અધૂરા/સ્નેહરશ્મિ

 

અધૂરા/સ્નેહરશ્મિ

રે જીવ ! શાને ઓછું આણે ?

      ગાણું તારું હોંસે ગાને ! ધ્રુવ.

ખાલી ભલે તું હોય અધૂરો

      ચિન્તા તેની શાને ?—

ઘડો ભરેલો ડૂબે વ્હેણે,

      અધૂરો મોજે માણે !

તીરે રઝળતો ઘડૂલો ખાલી

      તેને કોણ વખાણે ?

તેનું મૂલ્ય તરનારાં પ્રીછે,

      કે કો ડૂબિયાં જાણે.

ખાલી નભ આ પોલુંપોલું,

      ભર્યું એને કોણ માને ?—

કોટિક દુનિયા એમાં વિલસે,

      વિરલા કો પરમાણે.

ખાલીખાલી બંસી પોલી

      ગાજે અવિરત ગાને;

ખાલી ભલે તું હોય સુભાગી,

      હરિની બંસી થાને !

રે જીવ ! શાને ઓછું આણે ?—

      ગાણું તારું હોસે ગાને !

                  *

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: