ગાંધી કથા/નારાયણ દેસાઈ

ગાંધી કથા/નારાયણ દેસાઈ9331mahatma-gandhi-posters

[આનંદ ઉપવન– માસિક/આઠમો અંક, જુલાઈ2014/ પાનું: 62]

      ગાંધીજીના હ્રદયમાં દરિદ્રનારાયણ વસતા હતા. કોઈકે ગાંધીજી સારુ કેરીઓ મોકલાવી હતી. તેમાંથી મનુએ એ રસ કાઢી જમતી વખતે એમની આગળ પ્યાલી ધરી. ગાંધીજીએ એ મોંમાં મૂકતાં પહેલાં જ પૂછ્યું, ‘આ કેરીની કિંમત કેટલી હશે?’મનુએ વિનોદ સમજી એનો કાંઈ જવાબ ન વાળ્યો. એક બે કાગળની નકલ કરી ગાંધીજી પાસે પાછી આવી ત્યારે જોયું કે રસ એમનો એમ પડ્યો હતો. એમણે કહ્યું કે તારે કિંમત પૂછ્યા પછી જ મને એ પ્યાલી આપવી જોઈતી હતી. ગાંધીજીના સાંભળવામાં આવ્યું હતું કે એક ફળની કિંમત દસ આના હતી. “જો એ હકીકત સાચી હોય તો એ ફળ ખાધાં વિના હું જીવી શકું તેમ છું. આ રીતે કરવાથી મારા શરીરમાં લોહી વધતું નથી, પણ ઊલટાનું ઘટે છે. આવી અસહ્ય મોંઘવારીમાં અને આટલી વ્યથામાં તે ચાર કેરીના રસનો ખાસ્સો ગ્લાસ ભરી આપ્યો, એટલે અઢી રૂપિયાનો આ પ્યાલો થયો. એ ક્યા મોઢે હું ખાઈ શકું? ” એટલામાં એક નિરાશ્રિત બહેન પોતાનાં બે બાળકો સાથે ત્યાં આવી. ગાંધીજીએ તરત બે બાળકોને બે વાટકીમાં એ રસ વહેંચી આપીને હરખાતાં-હરખાતાં કહ્યું, “ઈશ્વર મારી મદદે છે એનો આ તાદૃશ દાખલો. હું મારા મનમાં ખૂબ કોચવાતો હતો અને વિચારતો હતો કે હું ક્યાં છું? નહીંતર આ છોકરીનેય આવું કેમ સૂઝે કે આવી મોઘી કેરીનો રસ મારા માટે કાઢે ! પણ પ્રભુએ આ બાળકોને મોકલી આપ્યાં. અને તે પણ જેવાં બાળકોની હું ઈચ્છા રાખતો હતો તેવા જ બાળકો આવ્યાં, કેવી ઈશ્વરની દયા છે, તે તો તું જો. ”

—– –શ્રી નારાયણ દેસાઈ લિખિત બાપુના જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: