કાળજા કેરો કટકો મારો,// દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,

મમતા રુએ જેમ. વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…..

કાળજા કેરો કટકો મારો….

છબતો નઇ જેનો ધરતી ઉપર,પગ આજ થીજી ગ્યો;

ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો….

કાળજા કેરો કટકો મારો…

બાંધતી નઇ અંબોડલો, ભલે હોય ઇ  છૂટી ગ્યો;

રાહુ થઇ ઘૂંઘટડો મારા,ચાંદને ગળી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

આંબલી પીપળ ડાળ બોલાવે, એક વાર સામું જો;

ધૂબકા દેતી જે ધરામાં, ઇ આરો અણોહરો-*

કાળજા કેરો કટકો મારો…

ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;

ધારથી હેઠી ઊતરી ધીડી, સૂરજ ડૂબી ગ્યો-

કાળજા કેરો કટકો મારો…

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’હું જોતો રયો;

જાન ગઇ જાણે  જાન લઇ; હું તો સૂનો માંડવડો-

કાળજા કેરો કટકો મારો.

.

*અણહોરો  એટલે આઘો, દૂર,

હોરો= નજીક, અણ= નહીં.

 

તમેજોજો, આપણી ઓસરીમાં કોઇ રંગારો રંગ પૂરતો હોય તે ચિત્ર જોજો. તે એક ઝાડનુંથડ કરે,પછી ડાળીઓ કરે, અને પછી પાંદડાં કરે. તમે જોજો, રંગ બદલતી વખતેવાટકો ને પીંછી ધોઇ નાખેછે. એમ દીકરીને પણ આજ રંગ બદલવાનો  વખતઆવ્યો છે. રંગારો જો રં ગ બદલતી વખતે વાટકો ને પીંછી બેય જો ધોતો હોય તોદીકરી એની જિંદગીનો રંગ બદલતી વખતે કાળજું કેમ ન ધૂએ? આંસુડે  તે કાળજું વીછળી નાખેછે.  અત્યારસુધી એને પિયરના રંગ પુરાણા છે. એ પુરાણા (જુના) રંગ ધોઇ નાખેછે.મારો બાપ… મારી મા… મારો ભાઇ… મારી બહેન… જે પિયરના રંગ પુરાણા છે તેને આંસુડાથી ધોઇનાખેછે.

શ્રી ભીખુદાન ગઢવી//દીકરીવિદાય એ કરુણમંગળ ઘટના છે//દીકરી વહાલનો દરિયો//અભિયાન પ્રેસ

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “કાળજા કેરો કટકો મારો,// દાદ
  1. Praful Charla Shah કહે છે:

    કન્યાવિદાયનું કવિશ્રી દાદ ની આ રચના ગમે એટલી વાર વાંચો કે સાંભળો.. આંખો કોરી રહે જ નહીં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
જૂન 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: