પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત

 

 

 

logo-download(વાચનયાત્રાનો પ્રસાદ:સંપાદક:મહેન્દ્ર મેઘાણી= પાના નં:296)

      પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત

 

     જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,

     ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

     જીવવું છે ઝરવું છે, ઝૂઝવું છે જાને મન !

     થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

     જોઈ લેવું આપણે, જોનારને પણ છૂત છે,

     આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

     ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,

     જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

     જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,

     ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

     કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,

     થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

     ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,

     જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.

     એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,

     ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

     બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,

     ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

               વેણીભાઈ પુરોહિત

               [‘આચમન’ પુસ્તક]

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: