ઊડી જાઓ, પંખી ! //દુલા ભાયા ‘કાગ’

logo-download           ઊડી જાઓ, પંખી ! //દુલા ભાયા ‘કાગ’

 

     વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ-પોપટી જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે : “હે પક્ષીઓ ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.”

     ત્યારે બંને પક્ષી બોલે છે : “હે વડરાજ ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકક્લ્પનાની જૂની વાત છે.

     ઊડી જાઓ પંખી ! પાંખુવાળાં…જી,

     વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

     આભે અડિયાં સેમ અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી;

     આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.

     બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા ને રસવાળા જી;

     કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા….

     આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી;

     મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળાં.

     ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;

     ‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા !

                    દુલા ભાયા ‘કાગ’

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,140 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: