હરિનાં લોચનિયાં /કરસનદાસ માણેક

 

(વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું: 457-8)

હરિનાં લોચનિયાં /કરસનદાસ માણેક

[શાળાનાં દિવસો દરમ્યાન ભણવામાં આવેલી આ કવિતા મને બહુ જ ગમતી]

logo-download

એક દિન આંસુભીનાં રે

                    હરિનાં લોચનિયાં મેં દીઠાં !

પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકુટની વેળા:

ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !

શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી:

શત શગ કંચન આરતી હરિવર-સંમુખ નર્તંતી.

દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના રડવડતાં,

દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતાં–

                         તે દિન આંસુભીનાં રે

                    હરિનાં લોચનિયાં મેં દીઠાં !

 

લગ્નવેદિ પાવક પ્રજ્ળ્યો’તો, વિપ્ર વેદ ઉચ્ચરતા,

સાજનમહાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા !

જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,

કૃપણ ક્લેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું !

બ્રાહ્મણવચને સૂરજશાખે’ કોમળ કળી ત્યાં આણી :

ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી–

                         તે દિન આંસુભીનાં રે

                    હરિનાં લોચનિયાં મેં દીઠાં !

 

ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા:

વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ-લાલચે ધાયાં !

થેલી, ખડિયા, ઝોળી, તિજોરી: સૌ ભરચક્ક ભરાણાં:

કાળી મજૂરીનાં કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !

ધીંગા ઢગલા ધાન્ય તણા સૌ સુસ્તો માંહીં તણાણા:

રંક ખેડુનાં રુધિરે ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં—

                            તે દિન આંસુભીનાં રે

                     હરિનાં લોચનિયાં મેં દીઠાં !

 

હૂંફાળાં રાજવીભવનોથી મમત-અઘોર નશામાં

ખુદમતલબિયા મુત્સદ્દીઓએ દીધા જૂદ્ધ-દદામાં !

જલથલનભ સૌ ઘોર અગનની ઝાળ મહીં ઝડપાયાં:

માનવી માનવીનાં ખૂન પીતા ધાયા થઈ હડકાયા !

નવસર્જનના સ્વપ્નસંગી ઉપર ઉછરંગે ઊભરાણાં:

લખલખ નિર્મળ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા–

                              તે દિન આંસુભીનાં રે

                      હરિનાં લોચનિયાં મેં દીઠાં !

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં,

કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !

વસંત વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધાય ભુલાણા :

જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપદ છેદાણા !

હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં:

લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં—

                              તે દિન આંસુભીનાં રે

                      હરિનાં લોચનિયાં મેં દીઠાં !

[‘આલબેલ’ પુસ્તક: 1935]

 

 

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: