અખંડઆનંદની પ્રસાદી

senioor

A.ANAND 16/07

અખંડઆનંદની પ્રસાદી 16જુલાઈ

વૃદ્ધ થતાં શીખીએ//અવંતિકા ગુણવંત

(અ.આનંદ , જુલાઈ,2014/ગૃહગંગાને તીરે/પાના: 82 થી 84)

     લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈંસ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સંબંધીઓ અને મિત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જન્મ્યાં અને અમદાવાદની સ્કૂલ, કૉલેજોમાં અભ્યાસ

કર્યો છે. તેથી તેમનું મિત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મિત્રો સાથે સંપર્ક ચાલુ રહ્યો હોઈ તેમને ખાસ મળવાનું છે.

     સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કાંઈ બનાવશો નહિ, બહારથી અમે લેતાં આવીશું.’પુત્રવધૂની સૂચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.

     સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય આ જોઈને બોલે છે, ‘પપ્પા, તમે કેમામારું લાવેલું ખાતાં નથી. મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહિ પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’

     અજયભાઈ બોલ્યા, ‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે . તેથી મમ્મીજે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે અનેવ તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’

     ‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો.’ ઋતુજા બોલી.

     ઋતુજા બોલી, ‘પપ્પા, તમને તો બધું પચી જાય છે.ખોટો વ્હેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’

     અજયભાઈ બોલ્યા, ‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતા રહે છે, મારે ડૉક્ટરને ત્યાં નથી દોડવું. મારે તો પૂરા સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’

     ઋતુજા બોલી, ‘પપ્પા, તમે સો નહિ પણ સવાસો વર્ષ જીવશો, તમે પંચ્યાશીના થયા પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો, તમે કદી થાકવાની કે કંટાળવાની ફરિયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’

          ‘બેટા, હું કદી થાકતો નથી કારણ કે હું કુદરતના નિયમો ચીવટપૂર્વક પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગ શરીરમાં ન પેસવા દેવાય, ઊતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મૂકે.

     અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું કારણ કે હું કદી ચિંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો આનંદી સ્વભાવ છે.’

     ‘પપ્પા, તમેક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું, પણ મને પ્રશ્ન એ થાય છે કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચિંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે- ’ ઋતુજાએ અજયભાઈને પૂછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પિતાની જેમ જ ઋતુજા સાથે નિખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા એના મનમાં ઊઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પૂછીને મેળવે છે.

     ‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે,Ageing is a natural process. જીવનમાં ઉંમર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉથી જ દરેક અવસ્થામાં આનંદપૂર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ.’

 

     વૃદ્ધ થઈએ ત્યારે શારીરિક ક્ષમતા ઘટે પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સંપન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સંતાનો વિકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચિંતા નથી હોતી.

     બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરિવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.

     ‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તિ ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલય બોલ્યો.

     અજયભાઈ હેતથી બોલ્યા, ‘બેટા, આપણું શરીર એક અદ્ ભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો.દરેક માણસ નિયમિતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દૂર રહે છે. જીવનશક્તિ જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે પણ તમારે વૃદ્ધ થવું છે કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’

     સુલય બોલ્યો, ‘પપ્પા, તમે નિવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે આ રસ ટકી રહ્યો છે?’

     ‘બેટા, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહિ. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું જેથી આપણી જિંદગી આપણને બોજ ન લાગે, જિંદગી નીરસ ન બની જાય.’

     ‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તિ કરો છો, કેટલી જવાબદારીવાળી આ પ્રવૃત્તિ છે તમારી. સીધો પૈસા સાથે જ સંબંધ !’

     ‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સંતોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નિવૃત્તિકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જિંદગીનું સ્વર્ણિમ શિખર મનાય છે. એ સુવર્ણકલશની જેમ હંમેશાં ઝગમગવું જોઈએ.’

     ‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે શી તૈયારી કરવી જોઈએ?’ ઋતુજાએ પૂછ્યું.

     ‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દૂર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈપણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નિરાશા, ઉદાસીનતા,હતાશાને મનમાં ઊગવા જ ન દો. આપણા રોજિંદા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકશાન થાય પન એ નુકશાનનો વિચાર જ નહિ કરવાનો. નુકશાન કે વિષાદની પળોમાંય સસ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહિ માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરિપક્વતા આપી છે એનો પૂરો લાભ લેવાનો, આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નિર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વિશ્વના શુભ મંગલ તત્ત્વમાં વિશ્વાસ રાખ્અવાનો અને પ્રસન્નતાથી જીવવાનું. ’

     ઋતુજા બોલી, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે પણ હમણાં હમણાં એની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તેથી એ મૂંઝાય છે, તો એને માટે શું કરવું?’

     ‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી યોગ્ય પ્રમાણમાં બરાબર પહોંચતું નથી તેથી યાદશક્તિ ક્ષીણ થતી લાગે પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણયામ કરો. બ્રેઈન ટૉનિક જેવા કે શંખપુષ્પી ચૂર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો. આહાર વિહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દૂધ, દૂધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હ્રદયના સ્નાયુને સંકોચનકે પહોળા થવાની ક્રિયામાં વિટામિન ડી મદદ કરે છે. વિટામિન ડી હાડકાંને મજબૂત કરે છે. આપણાં હાડકાં મજબૂત હોય એ જરૂરી છે.

     આપણી રોગપ્રતિકારક શક્તિ અકબંધ રાખવામાં વિટામિન ડી મદદ કરે છે. પરંતુ જેમ ઉંમર વધે તેમ શરીરમાં વિટામિન ડી ઓછું બને છે. માટે બહાર સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ. કુમળા તડકામાં બેસવું જોઈએ. આપણા શરીરની ઊણપો વિશે સમજીને તે પૂરવા પ્રયત્ન કરવો જોઈએ.’

     ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યરે આ બધું ભણવામાં આવતું હતું, પણ એ તો હું પરીક્ષાની દૃષ્ટિએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સૂઝ ન હતી. પરંતુ અત્યારે સમજાય છે કે

શું ખાવું અને શું ન ખાવું, ક્યો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવુ6 તંદુરસ્ત હોત !’

     અજયભાઈ બોલ્યા, ‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદૃઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહિ કરવાનો. જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબિયતની કાળજી લો, અને પ્રસન્ંતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’

     ‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહિ, પણ જાગ્રત થઈને પૂરા મનથી વૃદ્ધ્ત્વ્ને વધાવીશું.’ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પ્પ્પાની વાત પર મહોર મારી

===========================================

               ‘શાશ્વત’, કે.એમ. જૈન ઉપાશ્રય સામે,

ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ—380007

——————————————————————

 

 

    

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: