અમે માદીકરો જ સમજીએ | \\ મનુભાઈ પંચોળી ‘દર્શક’

માતૃસંહિતા

અમે માદીકરો જ સમજીએ | \\ મનુભાઈ પંચોળી ‘દર્શક’

(માતૃસંહિતા//સંપાદક : દીપક મહેતા

(પાના નંબર : 81)

       મારાં બા વાંચવાનાં પણ ભારે શોખીન – વ્યસની જ. કામથી પરવારીને જે મળે તે ચોપડીમાં તલ્લીન થઈ જાય. પછી એ સિંદબાદની સફર હોય કે ભાગવત કે અરેબિયન નાઈટ્સ હોય. હું અભ્યાસ અધૂરો મૂકીને નમક સત્યાગ્રહમાં ગયો ત્યારે કેટલાંક કુટુંબીજનો નારાજ થયેલાં. કારણ કે હું બે ભાઈમાં મોટો, અને ભણ્યેગણ્યે કાંઈક ઠીક હતો.

       પણ બાપુજી કે બા કોઈ નારાજ નહિ, બાએ તો હું ગયો એટલે તરત મોટો રેંટિયો મંગાવ્યો, કાંતવાનું શરૂ કર્યું. હું પાછો આવ્યો ત્યારે તેનું વણાવેલું વેજું મને બતાવ્યું.

       મારા પિતાજીએ ખ્રિસ્તી ઈસ્પિતાલમાં ઑપરેશન કરાવ્યું ત્યારે નર્મદાની જાત્રા કરી ઈસ્પિતાલમાં જે કાંઈ વટાળ વળગેલ હોય તે ધોઈ નાખવાનો.

સ્ટેશન આઈસ્ક્રીમ જોઈ મારાં બાને ખાવાનું મન થયું. ચાર આનાની પ્લેટ. મારા પિતાને કહ્યું, ‘આઈસ્ક્રીમ લઈ દ્યો ને.’ પિતાજી કહે, ‘આપણને એવા ચાર આના નાખી દેવા ન પોસાય.’

       આ વાત મારી બાએ મને કહેલી અને મારી છાતી વીંધાઈ ગયેલી. પહેલો પગાર મળતાં તે લઈને વઢવાણ ઊપડ્યો. સ્ટેશનથી ઊતરીને સીધો આઈસ્ક્રીમવાળાને ત્યાં. આખો સંચો ભરી આઈસ્ક્રીમ લીધો, તે દી તો તેનો દોઢ રૂપિયો બેસે.

       સંચો લઈને ઘરમાં દાખલ થયો – ‘બા આઈસ્ક્રીમ લાવ્યો છું.’

       પિતાજી કહે, ‘આટલો બધો ?’

       અમે માદીકરો જ સમજીએ !

                                         *

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “અમે માદીકરો જ સમજીએ | \\ મનુભાઈ પંચોળી ‘દર્શક’
  1. નિરવ કહે છે:

    પહેલા આઈસક્રીમ’નું મુલ્ય વધારે લાગ્યું હતું . . પણ ખરેખર તો આઈસક્રીમ હવે અમુલ્ય બન્યો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: