વૈશાખનો બપોર//રામ નારાયણ વિશ્વનાથ પાઠક- ‘શેષ’

logo-download

    વૈશાખનો બપોર

માણસાઈ એટલે શું? સમજવા માટે આ કવિતા જ કાફી છે.

 

વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો

દહાડો હતો એ કશી કૈં રજાનો

બપોરની ઊંઘ પૂરી કરીને

પડ્યાં હતાં આળસમાં હજી જનો.

જંપ્યાં હતાં બાળક ખેલતાંયે,

ટહુકવું કોકિલ વીસર્યો’તો,

સંતાઈ ઝાડે વિહગો રહ્યાં’તાં,

ત્યારે મહોલ્લા મહીં એક શહેરના

શબ્દો પડ્યા કાન : ‘સજાવવાં છે

ચાકુ સજૈયા છરી કાતરો કે ?’

ખભે લઈને પથરો સરાણનો

જતો હતો ફાટલ પ્હેરી જોડા,

માથે વીંટી ફીંડલું લાલ, મોટું

કો મારવાડી સરખો ધીમે ધીમે :

ને તેહની પાછળ છેક ટૂંકાં

ધીમાં ભરંતો ડગલાં જતો’તો

મેલી તૂટી આંગડી એક પ્હેરી

માથે ઉઘાડે પગયે ઉઘાડે,

આઠેકનો બાળક એક દૂબળો.

’બચ્ચા લખા ! ચાલ જરાક જોયેં

એકાદ કૈં જો સજવા મળે ના,

અપાવું તો તૂર્ત તને ચણા હું.’

ને એ ચણા-આશથી બાળ બોલ્યો :

‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને !’

એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા

અવાજથી મેડીની બારીઓએ

ડોકાઈને જોયું કઈ જનોએ.

પરંતુ જાપાની અને વિલાયતી

અસ્ત્રા છરી કાતર રાખનારા

દેશી સરાણે શી રીતે સજાવે ?

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને

પૂછ્યું : ‘અલ્યા તું કહીંનો, કહે તો !’

’બાપુ ! રહું દૂર હું મારવાડે.’

દયા બીજાને થઇને કહે : ‘જુઓ !

આવે જનો દૂર કહીં કહીંથી ?

જુઓ જુઓ દેશ ગરીબ કેવો !’

અને કહે કોઈ વળી ભણેલો :

’આ આપણા કારીગરો બધાએ

હવે નવી શીખવી રીત જોઈએ;

ચાલે નહિ આવી સરાણ હાવાં !’

ને ટાપશી પૂરી તહીં બીજાએ :

’નવી સરાણે જણ એક જોઈએ

પોસાય ત્યાં બે જણ તે શી રીતે ?’

‘બાપુ સજાવો કંઈ’ ‘ભાઈ ના ના

સજાવવાનું નથી કૈં અમારે. ’

અને ફરી આગળ એહ ચાલ્યો

‘સજાવવાં ચપ્પુ છરી !’ કહેતો;

ને તેહની પાછળ બાળ, તેના

જળે પડેલા પડઘા સમું મૃદુ

બોલ્યો : ‘છરી ચપ્પુ સજાવવાં છે ?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી

કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.

થાકી વદ્યો એ પછી મારવાડી :

’બચ્ચા લખા ! ધોમ બપોર ટ્હેલ્યા

છ્તાં મળી ના પઈની મજૂરી !’

ને ફેરવી આંખ, દઈ નિસાસો

બોલ્યો : ‘અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,

આધાર કૈં થાય જરાક પાણીનો !’

કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે

’અરે ! બધો દેશ ભર્યો ગરીબનો,

કોને દિયેં ને દઈએ ન કોને ?’

કોઈ કહે : ‘એ ખરી ફર્જ રાજ્યની !’

ને કો કહે : ‘પ્રશ્ર બધાય કેરો

સ્વરાજ છે એક ખરો ઉપાય !’

ત્યાં એકને કૈંક દયા જ આવતાં

પત્ની કને જૈ કહ્યું : ‘કાંઇ ટાઢું

પડેલું આ બે જણને જરા દો !’

’જોવા સિનેમા જવું આજ છે ને !

ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,

ભૂલી ગયા છેક જ આવતાં દયા ?’

દયાતણા એહ પ્રમાણપત્રથી

બીજું કશું સૂઝ્યું ન આપવાનું !

ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહે :

’દયા બયા છે સહુ દંભ; મિથ્યા

આચાર બૂઝ્ ર્વામાત્ર કલ્પિત !’

વાતો બધી કૈં સુણી કે સુણી ના,

પરંતુ એ તો સમજ્યો જરૂર,

’મજૂરી કે અન્નની આશ ખોટી !’

છતાં વધુ મન્દ થતા અવાજે

એ ચાલિયા આગળ બોલતા કે

‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને !’

મ્હોલ્લો તજી શ્હેર બહાર નીકળ્યો,

છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,

મજૂર પરચૂરણ ને ભિખારીની

ઉઘાડતાં ગાંઠ અને પડીકાં,

હાલ્લાં, જરા કૈં બટકાવવાને.

બોલાવિયા આ પરદેશી બેઉને :

’અરે જરા ખાઇ પછીથી જાજો !’

હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,

ને કૂતરાને બટકુંક નીર્યું.

દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર :

હતી તહીં કેવળ માણસાઈ !

             *

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 276,173 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 287 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: