ગીતાના આશ્વાસનો

gita4ko8 

ગીતાના આશ્વાસનો

અધ્યાય:2/શ્લોક: 38

લાભ-હાનિ સુખો દુ:ખો, હાર-જીત કરી સમ,

પછી યુદ્ધાર્થ થા સજ્જ, તો ના પાપ થશે તને. 2/38

જે સર્વત્ર મ’ને દેખે, સર્વને મુજમાં વળી,

તેને વિયોગ ના મારો, મ’ને તેનોય ના થતો. 6/30

શ્રીભગવાન બોલ્યા–

અહીં કે પરલોકેયે તેનો નાશ નથી કદી;

બાપુ, કલ્યાણ માર્ગે કો દુર્ગતિ પામતો નથી. 6/40

અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,

તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું. 9/22

મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મ’ને;

સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો. 9/30

શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;

પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી. 9/31

ચિત્ત-પ્રાણ હું-માં પ્રોતા, બોધ દેતા પરસ્પર;

કે’તા મારી કથા નિત્ય સુખ-સંતોષ પામતા. 10/9

એવા અખંડયોગીને ભજતા પ્રીતથી મ’ને–

આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મ’ને. 10/10

રહેલો આત્મભાવે હું તેજસ્વી જ્ઞાનદીપથી

કરુણાભાવથી તેના અજ્ઞાન-તમને હણું. 10/11

તેથી, ખડો થા, યશ મેળવી લે,

વેરી હણી ભોગવ રાજ્ય રિદ્ધિ;

પૂર્વે જ છે મેં હણેલ તેને,

નિમિત્ત થા માત્ર તું, સવ્યસાચી. 11/33

શું ભીષ્મ, કે દ્રોણ, જયદ્રથેય,

કે કર્ણ કે અન્ય મહાન યોદ્ધા,-

મેં છે હણ્યા, માર તું, છોડ શોક,

તું ઝૂઝ, જીતીશ રણે સ્વશત્રુ. 11/34

મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર,

અનન્ય યોગથી મારાં કરે ધ્યાન-ઉપાસના. 12/6

મારામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે,

વિના વિલંબ ઉદ્ધાર કરું છું, પાર્થ, હું સ્વયં. 12/7

મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી;

મા કર, શોક, તુ6 જન્મ્યો દૈવી સંપત્તિને લઇ. 16/5

મન, ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,

મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય !   18/65

છોડીને સઘળા ધર્મો, મારું જ શરણું ધર;

હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા. 18/66

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: