હું દેશનો કયદામંત્રી છું. તારો બાપ નથી//ડૉ.ભીમરાવ આંબેડકર

logo-download 

‘શાશ્વત ગાંધી’ ની પ્રસાદી

           હું દેશનો કયદામંત્રી છું. તારો બાપ નથી

[શાશ્વત ગાંધી(સામયિક) જૂન-2014 /પાનું:આઠમું]

     મુંબઈના બે વેપારીઓ. તેમનો વ્યવસાય ધમધોકાર ચાલે. વ્યવસાય વિસ્તારવાની તેમની સ્વાભાવિક વૃત્તિ હોય જ. કેન્દ્રસરકારના કોઈ મંત્રીની ભલામણ થઈ જાય તો તેમના વ્યવસાયને ચાર ચાંદ લાગી જાય તેમ હતું. તેમનો ધંધો વધી જાય તેમ હતો. અઢળક આવક થવાના સંજોગો હતા. પોતે મહારાષ્ટ્રના હતા. ડૉ.ભીમરાવ આંબેડ્કર પણ મહારાષ્ટ્રીયન હતા. વળી, કેન્દ્રમાં કાનૂન મંત્રી હતા ને મુંબઈગરા તો ખરા જ. વેપારીઓએ બાબાસાહેબ સુધી પહોંચવાનું નક્કી કરી લીધું પણ કોઈ ખમતીધર માધ્યમ તો જોઈએ ને !

     પેલા બંને વેપારીઓએ બાબાસાહેબના પુત્ર ભૈયાસાહેબનો સંપર્ક કર્યો. તેમને વિશ્વાસમાં લીધા અને ત્રણેય વિમાન માર્ગે દિલ્હી પહોંચી ગયા. પૂર્વ મંજૂરી લઈ તેઓ કાનૂન મંત્રીને મળ્યા.

     ભૈયાસાહેબે બંને વેપારીઓનો પરિચય કરાવ્યો. દિલ્હી આવવાનું કારણ જણાવ્યું ને બંને વેપારીઓને ભલામણપત્ર લખી આપવા ભલામણ કરી.

     વાત સાંભળતાં જ ડૉ.આંબેડકર તાડૂક્યા. એમણે પુત્રને સૂણાવી દીધું—“અરે મૂર્ખ ! હું અહીં ભારતદેશનો કાયદા મંત્રી છું. તારો બાપ નથી. દાદર(મુંબઈ)ની હિન્દુ કોલોનીમાં આવેલા ‘રાજગૃહ’માં આવું ત્યારે તારો બાપ છું. શરમ ના આવી તને આવી વાત લઈને આવતાં? સામેનો રસ્તો બહાર જવાનો છે. તરત જ નીકળી જાઓ મારી કેબીનમાંથી. ”

    

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: