વણકરોનું ગીત//સ્નેહરશ્મિ

વણકરોનું ગીત/સ્નેહરશ્મિ

મોતનો તાણો વાણો ભાઈ,

                  આ મોતનો તાણો વાણો !

ઊગે સૂરજ ચાંદો તોયે મોતની રાત જ જાણો !

            ભાઈઓ ! મોતનો તાણો વાણો !

લાલ લોહીની-ગરમ આપણા લોહીની પાવી કાંજી,

નસો ઉકેલી કોકડાં ભરવાં આંખ તિમિરે આંજી,

            ભાઈઓ ! પાવી લોહીની કાંજી !

પેટનો ખાડો પૂરવા આપણે ખોદ્યો શાળનો ખાડો,

જેનું નિત્યે નામ સ્મર્યા તે આવ્યો ઈશ્વર આડો !

            ભાઈઓ ! આવ્યો ઈશ્વર આડો !

આપણે નહીં આ ધૂળના ફાફા-તેને રોજ ઉજાણી !

અમૃતના તેનો સાગર છલકે આપણે કાજ ન પાણી !

            ભાઈઓ ! પીવા મળે ના પાણી !

રાયને કાજે શાલ વણી આ—રાયને હૈયે તાળાં,

જીવતા મૂએલા આપણા સૌની કબરે કરનાં જાળાં !

            ભાઈઓ ! કબરે દૈન્ય-જાળાં !

જાળાં તોડો, તાળાં તોડો દેવનાં દેરાં—

દેરાં શાનાં ને દેવ શાના એ ?—પાપનાં વાદળ ઘેરાં !

            ભાઈઓ ! પાપનાં વાદળ ઘેરાં !

આભમાં પેલો સૂરજ ઝગે આપણે અહીં અંધારું !

નાહકના અહીં માથાં ફોડી કરીએ તારું મારું !

 

            ભાઈઓ ! છોડો તારું મારું !

 

હાટમાં ચાલો વાટમાં ચાલો, ઘાટમાં ચાલો ભેળા !

 

હાડકાં રહ્યાં બાકી તેના ભરો બજારો મેળા !

 

            ભાઈઓ ! ભરો બજારે મેળા !

 

છેલ્લો તાણો વાણો ભાઈ, આ મોતનો તાણો વાણો !

 

જૂના જગને વણતાં એમાં સાથ મળી સહુ તાણો !

 

            ભાઈઓ ! મોતનો તાણો વાણો !

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: