બે પશુઓ//સંત મેક(ર)ણ// ઝવેરચંદ મેઘાણી

 

        બે પશુઓ//સંત મેક(ર)ણ// ઝવેરચંદ મેઘાણી/પ્રસાર-ભાવનગર

123(1)

 

     ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છ-સિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ રણે ઊંટોની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યો એ રણના પેટમાં સમાઇ ગઇ છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતાર્યાં છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હૂહૂકાર કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠાઠ, થર, સિંધ અને પારકર જવાનો ધોરીમારગ એ રણને ફોસલાવતો, પટાવતો ચાલ્યો જાય છે.

     ‘મારું   થાનક   આંહી જ હોય’ એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઇ. ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો.

પરોઢ થાય છે ને હમેશ એ ઝૂંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે.

     “લાલારામ ! મોતીરામ ! વેળા થઇ ગઇ કે ?” એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે.

     ઝૂંપડીને આંગણે ઊભનારા એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઇક વિશેષ હતા – એક ગધેડો ને એક કૂતરો હતા.

     મેકરણ સાધુ એ ગધેડાને માથે છાલકું મૂકતા અને છાલકાનાં બેઉ ખાનાંમાં અક્કેક પાણી ભરેલ માટલું ગોઠવતાં ગોઠવતાં એ ગધેડા લાલારામના ગુણ ગાતા :

       લાખિયો મુજો લખણે જેડો હુંદો ભાયા જેડો ભા !

બ કાં ચા લખ ધોરે ફગાયાં લાલિયા, તોજી પૂછડી મથા.

    “લાલિયા, મારા ભાઇ જેવા ભાઇ ! લખવા જેવું તો તારું   ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બે-ચાર લાખ માનવીને ઘોળ્યાં કરી ફેંકી દઉં ; તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે ?”

     “અરે મોતિયા !” સાધુ પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતા : “તને હું ભૂલી ગયો છું એમ તેં માન્યું ? લે, આ તારા નામની સાખી :        

           મોતિયો કુતો પ્રેમજો ને ડેરી વીંધી હીરજી,

           જીયાં મન પોંચે ઇંયાં લે જાય.

     “જાવ ભાઇ ! મારા સાચા બે ટેલવાઓ ! ઊપડો હવે,”

     ગધેડો ને કૂતરો રણની દિશામાં ચાલી નીકળતા. ગધેડો પર લદાયેલ બન્ને માટલાં ઉપર એક પાણીનું ડબલું મૂકવામાં આવતું અને પાછળથી મેકરણ સાધુ સાદ કરતા :    

‘’ મોતિયા, જોજે હો,જે કોઇ જળ પીવે ,તે ઊંચે થી પીવે,. ડબલું મોઢે ન માંડે હો ! હિંદુ,મુસલમીન કે ઢેડભંગી, કોઇ કોઇ નો જીવ ન દુભાવાય’’.

         લોકો કહેતા કે બાવો ચક્કર છે.પણ લાલિયો ને મોતિયો મેકરણના મન ની વાત પામી જતા. વાણી નાં ભેદ જનાવરોને સુગમ છે.જનાવરો હૈયાના બોલ ઝીલે છે. ધીકતા સુરજ ની હેઠળ એ રણ નાં ઊંડાણ માં મૂસાફરો ને આ બે પ્રાણી ઓ મળી જતા. ડબલું ભરી ને મુસાફરો પાણી પીતાં.ડબલું કોઇ મોઢું માંડતું તો મોતિયો કૂતરો એનું કપડું ખેંચી ને સાન કરતો કે ગુરુ એ બોટવાની ના પાડી છે !

         ચારપગું આ પાણી –પરબ ચારે પહોર રણ માં ભમતું.ઝાંઝવા ની માયાવી નદીઓ માં પાણી માટે ફાંફાં મારતા એકલદોકલ વટેમાર્ગુ ની પણ મોતિયા ને ગંધ આવતી . મોતિયો ‘ડાઉ ડાઉ’ ના લાંબાં અવાજ કરતો; લાલિયો મોતિયા ની પછવાડે પછવાડે પગલાં માંડતો . અનેક માર્ગ ભુલ્યાંના કંઠે આવેલા પ્રાણ લાલિયા-મોતિયા ની વહાર વડે પાછા વળતા.

         પાણી ખૂટતું ત્યારે બેઉ પશુ પાછાં વળતાં ઝુંપડી એ ઊભેલો જોગી એ બેઉ ને લાડ કરવા તૈયાર હતો. રણ કાંઠાનાંને પહાડ ગાળા નાં ગામડામાંથી કાવડ ફેરવી ભીખી આણેલા રોટી નાં ટુકડા માંથી પહેલા બે ભાગ લાલિયા મોતિયા નાં જ નીકળતા.

         દિવસો નાં દિવસ મેકરણ ખારાં રણ ખૂંદ્યાં હશે. પાણી ની મટકી માથા પર ઉઠાવી ઉઠાવી ને ફેરવી હશે. તે પછી જ આ બે પશુ ઓ પાળ્યા હશે. ને બેઉ ને રણનાં કડા-કેડી ઓ માં પલોટ્યાં હશે.

           રાહદારી રસ્તા ને કાંઠે ઊભેલું મેકરણ નું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું . રણમાં મેકરણે સરાઇ વસાવી દીધી .મુસાફરખાનું બાંધ્યું મેકરણે . જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઇ,તેમ તેમ મેકરણનાં ખભાં કાવડ ફેરવી ફેરવી ને ફટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી.

રોટી ની એણે કદી કોઇને નાં ન કહી. રોટી આપવાની એને કચ્છી ઓ એ પણ ના ન પાડી.

ણ ના ન પાડી.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,652 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: