કબરોની કતાર//‘ઓબ્ઝર્વર’

 

અરધી સદીની વાચનયાત્રા//સંપાદક : મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ/પાનું: 42

                            કબરોની કતાર//‘ઓબ્ઝર્વર’

       સંવત્સરના આખરી દિવસો દરમિયાન શિશિરના પહેલવહેલા સૂસવતા આબખાઓ ભારતીય પ્રજાસત્તાકના પાટનગરનાં ભિખારીઓ તથા હજારો પગથીવાસીઓના ઉઘાડા બરડા પર વિંઝાયા છે. આજ પૂર્વેના અનેક શિયાળાઓની જેમ આ વરસે પણ જુમા મસ્જિદનાં પગથિયાં પર, નગરસભા-ખંડના બગીચામાં કેટલાંય સરકારી મકાનો પાછળનાં ચોગાનોમાં અને, અલબત્ત, રાજમાર્ગોની પગથીઓ ઉપર ટૂંટિયાં વાળીને, કોકડું વળીને આશરાહીનોની એ જમાત રાતવાસો કરતી પડેલી દેખાય છે. માનવીના કલેજા જેવી ટાઢીબોળ અને કઠણ ધરતીના થોડા થોડા ચોરસ-ફૂટના આ ટુકડાના આશાએશનો ત્યાગ કરવા પણ એ લોકો તૈયાર નથી – રખેને જિંદગાનીનાં પચાસ-સાઠ વરસોની સાંભરણો ખોવાઈ જાય એ દહેશતે. કેમકે સ્મૃતિઓ તે જ એમની એકમાત્ર દોલત છે.

        પગથીનાં એ વસનારાંઓને વરસોવરસની પોતાની આ આવદશા હવે કોઠે પડતી જતી લાગે છે. એમની કાયા ઉપર આદતનું જાણે કે કવચ ભિડાઈ ગયું છે અને શિયાળા સાથે એમણે કશીક ગુપ્ત સમજૂતી સાધી લીધી છે. ટાઢીહિમ જમીન પર એવાં સેંકડો એક કતારમાં સૂતેલાં હોય છે – જાણે કે કબરોની હારમાળા ! સેંકડો બીજા મિસ્કીનો ગંજીપો રમી રમીને, જુગાર ખેલીને, ચરસ પી-પીને તથા ગોઠણ વચાળે બે હાથ લપાવીને આછાં તાપણાં પાસે બેઠાં બેઠાં રાત્રીના લાંબા કલાકો વિતાવવા હોય છે. થાકેલી ને ઠિંગરાયેલી ધીરજ ધરીને એ રાહ જોતા હોય છે – શાની તે તો ખુદ એમને પણ જાણ નથી. શીત તારલિયાળી રાતે આ આખા દ્રશ્ય પર નજર નાખતાં એક અજાબય લાગણી થઈ આવે છે કે જાણે સજીવસૃષ્ટિ તો બધી ઉપર આસમાનમાં પડેલી છે, અને અહીં ધરતી પર જે પથરાયેલું છે તે તો ધગધગતા નિશ્વાસોનું નર્યું ધુમ્મસ જ હશે !

 

                                          *

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: