ગમતાનો ગુલાલ/વી.એસ.ગઢવી//અખંડ આનંદ

AKHAND_AANAND237 

ગમતાનો ગુલાલ/વી.એસ.ગઢવી

[અખંડ આનંદ, જૂન, 2014//પાનું: 94]

     લોકોનું ધ્યાન પર્યાવરણની જાળવણી તરફ જાય તેવા પ્રયાસો અનેક સંસ્થાઓ –લોકો કરે છે. આખરે તો વ્યક્તિગત ચેતનાના દિવડાઓ ભલે નાના ખૂણાને અજવાળે પરંતુ તેનું મૂલ્ય સહેજ પણ ઓછું કે ઉતરતું નથી. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ સંદર્ભે ગત વર્ષે પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કરતાં ભાઈશ્રી રામભાઈ ચારણની વિગતો જોઈને થયું કે કોઈ પણ કાર્યમાં નિષ્ઠાથી પ્રયાસો કરીએ તો સમાજમાં એક વાતાવરણનું નિર્માણ જરૂર થાય છે. કુદરતી રીતે જ વ્યક્તિગત શોખને કારણે તેઓ આ કાર્ય સ્વેચ્છાએ કરે છે. જ્યારે તેઓ અખબારોમાં મૃત્યુનોંધ જુએ છે ત્યારે તેમાંથી વિગતો મેળવીને તેઓ જે તે કુટુંબને આ દુ:ખદપ્રસંગ નિમિત્તે સાંત્વના પાઠવતો પત્ર લખે છે અને જેમનો સ્વર્ગવાસ થયો છે તેની સ્મૃતિમાં એક વૃક્ષનું વાવેતર કરવા માટે ભારપૂર્વક વિનંતી કરે છે. આ જ રીતે લગ્નપ્રસંગ કે જન્મદિવસના સમાચારોની વિગતો એકઠી કરી, તેમને પણ અભિનંદન આપીને એકાદ છોડ લગાવવા સૂચવે છે. 1985થી આજ સુધીમાં તેમણે 40,000 થી વધારે પત્રો લખ્યા છે. તેઓ કહે છે કે રોજના લગભગ 5 પત્રો તેઓ લખતા હોય છે. ગુજરાત વિદ્યાપીઠના પોતે વિદ્યાર્થી એટલે સામાજિક બાબતોમાં નિસબત હોય એ સ્વાભાવિક ગણાય. દર મહિને ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવવા માટે તો લોકોને પ્રેરિત કરવા જ તેવું લક્ષ રાખીને રામભાઈ આ તપશ્ચર્ય મૂંગા મોઢે કર્યા કરે છે. તેમણે લખેલા પત્રોના જવાબો પણ ઘણાં કિસ્સામાં તેમને મળે છે. ઉત્સાહજનક પ્રતિભાવ જોઈને તેમનો કાર્ય કરવા માટેનો ઉમંગ બેવડાય છે.પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરતી અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા “સૃષ્ટિ” તરફથી તેમના કાર્યનું દસ્તાવેજીકરણ કરવામાં આવેલું છે અને રામભાઈનું સન્માન કરીને તેમને કામગીરીને બીરદાવવામાં આવી છે. રામભાઈએ પકડેલી મશાલના અજવાળે આપણે સૌ પણ એકાદ પગલું માંડવાનો પ્રયાસ કરીએ તો કેવું?

             સેક્ટર 2 એ, પ્લોટનં 115/2, ગાંધીનગર ફોન: (079) 23244455

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,118 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: