેર કર્યું કે પોતે 21 દિવસના ઉપવાસ પર ઊતરે છે. શરૂઆતમાં તો લોકોએ એમની હાંસી કરી : “ઉપવાસ કરવાથી ભૂખમરો ઓછો જ મટવાનો છે ?” પણ ફાધર કુન્ત્સને તો ખૂંચતી હતી નગરજનોની હૃદયશૂન્યતા. તેમણે ચૂપચાપ ઉપવાસ ચાલુ રાખ્યા. બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ. લોકો વિચારવા લાગ્યા : ‘આ તો દક્ષિણનો માણસ. એ આપણી ખાતર કષ્ટ વેઠે છે ?’ કોઈ કોઈએ આવીને પૂછ્યું, “અમે શું કરી શકીએ ? અમે તમારી જોડે ઉપવાસ પર બેસીએ ?” ફાધરે કહ્યું : “ભૂખે મરતા લોકોની પીડા જેમણે ખરેખર પિછાણી હોય તેઓ એક કામ કરે. પોતપોતાના ઘર બહાર એક પાટિયું મૂકી તેની ઉપર આટલું લખી દે : ‘આ ઘર સૌને સારુ ખુલ્લું છે. અમારી પાસે જે કંઈ ખાવાનું હશે તે અમે તમારી સાથે વહેંચીને ખાશું. રોટલામાંથી બટકું બટકું. ને એય નહીં હોય તો સાથે બેસીને ભગવાનની પ્રાર્થના કરીશું. હવે એક પછી એક ઘરની આગળ ‘ખુલ્લા ઘર’નાં પાટિયાં મુકાવા લાગ્યાં. 21 દિવસને અંતે તો શહેરનાં હજારો ઘરો સામે એવાં પાટિયાં મુકાઈ ગયાં ને બંદૂકના પરવાના માગતું શહેર ભૂખ્યા લોકો સારુ ઘર ખુલ્લાં મૂકતું થઈ ગયું.

                                                                                               *

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: