આ અંધકાર શો મહેકે છે ! // મકરંદ દવે

Visitingcard553

 

 

 

આ અંધકાર શો મહેકે છે !

   મકરંદ દવે

(વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું: 458)

આ અંધકાર શો મહેકે છે !

આ મત્ત મોર ઘનશોર કરી

શો આજ અષાઢી ગહેકે છે !

આ અંધકાર શો મહેકે છે !

આ કામણ કાજળનાં વરસે,

ના નયન શકે નીરખી હરષે,

ના અંગ શકે પુલકી સ્પરશે;

પણ આતમની રજનીગંધા

ઉત્ફુલ્લ અલક્ષ્યે બહેકે છે !

આ અંધકાર શો મહેકે છે !

આ ભીની હેત ભરી હલકે,

શી મીઠી મંદ હવા મલકે !

છાની છોળે અંતર છલકે;

આ ગહન તિમિરની લહેરો પર

કોઈનાં લોચન લહેકે છે !

આ અંધકાર શો મહેકે છે !

 

આ શ્યામ સઘન ઉલ્લાસ ધરી

કો’ જાતું જાદુઈ હાસ કરી;

શી રાત બિછાત સુવાસ ભરી !

હું અંધ ભલે ને દેખું ના —

મીત મને તો દેખે છે !

આ અંધકાર શો મહેકે છે !

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,651 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ઓગસ્ટ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: