પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રીરામ વિષે:

 

પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રીરામ વિષે:

    રામકથા સાંભળ્યા પછી આત્મભાવ નિર્માણ થવો જોઈએ, કોણ વધારે ત્યાગ કરે એની રામાયણમાં હરીફાઈ છે.

    રામકામ અને રામનામનો સમન્વય કરો. સમન્વય નહિ કર્યો હોય તો પ્રભુની કૃપાના વારસદાર નહિ થવાય, શ્રીરામકૃપાસિંધુ છે; ભરત પ્રેમસિંધુ છે, બે સાગરનું મિલન છે.

    એક વખત મનને ખુલ્લું રાખીને રામાયણ પૂરી સાંભળી લો તો સંશયો આપોઆપ જશે. રામાયણ એ બ્રહ્મસ્વરૂપની શક્તિના દર્શન કરવાની કથા છે.

    પરમાત્માનું કાર્ય કરવા માટે માણસે શું કરવું, કઈ રીતે તૈયાર થવું, એમાં કેવાં કેવાં વિઘ્નો આવે છે એ બધાં પાસાનો વિચાર રામચરિત માનસે આપ્યો છે.

    રામાયણના પ્રસંગોને વાગોળજો. તમારા હ્રદયને કોઈ શબ્દ ક્યાંય સ્પર્શી ગયો તો તે તમારો છે,એને તિજોરીમાં પૂરી રાખજો;ક્યાંય એ છટકી ન જાય, એ તમારી અમાનત છે.

    રામકથા સાંભળ્યા પછી (કે વાંચ્યા પછી) ભાઈ-ભાઈ વચ્ચે જો તકરાર હોય તો સમાધાન કરી લેજો. બાપ-દીકરા બોલતા ન હોય તો બોલજો.

     સૌનું જીવન નીતિ, અસ્મિતા, સત્ય અને પ્રકાશ તરફ ગતિમાન બનો. સૌના જીવનમાં સાત્ત્વિક સંપત્તિ, સાત્ત્વિક શક્તિ અને સાત્ત્વિક બુદ્ધિની ત્રિવેણી સંગમ ઉછાળા મારે અને તેનું શાસન પરમાત્માની ભક્તિ દ્વારા થાય !

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: