જગદીશ જોષીના ચૂંટેલા કાવ્યો

logo-downloadજગદીશ જોષીના  ચૂંટેલા કાવ્યો

(1)             S.S.C.નાં વિદ્યાર્થાઓને વિદાય//જગદીશ જોષી

સમુદ્રનું એક એક મોજું

કિનારાની થોડી થોડી રેતીને સાથે ઘસડી જાય છે :

ધોવાઈ ગયેલી રેતીનો પ્રત્યેક કણ

સૂર્યનાં કિરણોમાં ચળકે પણ ખરો,

અને

પગને દઝાડે પણ.

તમારું આવવું અને જવું ……….

( ઋણાનુબંધ ! )

છતાં

તમારાં જતાં

કોઈ જૂનો જખમ ફરી ફરી

દુઝવા લાગે છે :

પણ કોણ જાણે કેમ

ચીસ

નથી પડાતી.

               (2) ડંખ

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ

                        ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ, અને

                        કુવે ઝળુંબે એક વેલો :

થાળામાં કાંકરા ને ડાળી ને ઝાંખરા

                        પાણીનો ક્યાંય નહીં રેલો.

ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ

                        આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં

                        થઇને આ આંખમાં લપાયાં :

સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો

                        નસનસમાં ઝેર થૈ છવાયાં ;

રજકાના ભૂરા આ નિસાસે કોસતણો

                        વરસે છે જરી જરી વ્હેમ !

—————————————————–

                        (3) અનુભૂતિ

પાંદડી તે પી પીને કેટલું રે પીશે

      કે મૂળિયાંને પડવાનો શોષ ?

આભ જેવા આભને હૈયામાં હોય કદી

      જળના     વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય

      એને કાંઠે બેસીને કોણ  ગણતું ?

વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં

      રેશમનો    સૂર   રહે        વણતું ;

ઉઘાડી આંખો આ જાગતા ઉજાગરાને

      આઘાં      પરોઢ      આઠ કોશ !

નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું   

      જાગે      છે    સપનાનું   ટોળું,

કિરણોની એક એક કાંકરીઓ નાખીને    

      જંપ્યું       તળાવ     નહિ  ડ્હોળું          

આખા આકાશને ઓઢીને ઠરવાનો 

      જળને      છે    ઝીણો      સંતોષ !

——————————————————–

                  (4) અરે કોઇ તો

હું એકાગ્ર ચિત્તે વાંચું છું.

સામેની બારીનો રેડિયો

મારા કાનમાં કંઈક ગર્જે છે.

દીવાલ પરનું ઈલેક્ટ્રિક ઘડિયાળ

વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.

ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર

તમરાંનું ટોળું થૈ કણસ્યા કરે છે.

ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી

ડચકાં ભરતી ભરતી રણકે છે.

ઘરનો નોકર દૂધવાળા જોડે

અફવાઓની આપલે કરે છે

પડોશણનો અપરિચિત ચહેરો

કુથલીના ડાયલ ફેરવે છે.

રસ્તા પરનો નાહકનો ઝઘડો

બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યૂઝ જતાં લાઇટ

અંધારું થઈને પથરાઈ જાય છે.

મારો આખો માળો અંધરોધબ….

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે :

“કાલિદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !

                              અરે, કોઇ તો

ઇલેકટ્રિશિયનને બોલાવો !”

બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :

“અરે, ગિરિધર ! સાંભળે છે કે , ––

પહેલાં મીણબત્તી તો લાવ….”

અને––

મારી ચાલીમાં

મારા માળામાં

મારા ઘરમાં

મારા દેશમાં

મીણબતીની શોધાશોધ ચાલે છે………

—————————————————–

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,730 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: