જનસેવા-પ્રભુસેવા/ ડૉ. ઇન્દુબાલા દીવાન/અખંડ આનંદ મે,2014

અખંડ આનંદની પ્રસાદી

અખંડઆનંદ મે 2014, જોયેલું ને જાણેલું વિભાગ-પાનું: 89

જનસેવા-પ્રભુસેવા/ ડૉ. ઇન્દુબાલા દીવાન

      અહીં એક સજ્જનના પરોપકારની વાત અન્યને પ્રેરણારૂપ થાય એ માટે રજૂ કરું છું.

      મારે મારી ડાયાબિટીસની બીમારીને કારણે દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે તારીખ 25-8-2013 રવિવારના રોજ દાખલ થવું પડ્યું. આ ઘટના તે સમયની છે –

      મારા ખાટલાની બાજુમાં એક બીજો ખાટલો-એક યુવક ટ્રીટમેન્ટ માટે દાખલ થયેલો. વાત વાતમાં મેં પૂછ્યું – ‘ભાઈ ! તમને કઈ બીમારી છે ?’ યુવક ઉત્તર આપ્યો – ‘બહેન ક્રિકેટૅર યુવરાજસિંહને જે કૅન્સર થયું હતું એ મને થયું છે.’ (Metastatic Germ Cell Tumour)સાંભળીને જ મારાં ગાત્ર ઢીલાં થઈ ગયાં. ભર યુવાનીમાં આ રોગ !

      દરમિયાન દવાખાનાના મુખ્ય દાક્તર દએદીઓની ખબર કાઢવા રાઉન્ડ ઉપર નીકળ્યા. દાક્તરનો અતિ માયાળુ સ્વભાવ. સૌ દર્દીઓ સાથે પ્રેમપૂર્વકનું વર્તન – આ યુવક પાસે દાક્તર આવ્યા. યુવકના વાંસે હાથ ફેરવી કહ્યું – ‘નવીન ! (નામ બદલ્યું છે.) ચિંતા ન કરતો. બધું સારું થઈ જશે.’ નવીનની પત્નીના માથે હાથ ફેરવી કહ્યું – ‘દીકરી વ્યાધિ ન કરતી, બધાં સારાંવાનાં થઈ રહેશે.’

      દાક્તરના ગયા પછી બહેને અને ભાઈએ જે વાત કરી એ સાંભળી મને દાક્તર અને એમના પરિવાર પ્રત્યે ખૂબ જ માન થયું.

      વાત આ મુજબની છે. –

      નવીનને ખબર પડી કે એને કૅન્સર છે ત્યારે એ ભાંગી પડ્યો. આર્થિક મુશ્કેલી – કૅન્સર જેવી ખર્ચાળ ટ્રીટમેન્ટ – દાક્તરને નવીને પોતાની સમસ્યા જણાવી. દાક્તરે અને એમના પરિવારે આર્થિક મદદ કરી. એટલું જ નહિ કૅન્સરના મુખ્ય દાક્તરની સલાહ લઈ દાક્તરે એમના જ દવાખાનામાં ટ્રીટમેન્ટ શરૂ કરી. આટલી વ્યાધિ ઓછી હોય એમાં પારિવારિક કંકાસને કારણે પતિ-પત્ની બંનેને ઘરમાંથી નીકળવું પડ્યું. ફરી એક વાર દાક્તર અને દાક્તરનો પરિવાર વહારે ધાયો. દાક્તર સાહેબે એમના વડીલોપર્જિત જૂના મકાનમાં રહેવા જગ્યા આપી. (અજે પણ નવીન અને એની પત્ની લક્ષ્મી (નામ બદલ્યું છે.) ત્યાં જ રહે છે.)

      સાંજે દાક્તર સાહેબ અને એમનાં પત્ની દવાખાનામાં રાઉન્ડ ઉપર નીકળ્યાં. મેં સ્વાભાવિક દાક્તર સાહેબની પ્રશંસા કરી – એમણે કહ્યું – ‘ઇન્દુબહેન ! એમાં મેં કે મારા પરિવારે કંઈ જ મોટું કામ નથી કર્યું. મારા પિતાશ્રી કહી ગયા હતા કે જે દિવસે તારી પાસે નાણાંની છૂટ થાય ત્યારે કેળવણી અને સોગીઓ પાછળ ખર્ચો કરજે. પ્રશંસા કે નામની અમને બિલકુલ ભૂખ નથી. જનસેવા એ જ પ્રભુસેવા માની અમારાથી થાય એટલું કરીએ છીએ. મારા પિતાશ્રીના આશીર્વાદ છે.’

      આજે પણ આપણા ભારતમાં આવી પરોપકારી વ્યક્તિઓ હયાત છે. દુનિયા આજે પણ સાવ સ્વાર્થી નથી થઈ ગઈ. ભલમનસાઈ આજે પણ નથી મરી પરવારી.

      મને પણ જતાં જતાં દાક્તર સાહેબે મારી નિરાશાને દૂર કરવા જે શબ્દો કહ્યા હતા તે આ રહ્યા –

      ‘No Poision Can Kill A Positive Thinker AND No medicine can cure a negative thinker.’

                              * * *

                  13-બી, વિનોદ વાટિકા, ‘વિસામો’, જૈન દહેરાસર પાસે, માંજલપુર, વડોદરા- 390011.

                        ફોન નંબર : 2645073

o    

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: