શિયાળભાઈ ! બોર પાક્યાં//[બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર]

શિયાળભાઈ ! બોર પાક્યાં

[બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર]

પાના: 9 થી 11

 

એક હતી ડોશી

એના ફળિયામાં એક બોરડી હતી.

બોરડીએ બોર આવ્યાં; ડાળે ડાળે અને પાંદડે પાંદડે બોર.

ડોશીએ ધાર્યુ : “આ બોર પાક્શે ને આ બોર ખાઇશ . ખાવાની કાંઇ મજા પડશે ! ”

ડોશી રોજ સવારે ઊઠે ને પાંકેલા બોરની વાટ જુએ.

એક દિવસ તો બોર સાવ પાકવા આવી ગયાં.

ડોશી કહે : “કાલે થોડાંક બોર પાકી જશે ને કાલે બોર ખવાશે.”

બીજે દિવસે ડોશી સવારે ઊઠીને જુએ તો પાકાં બોર વિનાની બોરડી . ઉપર એકેય પાકું બોર ન મળે ; હેઠે નકરા ઠળિયા ઠળિયા , ને કોઇ જ્યાં ત્યાં હગાર કરી ગયેલું. ડોશી તો રોજ સવારે ઊઠે ને પાકાં બોર લેવા જાય ત્યાં બોરને બદલે ઠળિયા જ હોય !

ડોશી તો કહે : “ આજ તો રાત આખી જાગું ને ખાનારને પકડું. ”

પછી ડોશી તો ઓશરીમાં લપાઇને ચોકી ભરવા બેઠાં.

અંધારું થયું ને શિયાળભાઇ હળુ હળુ આવ્યા. ચોર જેમ ઉપર ચડ્યા ને પાકાં પાકાં બોર વીણીને મેઢામાં મૂકવા માંડ્યાં. સવાર પડી ત્યાં તો બધાં યે પાંકા બોર ખવાઇ ગયાં ને હેઠે ઠળિયા ઠળિયા થઇ ગયા. જતાં જતાં શિયાળભાઇએ ડોશીના બારણામાં હગાર કરી ને પછી ભાગી ગયા.

ડોશી કહે : “હવે વાત છે. કાલે એની ખબર લઉં ! ”

બીજી સાંજ પડી . ખૂબ અંધારું થયું એટલે ભાઇબંધ બોર ખાવા આવ્યા . ખૂબખૂબા બોર ખાધાં ; એકે પાકું બોર રહેવા ન દીધું . પછી હેઠે ઊતરીને ડોશીના બારણામાં હગાર કરવા ચાલ્યા .

ડોશીએ તો તૈયાર કરી જ રાખ્યું હતું . એક લોઢી લાલચોળ તપાવીને તૈયાર રાખી હતી .

શિયાળભાઇ કહે : “ આજ તો આ સોનાના પાટલા ઉપર જ બેસવા દે ! ડોશી બહાર ભૂલી ગઇ લાગે છે .”

   શિયાળભાઇ તો સટસટ લોઢી પાસે ગયા ને ઝટ દઇને હગાર કરવા બેઠા . ત્યાં તો ચડચડ કરતા દાઝ્યા ને “કૂઇ , કૂઇ ,કૂઇ !” કરતા ભાગ્યા !

   ડોશી કહે : “ આવો આવો , શિયાળ ભાઇ ! બોર પાક્યા છે , બોર પાક્યા છે !”

   શિયાળ કહે : “ના ના ડોશીમાં ! દાઝી મૂઆ રે ! દાઝી મૂઆ રે ! ”

   ડોશી કહે : “ આવો આવો , શિયાળભાઇ ! બોર પાક્યાં છે , બોર પાક્યાં છે !”

   શિયાળ કહે : “ ના ના ડોશીમાં ! દાઝી મૂઆ રે ! દાઝી મૂઆ રે ! ”

=================================================

            

  

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “શિયાળભાઈ ! બોર પાક્યાં//[બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર]
  1. Anurag Rathod કહે છે:

    🙂

    Reminded me of my younger days as a kid !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: