કલેજાની કોર પરથી ઉતરાવેલું//ખાંભીઓ જુહારું છું/ઝવેરચંદ મેઘાણી

                        *

                  કલેજાની કોર પરથી ઉતરાવેલું123(1)

                        કોરેમોરે લખિયું છે સો સો સલામું રે

                        વચાળે વેરણ ચાકરી રે લોલ…

      ટાંચણપોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય લઈ ગયેલા હાથના છે. એ હાથની ઉશ્માને આસ્વાદી હતી ચોવીસ વર્‍શ પૂર્વેના જેઠ વદ નોમની રાત્રીએ. અલમ્.

      ઉતારનાર ગયું છે. અક્ષરો સ્વચ્છ યાદ આપે છે. એ ગીત મારી ઉંમરનાં અઢાર વર્‍શોનો પરદો ઊંચકે છે અને મને સ્મરાવે છે : મારી લગ્નચોરીનું ધામ જેતપુર, ભેખડાળી ભાદર. ટ્રેનમાંથી ઊતરી અધરાતે જઈ ઊભો રહું, ત્યારે ઉઘાડી ડેલીમાં બેઠું બેઠું ધીરા વિશ્રમ્ભ-ટૌકા કરતું શિવલાલભાઈ-સાંકળીબાઈનું નિત્ય-નવરસવંતુ પ્રૌઢ-જોડલું : મારા માટે ટાણું-કટાણું કદી ન વિચારતો એ યુગલનો સત્કાર : શરમિંદા મહેમાનની સાંપટ સમજતી ગ્રુહિણીએ ડેલીએ આણીને પીરસેલ બાજરાના પાતળા રોટલા પર ઘીના દડબાનું વાળું, અને પછી તો અણખૂટ વાત-ધારા…

      માસાજી શિવલાલ ગોસળિયાનું ઘર મારી મહોબતનું ધામ. માસીજી સાંકળીબાઈએ કલેજાની કોર પરથી એની ભાણી હસ્તક ઉતરાવેલું આ કરુણ લોકગીત. હતાં તો માતૃસ્થાને, પ્રૌઢ ને પાકટ, છતાં મારી કને ન ગાયું.

      કારણ છે : શિવલાલ ગોસળિયા જૂના-નવા યુગની સંક્રાંતિ-ધારે ઊભેલા સરકારી હાકેમ હતા, કરડા હતા, ચોખલિયા હતા, ને લોકગીત જેવી અળખામણી વાણીને તો ઘરમાં ચૂપ કરનાર હતા.

      કવિતા સાથે કજિયો કરી બેસે એવા ડરકામણા એ વડીલ એક વાર કહે કે, “સંભળાવો તો !” સંકોચ પામતે પામતે મેં ગાયો ગોપીચંદનો ગરબો :

            સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી,

            ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

            હાથપગ ચોળે એના ઘરની અસતરી,

            વાંસાના મોર ચોળે માતા રે ભરથરી.

            મોર ચોળતા એનું હૈયડું ભરાણું જો,

            નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી.

            નહિ રે વાદળડી ને નહિ રે વીજળડી,

            ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

      ટપ ! ટપ ! ટપ ! ગોપીચંદ કુંવરને નવરાવતાં જનેતાનાં નેણલેથી આંસુડાંની ધાર થઈ. પુત્ર ઝબક્યો, ઊંચે જોયું : “મા, શીદને રોવું આવ્યું ?” કે બાપ —     

            આવી રે કાયા તારા બાપની હતી જો !

            ઈ રે કાયાનાં મરતુક હુવાં રે ભરથરી !

      સાંભળીને ગોપીચંદે ભરપૂર ભોગની વચ્ચેથી ઊઠીને કાયાને અમર કરનાર ભેખ લીધા… વગેરે વગેરે જેમ સાંભળતા ગયા, તેમ તે જવાંમર્દ અને કરડા ગોસળિયા રડતા ગયા. કહે કે ચૌદ વર્ષનો દીકરો સાતેક વર્ષ પર મૂએલો, તે સાંભર્યો. ચકિત બન્યા કે “લોકગીતોમાં શું આવું ભેદક તત્ત્વ ભર્યું છે ? મને તો આ ખબર જ નહોતી !”

      “અં-હં—,” દીકરીઓ ત્યાં હતી તે હળવેથી, ભારે હૈયે બોલી ઊઠી : “કેશોદ વગેરે ઠેકાણે બાપુ જોડે જતાં, ને રાતે ગામની બાઈઓ રાસડા લેતી તે સાંભળીને અમેય એમાં ભળવા તલસી ઊઠતાં, ત્યારે તો બાપુ અમને જવા ન દેતા; કહેતા કે એ તો હલકાં માણસોનું કામ !”

      શરમાઈને શિવલાલભાઈએ ભૂલનો સ્વીકાર કરેલો મને સાંભરે છે. મેં કહેલું કે, આ દોશ કરવામાં આપ કંઈ એકલા નથી. ઘણા પિતાઓ એ સંક્રાતિ-યુગની ચાબાઈના ભોગ બન્યા હતા, અને સુધારાની શિલા તળે એમની પત્નીઓ-પુત્રીઓની કૈંક હૃદયોર્મિઓ ચેપાઈ પણ ગઈ છે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,817 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: