વહાલપની એક વાત/દિલની વાતો// ભાગ – 3// લેખક : રસિલ ઝવેરી

???????????????????????????????

 

દિલની વાતો// ભાગ – 3// લેખક : રસિલ ઝવેરી//નવભારત// પા.નં : 31 to 36

                                                                વહાલપની એક વાત

       વેસ્ટફિલ્ડની એ નાનકડી છોકરી ગ્રેસ બિડેલ એબ્રહમ લિંકનને લખે છે :

                                                                        વેસ્ટફિલ્ડ

                                                                15 ઑક્ટોબર 1860

મારા વહાલા લિંકનસાહેબ,

                હું અગિયાર વરસની નાની છોકરી છું. મારી ખાસ ઈચ્છા છે કે તમે આ વરસે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈને આવો, અને એટલે અને એટલે જ આ પત્ર આપને લખવાની હામ ભીડી છે; તો નારાજ ન થશો.

        તમારે મારા જેવડી દીકરી હોય તો એને ખૂબ પ્રેમપૂર્વક મારા નમસ્કાર પહોંચાડશો. તમે ખૂબ કામમાં હો તો એની પાસે આ પત્રનો જવાબ લખાવશો. મારે ચાર ભાઈ છે. એમાંથી બે તો તમને જ મત આપવાના છે. જો તમે દાઢી રાખો તો બાકીના બે પાસે પણ, તેમને સમજાવી-પટાવીને હું તમને જ મત અપાવીશ. મારી પાસે તમારી એક મોટી છબી છે એમાં તમારો ચહેરો ખૂબ સુકાઈ ગયેલો લાગે છે. મને ખાતરી છે કે જો તમે દાઢી ઉગાડો તો ખૂબ રુઆબદાર લાગશો. અહીં બધી સ્ત્રીઓ રુઆબદાર દાઢીવાળા મરદોને વધારે પસંદ કરે છે. તમે મારી વાત માનશો અને સરસ મજાની દાઢી રાખશો તો આ વખતે જરૂર, જરૂર, જરૂર પ્રમુખ તરીકે ચૂંટશો.

                                                                                તમને ખૂબ ચાહતી

                                                                                     ગ્રેસ બિડેલના

                                                                                માનપૂર્વક વંદન.

        એ વખતે લિંકનના ચૂંટણીમથકની ટપાલમાં રોજ સેંકડો પત્રો આવે છે. એમાંથી ફક્ત ખાસ જરૂરના અને મહત્ત્વની વ્યક્તિઓના પત્રો જુદા તારવીને લિંકનની સામે રજૂ કરવા માટેર બે મંત્રીઓ નીમવામાં આવ્યા છે : નીકોલે અને જોન. એમાં નીકોલે પત્રોની ચકાસણી કરવામાં ખૂબ કડક રહે છે.

        જોને કાગળની થોકડીમાંથી ગ્રેસ બિડેલનો પત્ર વાંચતાં નિકોલેને કહ્યું : ‘હવે તો નાની નાની છોકરીઓ પણ સાહેબને ચૂંટણી વિશે સલાહસૂચનો આપવા લાગી છે.’

        ‘એ પત્રને નાખ કચરાની ટોપલીમાં.’ નિકોલે સખતાઈથી રહે છે.

        ‘પણ આ કાગળમાં પેલી છોકરીએ એક ખૂબ મૌલિક સૂચન કર્યું છે. એ લખે છે કે સાહેબ જો દાઢી રાખે તો ચૂંટણી જરૂર જીતી જાય.’

        ‘જાને, તું નકામી વાતોમાં સમય બરબાદ ન કર. એ કાગળને કચરાની ટોપલીમાં ફેંક અને કામ પતાવ.’

        ‘ના, એ કાગળ હું કચરાની ટોપલીમાં નહિ ફેંકું. એક નાની છોકરીએ ખૂબ પ્રેમથી…’

        એ વાક્ય પૂરું થાય તે પહેલાં જ નિકોલે અને જોનના ઉપરી અમલદાર હેન્ડરસન ‘ગુડ મૉર્નિંગ !’ કરતાં ઓરડામાં આવી ચડ્યા. જોન એમને જોઈને કહે , ‘મિ. હૅન્ડરસન ! આ એક પત્ર છે, જેમાં…’

        નિકોલે ગરમ મિજાજથી વચ્ચે જ બરાડી ઊઠે છે : ‘નાની છોકરીની એ દાઢી ઉગાડવાની નકામી વાત પડતી મૂકીને હવે તારે કામ આટોપવું છે કે નહિ ?’

        ‘નાની છોકરીની શી વાત છે ?’ પાસેના ઓરડાના ઉઘાડા દરવાજા સામે નજર તાકતાં હૅન્ડરસન ધીમે સાદે ઉમેરે છે : ‘નાની છોકરીઓ તો સાહેબને ખૂબ ગમે છે. રસ્તામાં મળે એ બધી જાણે એની ‘વહાલી દીકરી’ હોય એમ, ઊભા રહીને એની સાથે વાત કર્યા વિના જંપવાના નહિ. જોન ! શું કહેતો હતો તું એ નાની છોકરી વિશે ?’

        ‘એ જે કહેતો હોય તે ! હું કહું છું ને કે નાખો એ નાની છોકરીને કચરાની ટોપલીમાં. અહીં ઢગલાએક કામ પડ્યું છે. જોન ! પેન્સિલવાનિયાના ગવર્નરને હમણાં જ જવાબ લખી નાખ. એ પત્ર ખૂબ તાકીદનો…’

        ‘એક નાની છોકરીના પત્ર કરતાં એ વાત શા કારણથી અગત્યની છે, નિકોલે ? ગવર્નર તો હવે ઘરડા થયા છે. તેઓ થોડી ધીરજ જરૂર રાખી શકશે.’ પેલા ઘરડા દરવાજામાં ઊભેલા લિંકનનો સત્તાવાહી અવાજ સંભળાયો.

        અને પછી તાબડતોબ ગ્રેસ બિડેલને એના પત્રનો જવાબ મળી જાય છે—લિંકનની પોતાની સહીવાળો.

        ખાનગી

                                                                                સ્પ્રિંગફિલ્ડ,

                                                                        ઑક્ટોબર 19, 1860

        મારી વહાલી દીકરી ગ્રેસ,

        તારો પ્રેમાળ પત્ર મળ્યો.

        મારો તારા જેવી નાની દીકરી નથી એ વાતનો મને ખૂબ વસવસો છે. મારી પત્ની અને ત્રણ દીકરા, એમ ચાર જણનું અમારું કુટુંબ છે. એક દીકરો સત્તર વરસનો, એક નવ વરસનો અને એક સાત વરસનો છે. તું મને દાઢી રાખવાની સલાહ આપે છે તો ખરી, પણ તને શું એમ નથી લાગતું કે હું હવે આ ઉંમરે તારા કહેવાથી દાઢી રાખું તો લોકો એને એક જાતનું પાગલપણું ગણીને મજાક ઉડાવશે ?

                                                                                ખૂબ વહાલપૂર્વક

                                                                        તારો સહૃદમ શુભેચ્છક,

                                                                                        લિંકન

        ચૂંટણીજંગ જીત્યા પછી,

        તા. 16 મી ફેબ્રુઆરી 1861 ના દિવસે સંદેશો આવે છે : નવા ચૂંટાયેલા પ્રમુખ એબ્રહામ લિંકનને વ્હાઈટહાઉસ લઈ જતી સ્પેશ્યલ ટ્રેન વેસ્ટફિલ્ડ નજીકના સ્ટેશને થોડી પળો માટે ખાસ થોભાવવામાં આવશે.

        નાની ગ્રેસ આ સમાચાર સાંભળીને રાજીરાજી થાય છે. એ એનાં માતાપિતા સાથે, પ્રમુખનો સત્કાર કરવા માટે એક્કી થયેલી વિશાળ માનવમેદનીમાં ત્યાં હાજર છે. ટ્રેન પ્લેટફોર્મ પર દાખલ થાય છે. એના પર મોટા અક્ષરે લખ્યું છે : ‘નવા પ્રમુખ ઝિંદાબાદ !’ ગ્રેસ સાશ્ચર્યાનંદ પ્લેટફોર્મ પર ધીમે ધીમે થોભતી ટ્રેનને જોઈ રહી. પહેલા ને ડબા પસાર થાય. ત્રીજા ડબાને તારામઢ્યા રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યો છે. ગાડી થોભે છે. ગ્રેસનો શ્વાસ પણ જાણે થંભી જાય છે. એ પગના અંગૂઠાને જમીન પર ટેકવીને ઊંચી થવાથી એકલી થઈ થઈને વિરાટ મેદનીની આડશે જોઈ રહે છે. મોટામોટા મોભાદાર માણસોની વચમાં એને આગળ કોણ જવા દે ? એને દેખાય છે લિંકનની કાળી ઊંચી ટોપી માત્ર. સૌ મોટે અવાજે બોલતાં હતાં, ‘સ્પીચ ! સ્પીચ ! અમારે પ્રમુખનું ભાષણ સાંભળવું છે !’

        બારી બહાર ડોકું કાઢીને લિંકન બોલી રહ્યા છે. એક સન્નાટો છવાઈ જાય છે. ગ્રેસની છાતી ધડકે છે. ‘બહેનો અને ભાઈઓ ! મારે કોઈ ભાષણ કરવાનું નથી. હું અહીં ભાષણ કરવા આવ્યો પણ નથી. હું અહીં તો ફક્ત તમને જોવા, તમારો પરિચય કરવા અને તમારો સ્નેહ ઝીલવા માત્ર અહીં થોડી પળો રોકાયો છું.’

        ડબાનો દરવાજો ખૂલે છે. લિંકન પ્લેટફોર્મ પર ઊતરી, ત્યાં એમના સત્કાર માટે એક મંચ ઊભો કરવામાં આવ્યો હતો તે પર ગોઠવાયા. ગ્રેસનો આનંદ માતો નથી. એના ફોકના ખીસામાં લિંકનનો પેલો પત્ર એણે ઘડી વાળીને જતનથી મૂક્યો છે એને એ દબાવે છે.

        ‘તમારો સૌનો, અને ખાસ કરીને તો આ ગામની સ્ત્રીઓનો એમની સહૃદયતા માટે ખૂબ ખૂબ આભાર માનવાનો છે.’

        લોકો હર્ષની બૂમો પાડે છે. સૌને મન આ માણસની સીધીસાદી સરળતા વસી જાય છે. સૌને જાણે એમ થાય છે કે આ તો આપણામાનો જ એક જણ છે. પારકો નથી. લિંકન બોલે છે : ‘મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. આપણા આ પવિત્ર રાષ્ટ્રધ્વજની ઓથે ઊભો રહીને હું તમને પૂછું છું કે, રાષ્ટ્રની ઉન્નતિના જે કર્તવ્ય માટે તમે મને ચૂટ્યો છે એમાં તમે સૌ દિલોજાનીભર્યો સાથ આપશો ને ? તમે સૌ મારી પડખે ઊભા રહેશો ને ? તમારા સૌના સહકાર વિના તો હું પાંગળો બની રહું !’ ફરીથી પ્લેટફોર્મ હર્ષના પોકારોથી ગાજી ઊઠે છે. સૌ એકસામટાં બોલે છે, ‘જરૂર ! જરૂર ! જરૂર ! અમે સૌ તમારી સાથે જ છીએ, એબ !’

        ફરી પાછો ગ્રેસને કાને પેલો ધીર ગંભીર અવાજ અથડાયો, ‘તમારા આ ગામમાં મારી એક નાની પત્રમિત્ર છે. એણે મને ચૂંટણીટાણે પત્ર લખીને એક નાની સૂચના કરી હતી. એ મારી વહાલી મિત્ર અહીં હાજર હોય તો મારે એને ખાસ મળવું છે. એની સાથે એક મારા દિલની વાત કરવાની છે.

        ‘શું નામ છે એનું ?’ લોકમેદની પૂછે છે. ‘એનું નામ છે મિસ ગ્રેસ બિડેલ !’

        ગ્રેસના પિતાને હર્ષ માતો નથી. એ ગ્રેસનો હાથ પકડીને એને આગળ લાવે છે. માનવમેદનીમાં એક કેડી પડી ગઈ. પિતાનો હાથ પકડીને, ધડકતે હૈયે પણ મક્કમ પગલે ગૌરવભેર ગ્રેસ આગળ વધી, મંચનાં પગથિયાં ચડી લિંકન પાસે પહોંચે છે. હજારો આંખો એ દ્રશ્ય જોઈ રહે છે. લિંકનના ઊંચા શરીર પાસે બટુકડી લાગતી ગ્રેસના એના કાળ ચમકતા બૂટ જોઈ રહી. પછી એ ઊંચી નજર કરે છે : ‘અરે, લિંકને તો ખરેખર દાઢી રાખી છે ! હવે કેવો રુઆબદાર લાગે છે એનો ચહેરો ! રુઆબદાર અને ભવ્ય ! મારી વાત સાચી પડી !’ નાનકડી ગ્રેસ ચમકે છે અને વિચારે છે.

        નીચો વળીને લિંકન એને પોતાના સશક્ત હાથમાં એક નાજુક ફૂલની જેમ ઊંચકી લે છે. એને બંને ગાલે વહાલથી ચુંબન કરે છે. એની તાજી ઉગાડેલી દાઢી ગ્રેસના સુંવાળા મુલાયમ ગાલ સાથે ઘસાય છે. બે પળ સહેજ ખૂંચે છે. ગ્રેસને એ બરછટ સ્પર્શ ખૂબ ગમે છે. લિંકન એને ધરતી પર મૂકી, પડખામાં લઈને પંપાળે છે. પછી વાંકો વળી એના કાનમાં, માત્ર ગ્રેસ એકલી જ સાંભળી શકે એટલા ધીમા અવાજે કહે છે. ‘મારી વહાલી દીકરી ! તારે ખાતર તારા કહેવાથી મારે આ ઉંમરે દાઢી ઉગાડવી પડી.’

        પળભર તો હજારો આંખો પોતાભણી મીટ માંડી રહી છે એ ગ્રેસ ભૂલી જાય છે. લિંકનની વાણી એને ગદ્-ગદ કરી દે છે. વાત્સલ્યના આસવનો એ કેફ એના સમસ્ત અસ્તિત્વને આવરી લે છે. હર્ષવિભોર એ નાચવા લાગે છે. પછી વિસ્ફારિત નયને લિંકનને જોઈ રહે છે. બસ જાણે જોયા જ કરે એવું એને થાય છે. આ માણસે, અમેરિકાના સરનશીને, એને ખાતર, એના કહેવાથી દાઢી ઉગાડી !

        પછી લિંકનનો હાથ એ પોતાની મુલાયમ નાની આંગળીઓમાં લઈને દબાવે છે. લિંકન ફરી એના કામમાં કહે છે, ‘ફરી આપણે કોઈ વાર મળીશું, અલવિદા ! મારી વહાલી દીકરી !’

        લોકો હર્ષઘેલા થઈને પોકારો કરે છે. પ્રમુખના વાત્સલ્યભાવને વધાવે છે. ગ્રેસને લઈને લિંકન મંચ પરથી નીચે આવે નીચે. સૌની વિદાય લઈ ટ્રેનમાં બેસે છે. ગાડીનો એ ત્રીજો ડબો દેખાય છે ત્યાં સુધી પસાર થતી ટ્રેનને ગ્રેસ જોઈ રહે છે. પોતાનો બટુકડો હાથ હલાવી હલાવી વિદાય આપતી રહે છે.

        એ પછી, ઘણા દિવસો સુધી, એના કાનમાં લિંકનના પેલા શબ્દો ગુંજતા રહે છે : ‘ફરી આપણે કોઈ વાર મળશું. અલવિદા ! મારી વહાલી દીકરી !

                                                *

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,406 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: