પ્રેરણા-પુષ્પો//મોરારી બાપુ–2

ફાનુસ બનકર જિસકો હિફાજત ખુદા કરે,

વો  શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે.

=============================================

30મી જૂન, 2014 અષાડ સુદ ત્રીજ, 2070ને સોમવાર

[રામાયણ ડાયરી સંવત 1941(ઈ.સ. 1984-85)માંથી ઉતારેલ પ્રેરણા-પુષ્પો ]

(પ્રકાશક: દોલુભાઈ પારેખ, રાજેન્દ્ર ચાવડા તથા મહેશ તન્ના)

પરમ પૂજ્ય શ્રીમોરારી બાપુના સુવાક્યો:

    શું આપણને એમ નથી લાગતું કે આપણે સવારે રોજ પૂજા કરીને ભગવાનની આગળ માંદા હોવાનું-સીક સર્ટિફિકેટ મૂકવું જોઈએ? કે હજુ હું બિમાર છું, હજી હું બિમાર છું. જ્યાં સુધી જીવનમાં એક શબરીનો જન્મ ન થયો હોય ત્યાં સુધી રોજ એક એક સર્ટિફિકેટ મૂકો—ચાલુ જ રાખો, હમ લોગ બિમાર હી તો હૈ, દરદી હૈં ઔર દુસરોં કે ઈલાજકી બાતેં કરતે હૈં.

    જ્યારે આત્મકલ્યાણ કરવું હોય ત્યારે તો રામનામની એક જ ગોળી કાફી છે. જ્યારે સમાજમાં સંઘર્ષ જગાવવો હોય , જ્યારે સમાજમાં, માણસમાં સંસ્કૃતિની જાગૃત્તિ લાવવી હોય ત્યારે તો વક્તાઓએ પણ સંઘર્ષ કરવો પડશે,અને હથિયારો લેવાં પડશે. આ તો સંઘર્ષ છે. એમાંથી કહેવાનું મૂળ એ છે કે , અંતે તો એક ગોળી કાફી છે—રામનામની.

    કળીયુગમાં મારા મત પ્રમાણે જલ્દી સફળતા મળે છે સાધનામાં. માણસ પોતાના ઈષ્ટદેવનું જેટલું વધારે સ્મરણ કરી શકે, એટલો વધારે સફળ થાય. નામ જપ કળીયુગમાં માણસ કરે. ત્યારે તુલસીદાસજીનો આ સિદ્ધાંત હતો કે માણસ નામ જપ કરે.

સ્મરણ કરે તો મારો પોતાનો અનુભવ કહે છે કે જેટલું માણસનું સ્મરણ વધે –પ્રભુ સ્મરણ એ કળીયુગમાં મોટામાં મોટી સાધના છે.

    યુવાન ઉપર મને બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધા કરતાંય આગળ જાઉં તો વિશ્વાસ છે કારણકે શ્રદ્ધા કદાચ અંધ પણ હોઈ શકે, પણ વિશ્વાસ તો શંકર છે તેને બે નહીં પણ ત્રણ નેત્ર છે. એટલે યુવાનો ઉપર પૂરો વિશ્વાસ છે અને તે હું જોઈ રહ્યો છું કે યુવાનમાં સ્વયંભુ ચળવળાટ છે.

    માણસ બીજું સમજવા કરતાં પોતાના સ્વભાવને સમજે અને જ્યારે માણસ સ્વભાવને સમજી શકે ત્યારે પ્રભુનો પ્રભાવ તેનામાં આપોઆપ ઉતરશે.

    શિક્ષણ લઈને તમે ડૉક્ટર બનશો. કોઈ ખૂબ ભણીને મોટા ઓફિસર બનશો. એના કરતાંય પ્રતિભા સંપન્ન હશો તો કદાચ વિદેશમાં આ દેશ માટે તમે સેવા આપશો. કોઈ રાષ્ટ્રીય નેતા બનશો. કાંઈ પણ બનશો, પણ તમારું અંત:કરણ જો દીક્ષિત નહીં થયું હોય તો તમારી એ પ્રગતિ, તમારો એ વિકાસ તમને સાધનોથી ભરી દેશે, પણ શાંતિ નહીં આપી શકે. એટલે તમારા ચિત્તમાં શાંતિ થાય, હ્રદયમાં આનંદ થાય એવું કાંઈ કરવા માટે તમારે દીક્ષિત થવું જોઈએ.

    આપણે આ યુગમાં જીવીએ છીએ એટલે માનીશું પણ ભાવિ પેઢીઓ માનવા તૈયાર નહીં થાય કે આ દેશના એક નિ:શસ્ત્ર-સુકલકડી –વૃદ્ધ માનવે દુનિયાની એક મહાન શસ્ત્રસજ્જ સલ્તનતને અડધી રાત્રે આ દેશમાંથી ભગાડી હતી. પણ આ એક હકીકત છે. ગીતાના શ્લોકો, રામાયણની ચોપાઈઓ, સત્ય ને પ્રાર્થના શું ન કરી શકે એનું આ એક જ્વલંત દૃષ્ટાંત છે.

    બહુ મોટા થયા પછી નાના બનવું બહુ અઘરૂં છે.ભક્તિ એ કરી શકે જે પ્રભુતાને પચાવી શકે ને લઘુતાને નિભાવી ન શકે તે ભક્તિની યાત્રામાં સફળ ન થાય, ભગવત્કાર્યમાં સફળતા ન મેળવી શકે.

    બે વસ્તુ મારા ને તમારા જીવનમાં દેખાય તો સમજવાનું કે આપણે અંદરથી તંદુરસ્ત છીએ. નિદ્રા સ્વપ્ન વગરની થઈ જાય અને જાગૃતિ સંકલ્પ-વિકલ્પ વગરની થઈ જાય , માનસિક તંદુરસ્તીનું આ પ્રમાણ છે.

    સંસારના કર્મોની સાથે જીવ જ્યારે સંઘર્ષ કરતો હોય છે ત્યારે ઈશ્વર પાછળ રહીને જોતો હોય છે. જીવ જીવન સંઘર્ષમાં કેટલી ટક્કર લે છે એની પ્રભુ કસોટી કરતો હોય છે પણ મોટે ભાગે જીવ સંઘર્ષમાંથી ભાગતો હોય છે.

    બાળક નાનું હોય ત્યારે મા ઉપર એને પૂર્ણ ભરોસો હોય છે. જ્યારે બાળકના જેવી સ્થિતિ આવે ત્યારે જ પ્રભુ ઉપર પૂર્ણ ભરોસો રહે છે. આપણે શાસ્ત્રો વાંચીએ છીએ પણ ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો થતો નથી.

   

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: