અખંડ આનંદની પ્રસાદી(ઑગસ્ટ, 2014)

AAKHANDAANAND

અખંડ આનંદની પ્રસાદી(ઑગસ્ટ, 2014)

અખંડ આનંદ//ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ//જોયેલું ને જાણેલુંVisitingcard553

//પાના નં. 88 to 91

                                જોયેલું ને જાણેલું

સલામ એની ફરજ નિષ્ઠાને…

                        ગોરધન ભેસાણિયા

        ઈ.સ. 2008ની સાલમાં હું યાત્રા પ્રવાસમાં ગયેલો. અમારી બસ ઓરિસા જગન્નાથપુરીથી નીકળીને રાત્રિના બાર પછી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી.

        અમારે કોલકોટા બેલુર મઠ પહોંચવાનું હતું. એપ્રિલ મહિનો અને રાતનો સમય એટલે ઠંડા પવનને લીધે બધા યાત્રાળુઓ મીઠી નીંદર માણી રહ્યા હતા. બે ડ્રાઈવરમાંથી એક સૂઈ ગયો હતો. બસ ચલાવતો હતો તેને પણ રાત્રે સાડા ત્રણે ઝોકું આવી ગયું કે ગમે એમ પણ બસ સાઈડના ખાળિયામાં ઊતરીને આડી થઈ ગઈ. પેસેન્જરોની રાડોથી હાઈવે ગાજી ઊઠ્યો. લગભગ અર્ધાથી વધારે પેસેન્જરોને નાની-મોટી ઈજાઓ થઈ. કોઈક યાત્રાળુઓ બસની નીકળ્યા તો કોઈક વળી આગળનો કાચ તૂટી ગયો હતો ત્યાંથી નીકળ્યા. થોડાક યાત્રાળુઓને વધારે વાગ્યું હતું તેને કાઢવાય પડ્યા.

        રાત્રિના સાડા ત્રણનો સમય એટલે ઘોર અંધારું, એમાં આ અજાણ્યો વિસ્તાર. ક્યાં જવું ને શું કરવું તે કાંઈ ખબર પડે તેવું નહોતું. ત્યાં જ એક પોલીસવાન આવીને ઊભી રહી. પરિસ્થિતિનો ક્યાસ કાઢીને તેમાં બેઠેલા પી.એસ.આઈ.એ ફોન કર્યો એટલે ઍમ્બ્યુલન્સ આવી ગઈ. ઘાયલોને સારવાર માટે ત્યાંથી પંદર કિ.મી. દૂર આવેલ ખડકપુર દવાખાને તેણે મોકલ્યા. ઍમ્બ્યુલન્સે બે ફેરા માર્યા ત્ય્સારે ઘાયલ દર્દીઓ પહોંચ્યા. સાથે જનારને વળી બીજા વાહનમાં જવાની વ્યવસ્થા પણૅ તે પી.એસ.આઈ.એ કરી આપી. ખડકપુર નાનું શહેર છે એટલે વધારે સારવારની જરૂર હતી તેને મિદનાપુર જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા. આ બધી વ્યવસ્થામાં પોલીસ સ્ટાફ સાથે જ રહ્યો.

        બસને અક્સ્માત નડ્યો ને ગોકિરો થયો એટલે સ્વાભાવિક જ આજુબાજુમાં ખબર પડી. અંધારામાં જ અર્ધ ઉઘાડા આદિવાસી જેવા લોકોનું ટોળું જમા થવા માંડ્યું. પી.એસ.આઈ. એ તેમની ભાષામાં ડારા-ડફારા કર્યા એટલે તે લોકો અમારાથી દૂર ઊભા રહ્યા પણ ગયા તો નહિ જ. અમા ને આમ અજવાળું થયું. બસને ખાળિયામાંથી કાઢવા માટે ક્રેઈનવાળાને બોલાવવા સુધીની વ્યવસ્થા પોલીસે કરી આપી. બસને રોડ ઉપર ચઢાવ્યા પછી ત્યાંથી થોડે દૂર એક હાઈવે હોટેલના ગ્રાઉન્ડમાં પહોંચાડ્યા બાદ જ પોલીસખાતું ત્યાંથી ગયું. બપોરેબાર-સાડાબારે મિદનાપુર ડી.એસ.પી જાતે સ્થળ તપાસ અને યાત્રાળુઓનાં નિવેદન લેવા આવ્યા. નિવેદન લીધા પછી તેઓએ કહ્યું, ‘બસને અકસ્માત થયો એ તો ઠીક પણ તમે લૂંટાયા નહિ તે નવાઈ જેવું છે. આ એરિયામાં અકસ્માત થાય એટલે દિવસ હોય તોય કાંઈ ન રહે ને તમે રાત હતી છતાં લૂંટાણા નહિ એટલે ભાગ્યશાળી ખરા !’

        ડી. એસ. પી. દરજ્જાના ઑફિસરે આમ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે અમે કેવા એરિયામાં હતા ને હાઈવે પોલીસે અમને કેટલી મદદ કરી હતી !

        ખડકપુરમાં પ્રાથમિક સારવાર લીધા પછી ઓછું વાગ્યું હતું તેને બીજા યાત્રાળુઓ મિદનાપુર પહોંચ્યા. બસ પણ ગૅરેજમાં રિપેર થતી હતી. ત્યાં પણ અમને મદદ કરનાર પી. એસ. આઈ. ગૅરેજવાળાને ભલામણ કરવા આવ્યા. અમે તેમનો આભાર માન્યો તો કોઈ પણ જાતનું વડપણ દેખાડ્યા વિના તેણે કહ્યું, ‘એમાં આભાર શાનો ? અમારી ફરજ હતી. વળી તમે અહીં સાવ અજાણ્યા, ભાષાની પણ તકલીફ એટલે મારે થોડું વધારે ધ્યાન આપવું પડ્યું. તમે ગુજરાતમાંથી આવો છો એટલે અમારા બંગાળના મહેમાન પણ ખરાને ? મહેમાનોનું ધ્યાન રાખવું તે આપણી ભારતીય પરંપરા છે ને ? બસ, આ પરંપરા જાળવવાની મેં બને તેટલી કોશોશ કરી છે.’

        મોતે ભાગે આપણા મનસમાં પોલીસ વિશે નબળી છાપ હોય છે. પણ આવું બને ત્યારે થાય કે માણસાઈ – સારપ – તો સર્વત્ર હોય છે.

                                                * * *

મુ.મોરઝર, વાયા: ચલાલા, જિ.અમરેલી,પીન—365630 મો. 09429139197

———————————————————————————-

 

                                        માનવતાનું ઝરણું

                                        નગીનભાઈ જગડા

        દર વર્ષે ભારત આવીને ફક્ત માનવતાનાં કાર્યો જ કરવાં તેવો અભિગમ કેળવવાની કોશિશ ચાલુ રહી છે અને જરૂર સારાં કર્મો થાય છે.

        એક વર્ષે સેવાના ભાગ રૂપે, ગરમીની સીઝન પણ જતી તેથી, કુલ 15000ચંપલની જોડી આપવાનો સંકલ્પ હતો. ગામડાંઓની નિશાળોમાં, ઝૂંપડીપટ્ટીમાં, રસ્તે ચાલતાં ઉઘાડાપગાં ભાઈઓ-બહેનો-બાળકો-માતાઓને પણ આપવાનાં.

        અમે જ્યાંથી ચંપલ ખરીદી કરીએ છીએ તેમને એક સાથે 1 થી 3 હજાર જોડી ઑર્ડર આપીએ છીએ. તે ભાઈનું નામ પ્રકાશભાઈ જોગી. શાપર- રાજકોટમાં ફૅક્ટરી છે. ખૂબ જ વાજબી ભાવથી આપે છે, શરૂઆતના ઑર્ડર વખતે હજુ વધુ પરિચય ન હતો, તેમને ફોન કરી નમૂના મુજબ ઑર્ડર અપાતો. 4-5 મોટા ઑર્ડર ગયા પછી તેમને લાગ્યું કે સારા વેપારી-ઘરાક છે મને પૂછ્યું : તમારે ક્યાં દુકાન છે ?’ તેમને ઘેર આવવા આમંત્રણ આપ્યું અને તેમને ખ્યાલ આવ્યો જે આ ચંપલોને તો સેવા-માનવતા અર્થે ઉપયોગ થાય છે તુરત તેઓ કહે : હવેનો ઑર્ડર આવશે તેમાં 1 હજાર જોડી મારા તરફથી આપું છું તે આ કાર્યમાં વાપરશો.’

        સારા કામની પ્રેરણા-માનવતાનાં દર્શન કર્યાં.

                                                * * *

                                2, સ્વાશ્રય સોસાયટી, ‘અર્પણ’ મવડી રોડ,

                                                        રાજકોટ – 360004

———————————————————————————————–

                                        સાદ સાંભળ્યો !

                                        રણછોડ શાહ

        લગભગ 11.00 વાગ્યા છે. ઑફિસમાં સવારની ટપાલ જોતાં જોતાં એક વાલી સાથે વાત કરી રહ્યો હતો ત્યાં જ એક ભરાવદાર શરીરવાળા બીજા વાલી મારી ઑફોસમાં ધસી આવ્યા. પરંતુ મારી ખુરશી પાસે આવે તે પહેલાં ઑફિસમાં પડેલી બાજુની પાટ ઉપર ફસડાઈ પડ્યા અને જોર જોરથી બૂમો પાડી રડવા લાગ્યા.

        અમે સૌ હેબતબાઈ ગયા. વાલીથી હું પરિચિત હતો. તેમના મજબૂત મનોબળને જાણતો હતો. મને કંઈક મોટી મુશ્કેલી હોય તેમ લાગ્યું. આગળ બેઠેલ વાલીને ફરીથી મળવા વિનંતી કરી. સેવકભાઈને પાણી લાવવા કહ્યું, પરંતુ વાલીના આક્રંદમાં ફરક ન પડ્યો, ‘સાહેબ, મારી દીકરી નહીં બચે. તમે કંઈક કરો તો સારું.’

        માથું પછાડતા વાલીને જોઈ હું હચમચી ઊઠ્યો. મેં પાણી આપ્યું અને શાંત પડવા માટે વિનંતી કરી.

        તેમણે જણાવ્યું ‘સાહેબ, મારી દીકરી બીમાર હતી. શહેરના નામાંકિત ડૉક્ટરોએ તેની દવા કરી પરંતુ તેનો જાંઘ પાસેનો ઘા રુઝાતો નથી અને અમે તેને વડોદરા લઈ ગયા છીએ, પરંતુ બચી શકે તેમ નથી. તે પરીક્ષાની બહુ ચિંતા કરે છે. તે વડોદરા સરકારી દવાખાનામાં છે. તમે સાંત્વન આપવા આવો તો સારું.’

        મેં વાલીને સાંત્વન આપી વિદાય કરવા પ્રયત્ન કર્યો. જતા જતાં વાલીએ કહ્યું, ‘સાહેબ, તમે મારી અસ્માને જોવા વડોદરા ન આવો ?’ હું વાલીની પરિસ્થિતિ જોઈને ના ન કહી શક્યો.

        મેં નક્કી કર્યું, વડોદરા તો જવું જ જોઈએ પરંતુ વિદ્યાર્થીની હતી અને ઘા પણ થોડોક વિચિત્ર જગ્યાએ હતો તેથી પત્નીને ફોન કરી તાત્કાલિક વડોદરા જવું પડશે તેમ જણાવ્યું. વિચારોના તુમુલ યુદ્ધ વચ્ચે અમે વડોદરા પહોંચ્યા. સીધા જ સયાજી હૉસ્પિટલમાં પહોંચ્યા. તદ્દન નિર્માલ્ય અને કૃષકાય શરીરવાળી દશામાં પડેલી અસ્માને જોઈને દિલ ભરાઈ આવ્યું. કાળજું કઠણ કરી તેના માથે હાથ ફેરવી સાંત્વન આપવા પ્રયત્ન કર્યો પરંતુ મારા મને સ્વીકારી લીધેલું હતું, હવે કોઈ અર્થ નથી. ત્યાં તો રડતાં રડતાં તેની માતાએ મને ધાબળો ખોલી ઘા બતાવ્યો અને હું હેબતાઈ ગયો. આરપાર ઊંડો ઘા હતો અને રૂઝ આવે તેવી કોઈ જ શક્યતા બચી નહોતી. સ્પષ્ટ હાડકાં જોઈ શકાતાં હતાં. ત્યાં પણ કોહવારો દેખાતો હતો. હું મચમચી ગયો અને મારાં પત્ની તો રડી પડ્યા. મેં સ્વસ્થતા કેળવી. અસ્માનાં મમ્મી-પપ્પાને સાંત્વન આપી સારું થઈ જશે તેમ જણાવ્યું, હું ખોટું આશ્વાસન આપું છું તેમ જાણતો હતો. મારી જાતને છેતરું છું તેમ સ્પષ્ટ સમજતો હતો છતાં મારી ફરજ સમજી તેમને વ્યર્થ સમજાવવા પ્રયત્ન કરતો હતો. બહાર નીકળતો હતો ત્યાં તો અસ્માના પપ્પા બોલ્યા, ‘સાહેબ, ખુદાને દુઆ કરજો મારી દીકરીને બચાવી લે.’

        પરત ફરતાં મારા મન અને હૃદયનો કબજો અસ્માએ લઈ લીધો હતો. એક નિર્દોષ બાળકને પ્રભુ આટલી બધી સજા શા માટે કરતો હશે ? તેનો શો વાંક ? તેને કેટલું દર્દ થતું હશે ? મારા મનમાં વિચારોનું ભયંકર યુદ્ધ ચાલતું હતું. અડધી રાત્રે ઝબકીને જાગી ગયો. મારા મન અને હૃદય ઉપર ફરીથી અસ્મા છવાઈ ગઈ હતી.

        સવારે ઊઠીને યંત્રવત્ શાળાએ ગયો. ઑફિસમાં કામમાં ચિત્ત લાગુતં હતું. કંઈ કરી શકતો નહોતો. મને અચાનક વિચાર આવ્યો. કોઈકના અવસાન બાદ શોકસભા ભરીને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ તે ભગવાનને પહોંચતી જ હશેને ? તો અસ્મા તો નાની છે. તેના દર્દ નિવારણ માટે પ્રભુને પ્રાર્થના કરીએ તો પ્રભુ તેને ઉગારે ખરો ? તેને બચાવી લે ખરો ? આ વિચારતાં વિચારતાં એમ થયું, આ સિવાય બીજો કોઈ રસ્તો પણ ક્યા છે ?

        બપોરે 12.30 કલાકે શાળાની પ્રાર્થના શરૂ થઈ. ચોગાનમાં સૌ બેસી ગયાં. નિયમિત પ્રાર્થના પૂર્ણ થઈ અને રાબેતા મુજબ હું માઈક પાસે બોલવા ગયો અને મારા આશ્ચર્ય વચ્ચે અસ્માની પરિસ્થિતિનું વર્ણન મારાથી પ્રાર્થનાસભામાં થઈ ગયું. અને સૌને જણાવ્યું કે આપણી સામે આજે પડકાર છે. શું આપણે સાચા મન અને હૃદયથી પ્રાર્થના કરીએ તો આપણી અસ્મા બચી જાય ખરી ? સૌની આંખો ભીની થઈ ગઈ.

        સૌએ ભેગાં મળી અસ્મા સારી થઈ જાય એ માટે સમૂહમાં પ્રાર્થના કરી. રોજ પ્રાર્થના ચાલતી હતી તેના કરતાં બમણા સમય સુધી પ્રાર્થના ચલાવી-રઘુપતિ રાઘવની ધૂન બોલાવી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તેમાં હૃદયપૂર્વક જોડાયાં, તે હું તેમના મોં ઉપરથી જોઈ શક્યો. સૌ ખરા હૃદયથી પ્રાર્થના કરતાં હતાં તે હું અનુભવી શક્યો. સૌ અત્યંત ગમગીન હૃદયે વર્ગમાં ગયા અને હું ઑફિસમાં જઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. શિક્ષકમિત્રોએ અવારનવાર વડોદરા જઈ અસ્માની ખબર કાઢવી તેમ નક્કી કર્યું.

        એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ અને અમને સૌને આશ્રર્ય પમાડે તેવા સમાચાર આવ્યા કે અસ્માની સ્થિતિ સુધારા ઉપર છે. ડૉક્ટરોએ વિશિષ્ટ પ્રકારની સારવાર શરૂ કરી છે. હજુ સંપૂર્ણ ભયમુક્ત નથી પરંતુ સારા થવાની શક્યતા છે. અમે સૌ રોજ સવારે ભેગા થઈ સૌ પ્રથમ અસ્માની તબિયતની ચર્ચા કરીએ. સાત દિવસ પછી સમાચાર મળ્યા કે હવે તે સંપૂર્ણ ભયમુક્ત છે. અમને સૌને જ નહીં ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું. લગભગ દશ દિવસ બાદ હું વડોદરા ગયો અને મુખ્ય ડૉક્ટરને મળ્યો. તેમણે મને નામ પૂછી જણાવ્યું કે, ‘મિ. શાહ, તમારી અને તમારા વિદ્યાર્થીઓની પ્રાર્થનાના કારણે જ અસ્મા બચી ગઈ. તેના દર્દની ગંભીરતા જોતાં અમે સૌ એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે તે બચશે નહીં. પરંતુ નિર્દોષ બાળકોની સાચા હૃદયની પ્રાર્થના ઈશ્વરે સાંભળી. તમને સૌને અભિનંદન.’ મારી આંખ ભીની થઈ.

                                                * * *

                                                        ઍમિટીસ્કૂલ, ભરૂચ.

                                                સંપર્ક સૂત્ર : 9979861631

———————————————————————————————- 

 

———————————————————————————————- 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: