રાધા-કૃષ્ણ કાવ્યો

radhakrishna 

    આજે શ્રાવણ સુદી બીજ છે, જન્માષ્ટમી ઢૂંકડી આવે છે, હાલોને પલાંઠી વાળીને, નિરાંતે બે ઘડી કૃષ્ણની પડખે બેહીએ.

*

કીકીમાં/જયંત પાઠક

 

કીકીમાં કેદ કરી લીધા

     મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું

     છોને વગડામાં વાંસળીઓ વાગે;

મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે

     બાઈ, મારે બલારાત જાગે !

જનમના જાણકાર કેદના તે એણે

     છૂટવાનાં છળ ભલાં કીધાં !—મેં…0

જુગ જુગ જોગીડા ભલે ગાળે સમાધમાં

     વાળે પલાંઠી, સાસ રોકે;

મેં તો પલકમાં જ પક્ડ્યા ને પાધરા

     પધરાવ્યા સમણાં ના લોકે !

વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના

     એમ વના થાય ના સીધા ! —મેં0

————————————————————————-

****

ચાંદની તે રાધા રે

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે !

આ સરવર જલ તે કાનજીને પોયણી તે રાધા રે !

આ બાગ ખીલ્યો તે કાનજીને, લ્હેરી જતી તે રાધા રે !

આ પરવત શિખર તે કાનજીને કેડી ચડે તે રાધા રે !

આ ચાલ્યા ચરણ તે કાનજીને, પગલી પડે તે રાધા રે !

આ કેશ ગૂંથ્યા તે કાનજીને,સેંથી પૂરી તે રાધા રે !

આ દીપ જલે તે કાનજીને, આરતી તે રાધા રે !

આ લોચન મારા તે કાનજીને, નજરૂં જુએ તે રાધા રે !

–પ્રિયકાંત મણિયાર

==========================================

****

સંદેશ/ પ્રીતમ લખલાણી

મથુરાને મારગડે

મળે જો માધવ ! તો

કહેજો કે

મારે એના હોઠોને

ચૂમીથી ચાખવાના બાકી છે

ગોકુળમાં

ગોપીની મટુકીમાંથી

ચોરેલું ગોરસ

ખાટું હતું

કે મીઠું

એ નહીંતર

જાણવું કેમ ???

————————————

****

 

ક્યાંય નથી …../હરીન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી

પૂછે કદમ્બ ડાળી,

યાદ તને બંસી અહીં વેણુ

વાતા’તા વનમાળી?

લહર વમળને કહે, વમળ વાત સ્મરે સ્પંદનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઇ ન માગે દાણ, કોઇની

આણ ન વાટે ફરતી,

હવે કોઇ લજ્જાથી હસતાં

રાવ કહી ક્યાં કરતી !

નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી, મારી

વાટ ન કેમે ખૂટી,

અબ લગ કંકર એક ન લાગ્યો,

ગયાં ભાગ્ય મુજ ફૂટી;

કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,

માધવ ક્યાંય નથી મધુવનમાં.

–હરીન્દ્ર દવે

—————————————-

****

મેંશ ન આંજુ રામ /નિનુ મઝુમદાર

મેંશ ન આંજું, રામ !

લેશ જગ્યા નહીં, હાય સખી રી ! નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,

રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ.—મેશ….

કાળાં કરમનો કાળો મોહન, કાળું એનું નામ,

કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ—મેંશ…

મારા સપનામાં….//રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ

મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા

મારા મનની દુવારિકાના સૂબા

મારા આંસુને લૂછ્યાં જરી….

આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર

એમાં ઓરી દીધો મેં સંસાર

હરિ બોલ્યા:’અરે, બ્હાવરી….!’

——————————————

*****

બે મંજિરાં//ભગવતીકુમાર શર્મા

મારે રૂદિયે બે મંજિરા:

એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે

પડે પરમ પડછન્દા:

એક મંજિરે સૂરજ ઝળહળ,

બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે

હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને

નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…

મારે રૂદિયે બે મંજિરા.

———————————

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,118 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: